આ બીજને કહેવાય છે ધરતી પરની સંજીવની, કેન્સરથી લઇ ને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ બીજની માત્ર એક ચમચી.

સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. સરગવાની શીંગ અને પાંદમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવાના સામાન્ય દેખાતા બીજ પણ તમારી અનેક શારીરિક સમસ્યાઓને દુર કરી શકે છે. સરગવાના બીજમાં વિટામિન્સ, કેલ્સિયમ, આયરન, એમીનો એસીડ જેવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તેથી સરગવાના બીજના ઉપયોગથી શરીરને ઘણા બધા લાભો મળે છે.

કબજિયાતમાં રાહત:- સરગવાના બીજમાં ખુબ જ વધારે માત્રામાં ફાયબર રહેલું હોય છે. તેથી આ બીજ આપણા પાચનતંત્ર માટે ખુબ જ અસરકારક રહે છે. આ બીજનું દવાની જેમ સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે.અનિંદ્રા જેવી સમસ્યાથી છુટકારો:- સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે એક સારી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. પરંતુ આજના સમસ્યામાં લોકો ચિંતા અને તણાવના કારણે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. એવામાં સરગવાના બીજને આખી રાત પલાળી રાખી દેવા. ત્યાર બાદ સવારે ઉઠીને તે પાણીનું સેવન કરવું. અથવા તો તમે રાત્રે પણ આ રીતે પાણીનું સેવન કરી શકો છો. આવું કરવાથી અનિંદ્રાની સમસ્યા દુર થશે.

સાંધાના દુખાવામાં રાહત આપે છે:- સરગવાના બીજમાં ખુબ જ સારી માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. તેથી તે હાડકા સંબંધી બીમારીઓ માટે ખુબ જ ફાયદાકારક રહે છે. જો તમને સાંધાનો દુઃખાવો હોય તો ત્યાં સરગવાના બીજના તેલનો ઉપયોગ કરવો. તેનાથી સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત રહેશે.કેન્સર ફેલાતું અટકાવે છે:- સરગવાના બીજ કેન્સરના સેલ્સને શરીરમાં વધવા દેતા નથી. આ ઉપરાંત સરગવાના બીજનો ઉપયોગ કરવાથી કેન્સર થવાની સંભાવના રહેતી નથી. સરગવાના બીજ કેન્સર જેવી ગંભીર સમસ્યાથી બચાવે છે.

હૃદય સ્વસ્થ રાખે છે:- સરગવાના બીજનું સેવન કરવાથી આપણા હૃદયની ધમનીઓમાં ખુબ જ સારી રીતે બ્લડ સર્ક્યુલેશન થાય છે. આ ઉપરાંત તે આપણને હાર્ટ અટેકથી પણ બચાવે છે. જેથી આપણું હૃદય સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સુરક્ષિત રહે છે. સરગવાના બીજ આપણા શરીરના દરેક અંગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કરવામાં મદદ કરે છે. તેથી સરગવાના સેવનથી માત્ર હૃદય જ નહિ પરંતુ શરીરના દરેક અંગ સ્વસ્થ રહે છે.કોલેસ્ટ્રોલ ઘટાડે છે:- સરગવાના બીજમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાના ગુણો રહેલા હોય છે. આ ઉપરાંત તે સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.

આયરનની કમી દુર કરે છે:- સરગવાના બીજ આયરનથી ભરપુર હોય છે. જો તમારા શરીરમાં આયરનની કમી છે તો તમારે નિયમિત સરગવાના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી આયરનની કમી દુર થશે અને તેની કમીથી થતા રોગોથી છુટકારો મળી જશે.સરગવાના બીજનું સેવન કરવાની રીત:- સરગવાના બીજ તેની શીંગમાં હોય છે. ત્યારે તે કાચા અને કોમળ હોય છે ત્યાર બાદ તે સુકાઈ જાય છે ત્યારે તે કઠણ થઇ જાય છે. સરગવાના બીજનું તેલ અથવા પાવડર બનાવીને તેનો ઉપયોગ ઔષધિઓ બનાવવામાં કરવામાં આવે છે. સરગવાના બીજને પાણીમાં પલાળી ત્યાર બાદ તે પાણીનું સેવન કરી શકો છો. આ ઉપરાંત સરગવાના બીજને પીસીને તેનું ચૂરણ બનાવી લેવું. ત્યાર બાદ તે ચૂરણનું પાણી સાથે સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment