દવાના પેકેટમાંથી નીકળી આ વસ્તુ, જાણો તમારી સાથે પણ બની શકે છે આવું… શેર કરજો.

મિત્રો તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે કે કોઈ કોલ્ડ્રીંક કે અન્ય ખાવાની પેકેજિંગ વાળી વસ્તુમાંથી અન્ય પદાર્થ કે બીજું કંઈક નીકળ્યું હોય. તો આવું ઘણી વાર ન્યુઝમાં પણ આવ્યું હોય છે અને સાંભળવામાં પણ આવ્યું હોય છે. કેમ કે ઘણી વાર આવા પેકેજિંગ વાળા ખોરાકમાં અથવા પીણામાં અન્ય પદાર્થો આવી જતા હોય છે. તો તેવામાં આજે અમે તમને એવી જણાવશું જે લગભગ ક્યારેય તમે નહિ સાંભળ્યું હોય. કેમ કે અમે જે વસ્તુ વિશે તમને જણાવશું તે વસ્તુમાંથી જે નીકળ્યું તે ખુબ જ ઘટક પણ સાબિત થઇ શકે તેવું હતું. તો ચાલો જાણીએ.

મિત્રો આ ઘટના તમિલનાડુ રાજ્યની છે. તમિલનાડુમાં કોઇમ્બતુરમાં એક ખુબ ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. આપણે બધાએ એ સાંભળ્યું હશે કે ખાવાની વસ્તુઓમાં કંઈક અન્ય પદાર્થ નીકળે પરંતુ અહિયાં એક દવાની અંદરથી ધાતુ મળી. તો આ બાબત ખુબ જ ગંભીર કહેવાય. કેમ કે જો ધાતુ હોય અને તે ભૂલથી આપણા પેટમાં જતી રહે તો ઘણી સમસ્યાનો સામનો આપણે કરવો પડી શકે. તો ચાલો જાણીએ કેવી રીતે બની આ ઘટના તે જાણીએ.

તામિલનાડુના કોઇમ્બતુરમાં એક મુસ્તફા નામના શખ્સને દાંતમાં ખુબ જ દુઃખાવો થતો હતો. તે દર્દ વધવાને કારણે તે દાંતના દુખવામાં રાહત મળે તેવી દવા લેવા માટે ગયો. મુસ્તફાએ દવાની દુકાનમાંથી દવા લીધી અને તેના ઘરે આવ્યો. તરત જ ઘરે પહોંચીને તેણે ખાવા માટે ખોલી. પરંતુ એ જ સમયે જેવું મુસ્તફાએ ટેબલેટ્સ પરથી રેપર હટાવ્યું કે તરત જ ધાતુનો તાર મળ્યો. જેને જોઇને મુસ્તફા પણ ખુબ જ દંગ રહી ગયો.

પરંતુ મુસ્તફાએ એ દવા ન ખાધી અને તરત જ તે દવાને લઈને જ્યાંથી દવાને ખરીદી હતી ત્યાં દવા પાછી આપવા ગયો. પરંતુ દવા પરત કરતા બાદ તેણે આ બાબતની સુચના સ્વાસ્થ્ય વિભાગને પણ આપી. પરંતુ હવે મુસ્તફા જે લોકોને રોગ હોય તેવા લોકો સાથે મળીને દવાના નામ પર જે ખિલવાડ થઇ રહ્યો છે તેના વિરુદ્ધ ફરિયાદ અને કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે.  આખી વિગત જોઈએ તો મુસ્તફાને દાંતમાં ખુબ જ દર્દ થઇ રહ્યો હતો. જેનાથી નિજાત મેળવવા માટે દવા લેવાનું નક્કી કર્યું. અને દવા લેવા માટે દવાની દુકાને પહોંચ્યો. ત્યાં મુસ્તફાએ દવા માંગતા દુકાનદારે તેને ઓફ્લોક્સાસીન ટેબ્લેટ આપવામાં આવી. જે મુસ્તફાએ પોતાના ઘરે લઈને લાવ્યો. તેને જેવું ટેબ્લેટબુ રેપર ખોલ્યું કે તરત જ તેમાં સામે ધાતુનો તાર દેખાયો. જે ખુબ જ આશ્વર્યની બાબત કહેવાય.

આગળ પણ જણાવ્યું કે મુસ્તફાએ એ દવાને મેડીકલમાં પરત કરી દીધી અને તેની ફરિયાદ ફાર્માસિસ્ટ અને સ્વાસ્થ્ય વિભાગને કરી દીધી. પરંતુ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ મુદ્દા પર અમે શિકાયત દર્જ કરશું.  તો મિત્રો અંતમાં અમે એટલું જ કહેશું કે કોઈ પણ દવા લો તેને પેકેટને ચેક કરો, ખાસ વાત તો કે દવાની અંતિમ તિથી પસાર ન થઇ ગઈ હોય તેનું ખાસ ધ્યાન રાખાવનું. કોઈ દવા ખરીદો ત્યારે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment