મફતમાં મળી રહેતી આ ઔષધી ખરતા અને સફેદ વાળ માટે છે કાળ સમાન, જાણો ઉપયોગની રીત વાળ થઈ જશે એકદમ સીધા, કાળા અને ચમકદાર…

આજની ખાણીપીણી અને જીવનશૈલીના કારણે આપણા વાળને લગતી અનેક સમસ્યાઓ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તમે આમલીના પાનનો ઉપયોગ કરી શકો છો. વાળ માટે આમલીના પાન ઘણા ફાયદાકારક છે. તેના ઉપયોગથી તમે વાળનો ગ્રોથ પણ વધારી શકો છો. સાથે જ આ વાળમાંથી ડેન્ડ્રફ અને બેક્ટેરિયલ સમસ્યાઓને દૂર કરી શકે છે. આજે આપણે આ લેખ દ્વારા આમલીના પાનના ફાયદા વિશે જાણીશું.

વાળમાં આમલીના પાનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? : આમલીના પાનનો ઉપયોગ કરવા માટે તેનું પાણી બનાવવું બનાવવું જોઈએ. જેમાં આમલીના પાન ½ કપ અને પાણી – 5 ગ્લાસ.

રીત : પાણીને સરસ રીતે ઉકાળી લો હવે તેમાં આંબલીના પાનને નાખી દો. થોડીવાર માટે ઠંડુ થવા માટે છોડી દો. ત્યારબાદ આ પાણીથી તમારા વાળને ધોવો તેનાથી વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.

હેર માસ્કના રૂપમાં કરો આમલીના પાનનો ઉપયોગ : વાળને ખરતા રોકવા અને વાળને મજબૂતી આપવા માટે આમલીના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે આંબલીના પાનને પીસી લો હવે તેમાં થોડું દહીં મિક્સ કરીને તમારા વાળ પર લગાવો. થોડીવાર માટે વાળની સરસ રીતે મસાજ કરો અને ગરમ રૂમાલથી 15 મિનિટ સુધી લપેટી દો. ત્યારબાદ સાદા પાણીથી વાળને ધોઈ લો. તેનાથી ખરતા અને નિર્જીવ વાળની સમસ્યા દૂર થશે.

1) ખરતા વાળની સમસ્યા : આમલીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે. જે ખરતા અને તૂટતા વાળની સમસ્યાને દૂર કરી શકે છે સાથે જ આ તમારા વાળને અંદરથી મજબૂત બનાવે છે.

2) સફેદ વાળની સમસ્યા : આમલીના પાનના ઉપયોગથી સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળે છે. તેમાં કુદરતી રીતે જ કલરિંગ એજન્ટ ઉપલબ્ધ હોય છે, જે સફેદ વાળની સમસ્યાને દૂર કરી શકે છે સાથે જ તેનાથી તમારા વાળની ચમક પણ પાછી આવી જાય છે.

3) વાળની ચમક : આમલીના પાનમાં હાજર ગુણ તમારા વાળની ચમકને જાળવી રાખે છે. તેના માટે આમલીના પાનના રસમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ માસ્કને તમારા વાળમાં લગાવો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા વાળની ચમક વધી જશે.

4) વાળ રાખે સ્ટ્રેટ : આમલીના પાનમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ્સ ઉપલબ્ધ હોય છે. આ તમારા વાળની ગુણવત્તાને વધારે છે સાથે જ આમલીના પાનથી તમારા વાળ સ્ટ્રેટ થઈ શકે છે. વાળને સ્ટ્રેટ કરવા માટે આમલીના પાનમાં ચોખાનું પાણી મિક્સ કરી લો. હવે આને તમે તમારા વાળ પર લગાવો તેનાથી તમારા વાળ સ્ટ્રેટ થશે.

આમલીના પાનથી વાળની ચમક વધે છે સાથે જ આ તમારા વાળની ખરવાની અને તૂટવાની પરેશાની દૂર કરી શકે છે. પરંતુ ધ્યાન રાખવું કે, જો તમને આમલીથી એલર્જી હોય તો આને તમારા વાળ પર ન લગાવો, તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment