જો કે તમે જાણતા હશો કે દરેક ડ્રાયફ્રુટ આપણા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો આપણા સ્વાસ્થ્યને અનેક રીતે પોષણ પૂરું પાડે છે. આજે અમે તમને કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને મિક્સ કરીને ખાવાથી થાતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.
સુકામેવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ પણ ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપે છે. ડ્રાયફ્રુટ્સ ઘણા પ્રકારના હોય છે. તે પોષક તત્વો થી ભરપુર હોય છે. આપણે સૌ બદામ, કિશમિશ, કાજુ, અખરોટ, અંજીર વગેરેને પોતાની ડાયટમાં સામેલ પણ કરીએ છીએ. પણ ઘણા એવા ડ્રાયફ્રુટ પણ છે જેને એકસાથે લેવાથી શરીરને અનેક લાભ મળે છે. કાજુ, બદામ, પીસ્તા અને અખરોટ એકસાથે લેવાથી આપણને બધા જ પોષક તત્વો મળી શકે છે. તમને આખો દિવસ ઉર્જાનો અનુભવ થાય છે. થાક દુર થાય છે અને બીમારીઓ સામે રક્ષણ મળે છે. કાજુ, બદામ, પીસ્તા અને અખરોટ માં રહેલ પોષક તત્વો:- કાજુમાં કેલરી, હેલ્દી ફેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, આયરન, વિટામીન બી6, અને મેગ્નેશિયમ મળે છે. બદામમાં ફાઈબર, પ્રોટીન, વિટામીન ઈ, મેગ્નેશિયમ, મેગ્નીજ, તાંબુ, અને ફોસ્ફરસ મળે છે. પીસ્તામાં કેલોરીજ, પોટેશિયમ, કર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન સી, કેલ્શિયમ, આયરન, વિટામીન બી 6, અને મેગ્નેશિયમ, સારા પ્રમાણમાં રહેલ છે. અખરોટમાં હેલ્દી ફેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ડાઈટરી ફાઈબર, પ્રોટીન, વિટામીન સી,કેલ્શિયમ, આયરન, વિટામીન બી6, અને મેગ્નેશિયમ રહેલ છે.
કાજુ, બદામ, પીસ્તા અને અખરોટ ખાવાથી મળતા ફાયદાઓ:- ડ્રાયફ્રુટમાં પોટેશિયમનું સારું એવું પ્રમાણ હોય છે આથી તે હૃદય સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સુકામેવામાં ફાઈબર મળે છે. જે ભોજન પચાવવામાં આંતરડાની મદદ કરે છે. મળને નરમ બનાવે છે અને મળ ત્યાગને સરળ બનાવે છે. કાજુ, પીસ્તા અને અખરોટમાં આયરન રહેલ છે. તેના સેવનથી એનીમિયાને દુર કરી શકાય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે. કાજુ, પીસ્તા અને અખરોટમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. આ બધાને એકસાથે ખાવાથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધે છે. બદામમાં વિટામીન ઈ હોય છે. તે ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી વિટામીન હોય છે. કાજુ, બદામ, પીસ્તા અને અખરોટમાં પ્રોટીન વધુ હોય છે. આથી તેને ખાવાથી શરીરની માંસપેશીઓ મજબુત બને છે. અને માંસપેશીઓ નું નિર્માણ પણ થાય છે. કાજુ, પીસ્તા, અખરોટમાં વિટામીન બી6 પણ હોય છે. તે વિટામીન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. તે રક્તવાહિકાઓને સ્વસ્થ બનાવે છે. મુડ ને સારો બનાવે છે. સાથે હાડકાઓને મજબુત બનાવે છે.
કાજુ, બદામ, પીસ્તા અને અખરોટને કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ:- ડ્રાયફ્રુટ નું સેવન હંમેશા સીમિત માત્રામાં કરવું જોઈએ. તમે 3-5 બદામ, 2-3 કાજુ, 1-2 પીસ્તા, અને 1 અખરોટ નું સેવન કરી શકો છો. દરરોજ આટલા પ્રમાણમાં ડ્રાયફ્રુટ ખાવાથી તમે હમેશા ફીટ અને હેલ્દી રહેશો. શરીર બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરે છે. કાજુ,બદામ, પીસ્તા અને અખરોટ ખાવાનો સાચો સમય:- ડ્રાયફ્રુટ્સ ખાવાનો સૌથી સાચો સમય સવારનો હોય છે. તમે સવારે ખાલી પેટ કાજુ, બદામ, પીસ્તા અને અખરોટ ખાઈ શકો છો. તેનાથી તમને આખો દિવસ ઉર્જા મળે છે. કમજોરી અને થાક પણ દુર થાય છે.
કાજુ, બદામ, પીસ્તા અને અખરોટને કઈ રીતે ખાવા જોઈએ:- ડ્રાયફ્રુટને હંમેશા પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. આથી તમે રાત્રે ડ્રાયફ્રુટને પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને તેની છાલ કાઢી લો. તેનાથી ડ્રાયફ્રુટની ગરમ તાસીર સામાન્ય થઇ જાય છે. બદામ અને અખરોટ ને જરૂર પલાળીને ખાવા જોઈએ. કારણ કે બદામની છાલ તેના પોષક તત્વો ને અવશોષિત કરવા નથી દેતા. આથી છાલ કાઢીને જ ખાવી જોઈએ.
તમે પણ પોતાની ડાયટમાં કાજુ, બદામ, પીસ્તા અને અખરોટ સામેલ કરી શકો છો. પણ તમને આમાંથી કોઈપણ ડ્રાયફ્રુટથી એલર્જી છે તો તેનું સેવન ન કરો.સાથે જ પિત્ત પ્રકૃતિના લોકોએ કાજુ, પીસ્તા, નું સેવન કરવાથી બચવું જોઈએ. બદામ અને અખરોટ પલાળીને ખાવા જોઈએ. તેનાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેમજ અનેક રોગો સામે લડવાની ક્ષમતા પણ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી