પાણીની ટાંકી, ટોયલેટ અને ઉત્તર દિશા બની હોય શકે છે તમારી ગરીબીનું મૂળ કારણ, આજે જ દુર કરો આ વસ્તુ નહિ તો જલ્દી થઈ જશો કંગાળ..

મિત્રો જયારે કોઈના કઠિનાઈ ના દિવસો શરુ થાય છે ત્યારે અનેક રીતે તેને માર પડે છે. તેમજ જયારે ગરીબીના દિવસો જવાનું નામ નથી લેતા ત્યારે તમારી દશા ખુબ જ દયનીય બની જતી હોય છે. પણ આ ખરાબ સમયમાં તમારે હિમ્મત હારવાની જરૂર નથી પણ ગરીબી દુર કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ. શારીરિક પરિશ્રમ સિવાય તમારે કેટલાક વાસ્તુદોષોને પણ દુર કરવા જોઈએ. તમારા ઘરની ગોઠવણનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. 

ઘણી વખત લાખો પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી. આવક અને ખર્ચા વચ્ચે સંતુલન ન રહેવાને કારણે માણસ ગરીબ જ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આર્થિક મોર્ચા પર માણસની ગરીબી ઘરના ખૂણામાં જ સંતાયેલી હોય છે. ઘરના ત્રણ પ્રમુખ ખૂણાને માણસની ગરીબી સાથે જોડીને જોવામાં આવે છે.1) પાણીની ટાંકી:- ઘરની છત પર ટાંકીઓને જો દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામા આવે તો ઘણું નુકસાન થાય છે. વાસ્તવમાં તે અગ્નિનું સ્થાન હોય છે અને જ્યારે અગ્નિના સ્થાને જળને રાખવામા આવે છે તો જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. સાથે જ ઘરમાં ઝઘડા, મારપીટ, વાદ-વિવાદ જેવી સમસ્યાઓ વધે છે. 

2) ટોઇલેટ:- વાસ્તુ મુજબ જો ઘરમાં ટોઇલેટ ઉત્તર-પૂર્વ દિશામાં બનેલું હોય તો માણસને પૈસાની સમસ્યા થાય છે. આ ભૂલ તમને માત્ર આર્થિક મોર્ચા પર કંગાળ જ નથી બનાવતી પરંતુ સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ પણ ઊભી કરે છે. માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ક્યારેય ટોઇલેટ બનાવવું જોઈએ નહીં. 3) ઘરની ઉત્તર દિશા:- જો તમારા ઘરની ઉત્તર દિશામાં ગંદકી રહેતી હોય, તો તે તમારી ગરીબીનું કારણ હોય શકે છે. આ દિશામાં ક્યારેય કચરો-કૂડો કે ગંદકી હોવી જોઈએ નહીં. વાસ્તવમાં ઉત્તર દિશા ભગવાન કુબેરનું સ્થાન ગણાય છે, માટે આ દિશામાંથી આવતી ઉર્જા જ તમારા જીવનની દિશા નક્કી કરે છે. 

જો તમે પણ તમારા ઘરમાં આ પ્રકારે વસ્તુની ગોઠવણ કરેલી હોય તો તમારી ભૂલને તરત જ સુધારી લો. કેમ કે, આ ત્રણ ઘરના ખૂણા જ માણસની આર્થિક કંગાળી દર્શાવે છે. તેમાં જ સંતાયેલી હોય છે ઘરની ગરીબી. આમ આ ભૂલોને સુધારીને તમે પોતાના ઘરમાં આવેલ ગરીબીને પણ દુર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment