શાક બનાવતા સમયે ગરમ મસાલો વધુ પડી જાય તો ઉમેરી દો આ એક વસ્તુ, ગરમ મસાલાના પ્રભાવને ઓછો કરીને શાકને બનાવી દેશે એકદમ સ્વાદિષ્ટ અને લઝીઝ…

મિત્રો આજકાલ દરેક લોકોને કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે. આથી જ તમે પણ શાકનો ટેસ્ટ સારો બનાવવા માટે તેમાં ગરમ મસાલો નાખતા હશો. પરંતુ ઘણી વખત આપણે કોઈ કારણસર શાકભાજીમાં વધુ ગરમ મસાલો નાખી દઈએ છીએ, તો તેનો ટેસ્ટ બગડી જતો હોય છે. આવા સમયે દરેક ગૃહિણી વિચારે છે કે, હવે શું કરવું ? જો તમે પણ આવી જ મુંઝવણ અનુભવતા હોવ તો ચિંતા ન કરો, અને આ લેખને એક વખત જરૂરથી વાંચો, તમને ઘણી મદદ મળશે.

રસોઈ બનાવતી વખતે તેમાં નાની નાની ભૂલો થતી રહેતી હોય છે. ઘણી વખત આવી ભૂલોને કારણે ભોજનનો સ્વાદ પણ બગડી જતો હોય છે. ક્યારેક રસોઈમાં વધારે મીઠું, હળદર કે પછી મરચું પાવડર પડી જતો હોય છે. ઘણી વખત જલ્દી જલ્દીમાં ગરમ મસાલો પણ વધુ પડી જતો હોય છે, જેના કારણે રસોઈનો સ્વાદ પણ બગડી જતો હોય છે. એવામાં શાકભાજીમાં વધારે ગરમ મસાલો પડી જાય તો શું કરવું ? તેના વિશે તમને ખબર ન હોય તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ. કારણ કે આ લેખમાં અમે તમને જણાવશું કે, શાકભાજીમાં જો વધારે ગરમ મસાલો પડી જાય તો શું કરવું જોઈએ.

શાકભાજીમાં વધારે ગરમ મસાલો પડી જાય તો શું થાય છે ? : 1 ) જો શાકમાં વધારે ગરમ મસાલો પડી જાય તો તેનો ટેસ્ટ કડવો લાગે છે અને ક્યારેક ક્યારેક ખાટો પણ લાગે છે. જેના કારણે રસોઈ ખરાબ થઈ જાય છે અને ફેંકી દેવી પડે છે.

2 ) ગરમ મસાલાનું કામ શાકભાજીને ટેસ્ટી બનાવવાનું હોય છે. જો તેનો પાવડર શાકમાં વધુ પડી જાય તો તે ખાવાનું મન નથી થતું અને તેનો રંગ પણ બદલાઈ જાય છે. આવા ખરાબ સ્વાદને કારણે ઘણી વખત પેટમાં પણ ગડબડ થઈ જાય છે.

3 ) જો શાકમાં વધારે ગરમ મસાલો પડ્યા પછી પણ તેને ભોજનમાં સમાવેશ કરવામાં આવે તો તેનાથી પેટ ખરાબ થવાનો પણ ભય રહે છે. ઘણી વખત પેટની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

ગરમ મસાલાનો ટેસ્ટ ઓછો કરવાની ટિપ્સ : 1 ) જો ચિકન બનાવતી વખતે તેમાં વધારે ગરમ મસાલો પડી જાય તો, તમે તેના ટેસ્ટને સુધારવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે દહીંને સરખી રીતે ફેંટીને ચિકનમાં મિક્સ કરી દો. અને થોડી વાર ગેસ પર રાખ્યા પછી ગેસ બંધ કરી દો. તેમાં ગરમ મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને જો તમે દહીં ચિકન ખાવાના શોખીન હોય તો વધારે સારું રહેશે.

2 ) જો તમે પનીરનું શાક બનાવ્યું છે અને તેમાં વધારે ગરમ મસાલો પડી ગયો હોય તો, તમે તેના ટેસ્ટને સરળતાથી સુધારી શકો છો. આ માટે એક બે કપ મલાઈ નાખીને સરખી રીતે મિક્સ કરી શકો છો. તમને જણાવી દઈએ કે મલાઈ નાખવાથી પનીરનો સ્વાદ પણ બેસ્ટ થઈ જાય છે. આ સિવાય પનીરમાંથી કડવાશ પણ દૂર થઈ શકે છે.

3 ) જો તમે ગ્રેવી વાળી કોઈ બીજી સબ્જી બનાવી હોય અને તેમાં ગરમ મસાલો વધારે પડી ગયો હોય તો, તે કડવાશને દૂર કરવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક કપ પાણીમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને સબજીમાં સરખી રીતે મિક્સ કરી દો. પછી થોડી વાર સબજીને ગેસ પર ગરમ કર્યા પછી બંધ કરી દો.

4 ) ગરમ મસાલાનો ટેસ્ટ ઘટાડવા માટે તમે કાજુ કે બદામના પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે, ઘણા લોકો આના માટે દૂધનો પણ ઉપયોગ કરે છે. તેનાથી પણ ગરમ મસાલાની કડવાશ દૂર થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment