ખાવાની આ 6 વસ્તુ એક્સપાયરી ડેટ જતી રહે તો પણ ખરાબ નથી થતી, જાણો કેટલા દિવસ સુધી કરી શકો છો સેવન…

મિત્રો તમે જે પણ વસ્તુઓ બજારમાંથી ખરીદો છે તેને લેતા પહેલા તમે જે તે વસ્તુની પેકિંગ તારીખ અને અંતિમતારીખ જરૂર જુઓ છો. અને જયારે કોઈ વસ્તુની અંતિમ તારીખ જતી રહે ત્યારે આપણે સ્વાભાવિક રીતે તે વસ્તુ ફેકી દઈએ છીએ. પણ અમુક વસ્તુઓ તેની અંતિમ તારીખ પછી પણ સારી રહે છે આથી તમે તેનો ઉપયોગ કરી શકો છો.  

દરેક ખાવાની વસ્તુઓની એક નિશ્ચિત શેલ્ફ લાઈફ હોય છે કે તેને ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય છે અને સુરક્ષિત રૂપથી ખાઈ શકાય છે. માર્કેટથી જો કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો તેના પેકેજિંગ પર એક્સપાઇરી ડેટ લખેલી હોય છે. મોટા ભાગના લોકો માને છે કે, પેકેજિંગ પર લખેલી તારીખ પછી તરત જ ખોરાક ખરાબ થઈ જાય છે. એક રિપોર્ટ મુજબ, એક્સપાઇરી ડેટ માત્ર ગાઈડલાઇનના રૂપમાં હોય છે. અમુક પ્રોડક્ટસ એક્સપાઇરી ડેટ વાળા દિવસે ખરાબ થતાં નથી અને અમુક વસ્તુઓને એક્સપાઇરી ડેટ પછી પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તે વસ્તુઓ કઈ છે? તેના વિષે પણ જાણી લો. 1 ) ઈંડા :- ઇંડાની કેરેટ કે પેકેજ પર કોઈ પણ એક્સપાઇરી ડેટ લખેલી હોય પરંતુ ઈંડા ખરીદ્યા પછીની તારીખથી ટીઆરએન થી પાંચ અઠવાડીયા સુધી સરળતાથી તેને ઉપયોગમાં લઈ શકાય છે. ફૂડ સેફ્ટી અને સેનિટેશન એક્સપર્ટના મત મુજબ, ઈંડા પર લખેલી એક્સપાઇરી ડેટ પરથી તે જાણી શકાય છે કે, ઈંડા કેટલા ફ્રેશ છે. જોકે બાફેલા ઈંડા જલ્દી ખરાબ થઈ જાય છે અને જો તેને ફ્રીજમાં રાખવામા આવે તો અઠવાડીયા સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે. જો તમને લાગતું હોય કે, ઈંડા ખરાબ થઈ ગયા છે તો તે માટે તેનો પાણીમાં ટેસ્ટ કરવો. જો ઈંડું પાણીમાં તરે તો તેને જૂનું થઈ ગયેલું ગણવામાં આવે છે. એવામાં એની ગંધથી ખબર પડી શકે છે કે, તે ઉપયોગને લાયક છે કે નહીં. 

2 ) દૂધ :- એક્સપર્ટનું માનવું છે કે, કોઇ પણ પેકેજ્ડ દૂધ એક્સપાઇરી ડેટના એક અઠવાડીયા પછી પણ ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ તે જોવું જરૂરી છે કે, દૂધમાં ફૈટની માત્રા કેટલી છે? ફૈટ વગરનું દૂધ સાતથી દસ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તેમ જ ફૂલ ફૈટ વાળા દૂધને એક્સપાઇરી ડેટથી પાંચ થી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. 

નોન-ડેરી દૂધને એક્સપાઇરી ડેટ પછી એક મહિના સુધી પ્રયોગમાં લઈ શકાય છે. જો દૂધ ખરાબ થઈ જાય છે તો તે ઘાટું થઈ જાય છે અને ખાટી સ્મેલ આવવા લાગે છે. 3 ) બ્રેડ:- કાનાડામાં રહેતી અને બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ રજિસ્ટર્ડ ડાયેટિશિયન મેગન વોંગ મુજબ, પેકેજ્ડ બ્રેડ સામાન્ય રીતે એક્સપાઇરી ડેટથી પાંચ થી સાત દિવસમાં તે સમયે પ્રયોગમાં લઈ શકાય છે, જ્યારે રૂમનું તાપમાન સામાન્ય હોય અને બ્રેડ ઠંડી હોય, સૂકી જગ્યા પર રાખેલ હોય. જો તમે બ્રેડને એક્સપાઇરી ડેટ પછી પણ ઉપયોગમાં લેવા માંગતા હોય તો, તેને ફ્રીજમાં પણ રાખી શકો છો. તેનાથી બ્રેડ ઓછામાં ઓછું ત્રણ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે.

4 ) પાસ્તા :- સૂકા પાસ્તાના પેકેટ પર એક્સપાઇરી ડેટ પછી બે વર્ષ સુધી ખાઈ શકાય છે અને સુપર માર્કેટના રેફ્રીજરેટર રાખેલ કાચા પાસ્તા સામાન્ય રીતે માત્ર એક્સપાઇરી ડેટ થી ચાર થી પાંચ દિવસ ઉપયોગમાં લઈ શકાય છે.

5 ) પનીર:- મોટા ભાગે પનીરની એક્સપાઇરી ડેટ હોતી નથી. વાસ્તવમાં અમુક પનીરની કિનારી પર લીલા રંગની ફૂગ લાગી જાય છે. જો પનીર પર ફૂગ લાગી જાય તો, તે ભાગને કાપીને અલગ રાખી દેવો, પનીર ફરીથી ઉપયોગમાં લેવા લાયક થઈ જાય છે. 

6 ) કાચું મીટ, ચિકન અને માછલી :- નોર્મલ ફ્રીજમાં કાચું માસ અને ચિકન થોડા દિવસ સુધી જ ચાલી શકે છે પરંતુ જો ફ્રિજરમાં સ્ટોર કરવામાં આવે તો, તે વધુ સમય સુધી ચાલી શકે છે. ફ્રોજન ગ્રાઉંડ મીટ, ફ્રિજરમાં ત્રણ ચાર મહિના સુધી રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment