જો તમારી પત્નીના નામ પર ખાતું હોય તો જરૂર વાંચો આ આર્ટીકલ.. નહિ તો થશે હજારોનું નુકશાન..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જો તમારી પત્નીના નામ પર ખાતું હોય તો જરૂર વાંચો આ આર્ટીકલ.. 💁

👫 મિત્રો જો તમારી પત્નીનું ખાતું બેંકમાં હોય તો બધું કામ છોડીને સૌથી પહેલા આ આર્ટીકલ વાંચો. કારણ કે આ આર્ટીકલ વાંચ્યા બાદ કદાચ તમને ફાયદો પણ થઇ શકે. મિત્રો તમારી પત્નીના નામનું બેંકમાં ખાતું હોય તો તે તમને બચાવી શકે છે મુશ્કેલીઓથી. તો મુશ્કેલીઓથી બચવા માટે તમારે તેના વિશેની જરૂરી માહિતી પણ જાણવી પડશે. તો ચાલો જાણીએ જરૂરી એવી માહિતી વિશે જેના દ્વારા તમે મુશ્કેલીઓથી બચી પણ શકો.Image Source :

👫 મિત્રો સૌથી પહેલી અપડેટ છે કે તમારી પત્નીનું ખાતું કોઈ બેંકમાં ચાલે છે અને તમારી પત્ની કોઈ કામ નથી કરતી તો ખાતાને તમે ટાળી શકો નહિ. ઇન્કમટેક્સ ભરતી વખતે જો તમે આ વસ્તુ છૂપાવો તો તમારા વિરુદ્ધ ઇન્કમ છૂપાવવાનો કેસ પણ કરી શકે છે. મિત્રો તમારી વાર્ષિક આવક 2.5 લાખ અથવા તો તેનાથી વધારે છે તો તમારા માટે રીટર્ન ભરવો જરૂરી બની જાય છે અને જો તમે ન કરો તો તમારે પેનલ્ટીનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં તમે તમારી પત્નીનું બેંક ખાતું ન દર્શાવ્યું હોય તો તેના પર પણ તમને પેનલ્ટી લાગુ પડી શકે છે.

👫 બીજી વસ્તુ સૌથી મહત્વની છે કે ઇન્કમ ટેક્સ રીટર્નમાં પત્નીના ખાતાને પણ ડીકલેર કરવું. તમારે તમારા ઇન્કમટેક્સ રીટર્નમાં દરેક ખાતાને ડીકલેર કરવું પડે છે પરંતુ સાથે સાથે તમારે તમારી પત્નીનું ખાતું પણ ડીકલેર કરવાનું રહેશે. જાણકારીના અનુસાર એવું જાણવા મળ્યું છે કે જો તમે આ વસ્તુ ન કરો તો ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ તમને આ અકાઉન્ટમાં પૈસા ક્યાંથી આવ્યા તેનો સોર્સ તમને તથા તમારી પત્નીને પૂછી શકે છે.Image Source :

👫 મિત્રો આ એક ખતરનાક બાબત પણ સાબિત થઇ શકે છે. જો તમે તમારી પત્નીના નામ પર ચાલતું ખાતું ઇન્કમ ટેક્સ રીટર્નમાં ન દેખાડો તો ઇન્કમટેક્સ વિભાગ તમારી પત્નીનું ખાતું ટ્રેક કરી શકે છે. ત્યારબાદ અકાઉન્ટમાં જમા રકમના આધાર પર તે વિભાગ તમારા પર આવક સંતાડવાનો કેસ પણ જાહેર કરી શકે છે અને ત્યારબાદ તમારા પત્નીના ખાતામાં જમા થયેલ રકમ પર ટેક્સ તો ભરવો જ પડશે પરંતુ તેની સાથે સાથે સરકારના નિયમ મુજબ પેનલ્ટી પણ ભરવી પડશે.

👫 મિત્રો જો તમારી પત્નીનું કોઈ બેંકમાં ખાતું છે અને તેના નામ પર જ હોય અને તેમાં પૈસા જમા થયેલા હોય અને તમારી પત્ની એક ગૃહિણી હોય કોઈ કાર્ય ન કરતી હોય તો તમારી પત્નીના નામ પર ચાલતા ખાતામાં જેટલી રકમ જમા થઇ હશે તે રકમને તમારી આવકમાં ગણવામાં આવશે. જો કે તમે સાબિત કરી શકો છો કે તે પૈસા તમારી પત્નીના સગા સંબંધીઓએ ગીફ્ટમાં આપેલા છે. જો તમે તે સાબિત કરી શકો તો આ પૈસા તમારી આવકનો ભાગ ગણાશે નહિ.Image Source :

👫 પત્નીની સાથે સાથે તમારા બાળકોના નામ પર ચાલતા ખાતાઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે જો તમારા બાળકનું કોઈ બેંકમાં ખાતું છે અને તેમાં વધારે પૈસા છે તો તમારે ડીકલેર કરવું પડશે કે તે રકમ તમારી આવકનો જ એક ભાગ છે. નહિ તો તમારા વિરુદ્ધ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ જરૂરી પગલાઓ લઇ શકે છે જે આપણને મુસીબતમાં મૂકી શકે છે.

👫 તો મિત્રો જો તમારે ભવિષ્યમાં થનારી મુશ્કેલીઓથી બચવું હોય તો ITR ભરતી વખતે જરૂરી ખાતા પણ ડીકલેર કરી દેવા જેમ કે પત્ની અને બાળકનું ખાતું જો તે કોઈ પણ નોકરી કે ધંધો ન કરતા હોય તો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment