વાત્ત, પિત્ત અને કફને સંતુલિત રાખવા અજમાવો આ ઘરેલું નુસ્ખા, એસિડીટી સોજા અને કબજિયાતનો પણ આવી જશે અંત…

આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કોઈ વસ્તુનું સેવન કરીએ છે તે બધાની અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં ત્રણ દોષો હોય છે. વાત, પિત્ત અને કફ, જેનું સંતુલન આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે.

ઘણી વખત ગરમીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળવાથી અથવા તો અયોગ્ય વસ્તુ ખાવાથી વાત પિત્ત અને કફ ત્રણેય દોષોનું સંતુલન બગડી જતું હોય છે. જેના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને જણાવશું કે ક્યાં ઉપાયો અને ખાદ્ય પદાર્થો દ્વારા કેવી રીતે તમે ગરમીમાં પણ તમારા શરીરના ત્રણેય દોષ વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખી તંદુરસ્ત રહી શકો છો.વાતને સંતુલિત રાખવાના ઉપાયો:- આપણા શરીરમાં વાત વાયુ અને આકાશથી બને છે. જો શરીરમાં વાતનું પ્રમાણ અસંતુલિત થાય તો પેટમાં ગેસ, સોજો કબજિયાત તેમજ સંધના દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે. તેનાથી બચવા માટે વાત પ્રકૃતિના લોકોએ વહેલી સવારના તડકામાં થોડી વાર બેસવું જોઈએ. પરંતુ તેની સાથે સાથે પોતાના શરીરને હાઈડ્રેડ રાખવું પણ ખુબ જ જરૂરી છે.

ગરમીમાં વાતને સંતુલિત રાખવા માટે રૂટ એટલે કે મૂળ વાળા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. જે લોકો વાત પ્રકૃતિ ધરાવતા હોય તેવા લોકોએ ગરમીની ઋતુમાં કાચા શાકભાજી, બ્રોકલી, કોબીજ જેવી વસ્તુઓથી બચવું જોઈએ. નહીતો પેટ સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. જે લોકોના શરીરમાં વાત દોષ અસંતુલિત હોય છે તેમને સાંધાનો દુઃખાવો થતો હોય છે એવામાં તલના તેલની માલીશ કરવી જોઈએ તેનાથી રાહત મળશે.

પિત્તને સંતુલિત રાખવાના ઉપાયો:- અગ્નિ અને જળ મળીને આપણા શરીરમાં પિત્ત બનાવે છે. પિત્ત પ્રકૃતિના લોકોને ગરમી નુકશાન પહોંચાડી શકે છે. પિત્ત દોષ અસંતુલિત થવાથી ગરમી શરીરમાં વધે છે, જેના કારણે ત્વચા પર બળતરા, ખંજવાળ અથવા દાણા નીકળવાની સમસ્યાઓ થઇ શકે છે. માટે પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમીથી બચવા માટે ઠંડી તાસીરની વસ્તુઓનું સેવન કરવું જોઈએ.પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમીમાં કોથમીર, સીતાફળ, કાપેલું નારિયેળ, એવોકાડો, કાકડી, તરબૂચ, લાલ દાળ, મગ તેમજ એલોવેરાના જ્યુસનું સેવન કરવું જોઈએ. પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમ તાસીરની વસ્તુ તેમજ મસાલેદાર ભોજનના સેવનથી બચવું જોઈએ. આ ઉપરાંત તેમણે ગરમ હવા અને તડકાથી પણ બચવું જોઈએ. પિત્ત પ્રકૃતિના લોકોએ ઠંડી જગ્યાઓ પર ફરવા જવું જોઈએ તેમજ શીતલી પ્રાણાયામ કરવો જોઈએ. તેનાથી પિત્તનું સંતુલન જળવાઈ રહેશે.

કફને સંતુલિત રાખવાના ઉપાયો:- પૃથ્વી અને જળના માધ્યમથી આપણા શરીરમાં કફનું નિર્માણ થાય છે. કફ પ્રકૃતિ ધરાવતા લોકો જો વધારે પ્રમાણમાં ઠંડા અને મીઠા પીણાનું સેવન કરે છે તેમજ ઠંડી તાસીર ધરાવતી વસ્તુનું સેવન કરે છે તો તેના શરીરમાં કફનું પ્રમાણ અસંતુલિત થઇ જાય છે. તેના કારણે શરીરમાં કફ વધે છે તેમજ સુસ્તી અને આળસ આવે છે. તેથી કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ ઠંડા અને મીઠા પીણા, નારિયેળ, એવોકડો તેમજ પાસ્તાનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.કફ એ અંગોને નિયંત્રિત કરે છે જે કફ પેદા કરે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુ કફ માટે ઘણી સંતુલિત ઋતુ છે. ગરમીમાં કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ તાજા ફળ જેવા કે સફરજન, ચેરી, દાડમ અને જાંબુ જેવા ફળોનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કફ પ્રકૃતિ ધરાવતા લોકો માટે ગરમીમાં દાળનું સેવન પણ ફાયદાકારક સાબિત થાય છે. પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ દોષનું અસંતુલન શરીરમાં જણાય ત્યારે એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment