જીમ કે ડાયટ વગર વજન ઘટાડવા માટે અજમાવો આ હોમિયોપેથિક ઉપાય, સડસડાટ થશો પાતળા અને ફીટ…

મિત્રો ભારતમાં દર ચારમાંથી એક વ્યક્તિ સ્થૂળતાનો શિકાર છે. સ્થૂળતા માત્ર શારીરિક સુંદરતાને જ ઓછી નથી કરતું પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ જન્મ આપે છે. એવું માનવું છે હોમિયોપેથીક ડોક્ટરનું કે સ્થૂળતા હાઈ બ્લડ સુગર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ, કેન્સર અને ત્યાં સુધી કે કોરોના વાયરસ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે 

1) સ્થૂળતાની સમસ્યા કેવી રીતે દૂર કરવી:- સ્થૂળતા દૂર કરવાના અને ઉપાયો છે, જેમાં સ્વસ્થ ડાયટ લેવો અને નિયમિત રૂપે એક્સરસાઇઝ કરવી વગેરે મુખ્ય માનવામાં આવે છે. જો તમે સ્થૂળતાનો શિકાર હોય અને વજન ઓછું કરવા માટે દરેક પ્રકારની ડાયટ, યોગાસન, ઘરેલુ ઉપાય અપનાવી ચુક્યા હોય તો નિરાશ ન થાવ. સ્થૂળતા માટે કેટલાક હોમિયોપેથીક ઉપચાર પણ છે જે શ્રેષ્ઠ રીતે અને વગર આડઅસરે વજન ઓછું કરી શકે છે. તમને કેટલાક એવા જ સસ્તા અને અસરકારક ઉપાય જણાવી રહ્યા છીએ.2) ફાઇબરથી ભરપૂર વસ્તુઓનું વધુ સેવન કરો:- ડોક્ટરે જણાવ્યું કે વજન ઘટાડવા માટે તમારે ફાઇબરથી ભરપૂર વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. ફાઇબરથી ભરપૂર વસ્તુઓ ન માત્ર વજન ઓછું કરે છે પરંતુ મેટાબોલિઝ્મ રેટને વધારે છે અને આંતરડાના કાર્યને પ્રોત્સાહન આપે છે. સ્વાભાવિક છે કે તમારું પાચન મજબૂત રહેશે તો વજન પણ જલ્દી ઓછું થશે. તેના માટે તમારે આખું અનાજ, ફળ, શાકભાજી, દાળ, અને કઠોળનું સેવન કરવું જોઈએ.

3) પ્રોસેસ્ડ ફૂડ થી દૂર રહેવું:- ડોક્ટરે જણાવ્યું કે જો તમને સ્થૂળતા ઘટાડવી હોય તો તમારે પ્રોસેસ્ડ ફૂડ થી બચવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ શું છે? પીઝા, બર્ગર, ચિપ્સ, ફ્રેંન્ચ ફ્રાઇસ વગેરે જેવા પ્રોસેસ્ડ ફૂડ ની કેટેગરીમાં આવે છે. આ વસ્તુઓમાં મીઠું, મેદો અને સુગર વધારે ઉપયોગ કરવામાં આવે છે. જે સ્થૂળતા ની જડ છે.4) થોડું અને અનેકવાર ખાવ:- ઘણા બધા લોકોને માત્ર ત્રણ વાર ખાવાની આદત હોય છે અને કેટલાક તો માત્ર બે વાર જ ખાવાનું ખાય છે. ડોક્ટર માને છે કે સ્થૂળતા ઘટાડવા માટે તમારે ઓછું ખાવું જોઈએ પરંતુ અનેકવાર ખાવું જોઈએ. હકીકતમાં તેની પાછળનું કારણ એ છે કે દર બેથી ત્રણ કલાકમાં ખાવાથી મેટાબોલીઝ્મ બુસ્ટ કરવામાં મદદ મળે છે. 

5) તણાવથી બચવું અને ઈચ્છા પર નિયંત્રણ રાખવું:- તણાવમાં વ્યક્તિ વધારે ખાય છે. તેનાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે. એક્સરસાઇઝ કરવાની ઈચ્છા ઓછી થઈ શકે છે અને દારૂ પીવાની ઈચ્છા વધી શકે છે, જે સરવાળે વજન વધારે છે. કદાચ આજ કારણે ડોક્ટર તણાવ મુક્ત રહેવાની અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાની  સલાહ આપે છે.

6) હોમિયોપેથીક ઉપાય:- સ્થૂળતાથી રાહત મેળવવા અને વજન ઘટાડવા માટે તમે કેટલાક હોમિયોપેથીક ઉપાય અપનાવી શકો છો. તેના માટે તમે કોઈ એક્સપર્ટ સાથે વાત કરી શકો છો. ડોક્ટરનું માનવું છે કે આ સુરક્ષિત હોય છે અને તેની કોઈ આડ અસર પણ નથી હોતી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment