ધ્યાનમાં બદલાય જશે ઊંઘ.. સુતા પહેલા કરો આ ઉપાય… જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકશો… જાણો આ ઉપાય વિશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ધ્યાનમાં બદલાય જશે ઊંઘ.. સુતા પહેલા કરો આ ઉપાય.. જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકશો

મિત્રો તમે ધ્યાન વિશે તો સાંભળ્યું જ હશે કે ધ્યાનથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે. પ્રાચીન સમયમાં ઋષિ મુનીઓ ધ્યાનનો અભ્યાસ કરીને ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરતા હતા. તો મિત્રો ધ્યાનથી આપણી બુદ્ધિ અને એકાગ્રતાનો વિકાસ તો થાય છે પરંતુ તે આપણને લક્ષ્ય પ્રત્યે સતત પ્રેરણા પણ આપે છે.

પરંતુ આજના સમયમાં ધ્યાન કરવાનો કોઈને સમય રહેતો નથી તેમજ કોઈ ધ્યાન કરવા બેસે છે તો તે તેટલું અસરકારક ધ્યાન નથી કરી શકતા. તો આજે અમે તેના માટે એક ખુબ જ સુંદર વિકલ્પ લઈને આવ્યા છીએ કે કંઈ રીતે તમે તમારી ઊંઘને તમે ધ્યાનમાં પરિવર્તિત કરીને નવી શક્તિઓ અને ઉર્જાને પ્રાપ્ત કરી શકો છો.

મિત્રો આજે અમે તમને એક ખાસ ટેકનીક જણાવવા જઈ રહ્યા છીએ કે જે ટેકનીક દ્વારા તમે તમારી ઊંઘનો પણ પુરેપુરો ફાયદો લઈને તમારા સપનાઓ સાકાર કરી શકો છો. આ ટેકનીક દ્વારા તમે તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરવા માટે સક્ષમ બની શકો છો અને આ ટેકનીકની ખાસિયત એ છે કે તેના માટે તમારે કોઈ એક્સ્ટ્રા સમય કાઢવાની જરૂર નથી. તમે તમારી ઊંઘ દરમિયાન આ ટેકનીકનો પ્રયોગ કરી શકો છો અને આ ટેકનીક કોઈ પણ વ્યક્તિ ખુબ જ સરળતાથી અપનાવી શકે છે.

મિત્રો આ ટેકનીકનો પ્રયોગ તમારે રાત્રે સુતા હોય અને થોડી જ વારમાં તમને ઊંઘ આવી જવાની હોય ત્યારે કરવાનો છે. ત્યારે તમારે તમારી આંખો બંધ કરવાની છે અને સાંભવી મુદ્રામાં આવી જવાનું છે. સાંભવી મુદ્રા એટલે કે આંખને બંધ કરી આંખને અંદરથી ઉપરની તરફ લઇ જવાની છે કે જ્યાં ત્રીજી આંખ છે. આંખને વધારે ખેંચવાની પણ નથી તમારી ક્ષમતા મુજબ ધીમે ધીમે ઉપર લઇ જવાની છે અને તમારું ધ્યાન ત્રીજી આંખ જે આપણા શરીરનું મુખ્ય ચક્ર ગણવામાં આવે છે ત્યાં મગજને કેન્દ્રિત કરવાનું છે.

સાંભવી મુદ્રામાં આવ્યા બાદ તમારે તમારી જે પણ ઈચ્છા હોય તેને મનમાં બોલતા રહેવાની છે અને બોલતા બોલતા જ તમને ઊંઘ આવી જશે. ઊંઘ આવ્યા બાદ તમારી ઈચ્છા કોન્સીયસ માઈન્ડમાંથી સબ કોન્સીયસમાં જતી રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે કોન્સીયસ માઈન્ડ કરતા સબ કોન્સીયસ માઈન્ડ ખુબ જ શક્તિશાળી હોય છે. એક વખત તેમાં જે વાત પહોંચી જાય છે તે પ્રાપ્ત થઇને જ રહે છે.

આ ટેકનીકમાં એક ખાસ વાત યાદ રાખવાની છે કે તમારે 21 દિવસ સુધી સતત એક જ ઈચ્છા રાખવાની છે. નહિ તો તમારું સબ કોન્સીયસ માઈન્ડ કંઈ ઈચ્છા પૂર્ણ કરવી તે નક્કી નહિ કરી શકે અને તમારો પ્રયત્ન નિષ્ફળ જશે.

મિત્રો હવે આ ટેકનીકના પ્રયોગથી બીજા અલૌકિક ફાયદાઓ પણ થાય છે. આ ટેકનીક દ્વારા તમારી આંતરિક શક્તિઓ વધે છે. આપણી ત્રીજી આંખ એટલે કે મુખ્ય ચક્ર પ્રભાવિત થાય છે જેના કારણે બ્રહ્માંડની શક્તિઓ આપણી અંદર પ્રવાહિત થાય છે. તે આપણી શક્તિને બમણી કરે છે. આ ટેકનીકનો પ્રયોગ કરવાથી રાત્રે દિવ્ય શક્તિઓ તમારા શરીરના સંપર્કમાં આવશે. જેથી તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે. આ ઉપરાંત જાણતા અજાણતા એસ્ટ્રલ ટ્રાવેલ પણ કરી શકો છો એટલે કે તમે શરીરની બહાર પણ  નીકળી શકો છો.

આ આખો પ્રયોગ તમારી ઊંઘ દ્વારા જ થશે અને તમે સવારે એક ઉર્જા સાથે પોતાની અંદર શક્તિઓનો અહેસાસ કરી શકશો. એટલા માટે આ પ્રયોગ કરવાથી તમારી ઈચ્છા શક્તિ પણ ખુબ જ બળવાન બનશે. તેથી તમે જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકશો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

 

 

 

 

1 thought on “ધ્યાનમાં બદલાય જશે ઊંઘ.. સુતા પહેલા કરો આ ઉપાય… જે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકશો… જાણો આ ઉપાય વિશે.”

Leave a Comment