તમારા બેડ રૂમમાં લગાવો આ સસ્તું અને પાવરફુલ AC, આવશે 3 લેમ્પ જેટલું જ લાઈટ બીલ અને મળશે જબરદસ્ત કુલિંગ… જાણીને ચોંકી જશો….

હવે ગરમી પોતાનું જોર પકડી રહી છે. ધીમેધીમે તાપમાનમાં વધારો થતો જાય છે. જેને કારણે ઘરેઘરે હવે AC થવા લાગ્યા છે. જો કે AC ની ઠંડી હવા ખુબ જ સારી લાગે છે. પરંતુ જયારે લાઈટ બીલ આવે છે ત્યારે આંખો પહોળી થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા AC વિશે વાત કરીશું જેનાથી તમારું વીજળીનું બીલ ત્રણ ગણું ઓછું આવશે.

ઉનાળમાં ઘર હોય કે ઓફીસ રૂમને ઠંડુ કરવા માટે દરેક લોકો AC નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં સૌથી મોટી મુશ્કેલી એ આવે છે કે, તેમાં લાઈટ બીલ ખુબ જ વધુ આવે છે. આથી આજે આપણે એવા AC વિશે વાત કરીશું જે ખુબ જ ઓછા ખર્ચે તમને સારો ફાયદો આપે છે.

ઠંડીની ઋતુ હવે પૂરી થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. જેને કારણે હાલ માર્ચ મહિનામાં જ બપોર થતા થતા તાપમાન 31 થી 32 ડીગ્રી થઈ જાય છે. આથી જ ઘર કે ઓફિસમાં લોકો રૂમને ઠંડુ કરવા માટે AC નો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં આવતા વધુ લાઈટ બીલને કારણે લોકો પરેશાની અનુભવે છે. પરંતુ અમે તમારી આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. આ AC ઓછા ખર્ચે સારું પરિણામ આપે છે. જે આખા રૂમને ઠંડુ કરવાની જગ્યાએ માત્ર બેડના ભાગને ઠંડું કરશે. આ AC અન્ય AC ની સરખામણીએ 60 થી 65 % લાઈટ બીલ ઓછું આપે છે. આમ ઘર અને લાઈટ બીલ બંને ઠંડુ રહે છે.

Bed AC : વાસ્તવમાં તુપીક નામની કંપની એ એક અનોખું AC તૈયાર કર્યું છે. જે માત્ર બેડના ભાગને ઠંડુ કરી શકે છે. આ AC ની ડીઝાઇન તંબુ જેવી દેખાય છે. આ તંબુ જેવું AC કોઈ સામાન્ય AC ની તુલનામાં 60 થી 65% સુધી વીજળીની બચત કરે છે. જેનાથી લાઈટ બીલ ખુબ જ ઓછું આવે છે. અને ગ્રાહકને સખ્ત ગરમીથી પણ રાહત મળે છે. આ સિવાય આ AC પર્યાવરણને પણ નુકશાન નથી કરતું.

લાઈટ બીલ અડધાથી પણ ઓછું આવે છે : આ AC ને ચલાવવા માટે માત્ર ત્રણ લેમ્પ કરવા જેટલો જ ખર્ચ થાય છે. એટલે કે 400 વોટ વીજળીમાં આ AC કામ કરવા લાગે છે. આ AC ને તમે સોલાર એનર્જીથી પણ ચલાવી શકો છો. આ AC ની સાઈઝ 11 ઇંચ લાંબી અને 18 ઇંચ પહોળી હોય છે. જેના કારણે આ AC નો ઉપયોગ કરવા માટે બેડને તંબુની આકૃતિમાં બદલાવો પડે છે. Tupik Bed AC ની સાથે સાથે તંબુ પણ ખરીદવો પડે છે. જેને તમારે પોતાના બેડ પર ફીટ કરવો પડે છે. આ તંબુ તમારા બેડને ચારેબાજુથી ઢાંકી દે છે. જેના કારણે AC બેડના ભાગને સારી રીતે ઠંડુ કરી શકે છે. જો કે આ AC નો ઉપયોગ કરવા માટે તમારે પોતાના બેડને તંબુની અંદર જ રાખવો પડશે. તેની અંદર બેસવા કે સુવાથી ઠંડી હવા મળી શકે છે.

Inverter થી પણ ચાલે છે આ AC : આ AC નો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેની હવા અને ઠંડક એક જ જગ્યાએ કેન્દ્રિત રહે છે. જેના કારણે બેડનો ભાગ હંમેશા ઠંડો રહે છે. આ સિવાય આ AC જાતે પણ લગાવી શકાય છે. જેના માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી પડતી. આ તંબુ જેવી AC ને તમે 5 એમ્પીયર વાળા સર્કીટ દ્વારા સરળતાથી ચલાવી શકો છો. આ સિવાય જયારે લાઈટ જાય ત્યારે તમે તેને 1KVA ક્ષમતા વાળા inverter ની મદદથી પણ ચલાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment