સિઝેરિયન ડીલેવરીનું કાળું સત્ય, જે ડોકટરો પણ તમને નથી જણાવતા…. આ રીતે બનાવે છે લોકોને મુર્ખ…

સિઝેરિયન ડીલેવરીનું કાળું સત્ય, જે ડોકટરો પણ તમને નથી જણાવતા…. આ રીતે બનાવે છે લોકોને મુર્ખ…

નવ મહિના સુધી એક ગર્ભવતી મહિલા દર્દ સહન કરે છે અને નવ મહિના બાદ બાળકના જન્મ વખતે સિઝેરિયન ડીલેવરી કરવામાં આવે તો ગર્ભવતી મહિલા માટે તે વધારે કષ્ટદાયી સાબિત થાય છે. આ પરિસ્થિતિમાં એ સવાલ થાય કે જે દેશમાં દર એક મિનીટે 25 બાળકો જન્મે છે. તે દેશમાં આખરે સિઝેરિયન ડીલેવરીનું પ્રમાણ કેમ વધારે છે. તો આજે અમે તમને જણાવશું કે આખરે નોર્મલ અને સિઝેરિયન ડીલેવરી પાછળનું સત્ય શું છે.

હકીકતમાં વધારે પડતા સિઝેરિયન કેસની પાછળ અમુક લાલચી ડોક્ટર પોતાનો તેમજ તેમની હોસ્પિટલોનો ફાયદો કરાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરે છે. નેશનલ ફેમેલી હેલ્થ સર્વે અનુસાર સરકારી હોસ્પીટલમાં 10 % સિઝેરિયન ડીલેવરી થાય છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પીટલમાં 31.1 % સિઝેરિયન ડીલેવરી થાય છે. હવે આપણા મનમાં એ સવાલ થાય તે સ્વાભાવિક છે કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલો કરતા ત્રણ ગણી સિઝેરિયન ડીલેવરી શા માટે થાય છે ?

મિત્રો સામાન્ય રીતે ગર્ભવતી માતા અને તેનું પરિવાર એવું જ ઈચ્છાતા હોય કે બાળકની ડીલેવરી નોર્મલ થાય. પરંતુ કોઈ કારણોસર બાળક કે માતાની જિંદગી પર જોખમ ઉભું થાય ત્યારે સિઝેરિયન ડીલેવરી કરાવવી પડતી હોય છે. પરંતુ અમુક કેસમાં સિઝેરિયન ડીલેવરીનું  સત્ય જાણીને તમે ચોંકી જશો.

મિત્રો તમને સિઝેરિયન ડીલેવરીના આંકડા પણ જણાવી દઈએ જેથી તમને આ બાબત સમજવામાં વધારે સરળતા રહે. ભારત દેશમાં દર વર્ષે 2.7 કરોડ બાળકો જન્મ લે છે. તેમાંથી 17.2 % બાળકો સિઝેરિયન ડીલેવરી દ્વારા જન્મે છે. આ રીતે દર વર્ષે 46 લાખ 44 હજાર બાળકો સિઝેરિયન ડીલેવરીની મદદથી જન્મ લે છે.

મિત્રો હવે સિઝેરિયન ડીલેવરીના ખર્ચની વાત કરીએ તો દરેક સિઝેરિયન ડીલેવરીમાં લગભગ 50 હજારની આસપાસ ખર્ચો થાય છે. તો આ ગણતરી જો કરીએ તો પ્રાઈવેટ હોસ્પિટલો દર વર્ષે સિઝેરિયન ડીલેવરી કરાવીને 23,220 કરોડ રૂપિયા કમાઈ છે. મિત્રો આ તો પ્રાઈવેટ હોસ્પિટલોના ફાયદાનું સત્ય હતું. હવે એ પણ જાણી લઈએ કે સિઝેરિયન ડીલેવરી દ્વારા થતા દર્દીઓને થનારા નુકસાન વિશે.

સિઝેરિયન ડીલેવરી દરમિયાન વધારે બ્લીડીંગ થઇ શકે છે જેના કારણે ઇન્ફેક્સન પણ લાગી શકે છે. સિઝેરિયન ડીલેવરી બાદ એવું પણ રિસ્ક રહે છે કે બીજી ડીલેવરી પણ સીઝેરીયન દ્વારા જ કરાવવી પડે. મતલબ આ વાતને આપણે ધ્યાનથી સમજીએ તો આ રીતે અમુક પ્રાઈવેટ હોસ્પિટલો એક વાર સિઝેરિયન ડીલેવરી કરાવીને બીજી સિઝેરિયન ડીલેવરી માટેનું માર્કેટ પણ તૈયાર કરી લેતા હોય છે.

એ વાત પર કોઈ શંકા નથી કે સિઝેરિયન ડીલેવરીમાં  કોમ્પ્લીકેશન વધારે હોય છે. એટલું જ નહિ એનેસ્થેસિયા કોમ્પ્લીકેશન પણ હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2010 સુધી દેશમાં માત્ર 8.5 % સિઝેરિયન ડીલેવરી થતી હતી જેમાં સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

આ આંકડો 2015-16 માં વધીને 17.2 % થઇ ગયો છે જે ખુબ વધારે છે. એક રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે નોર્મલ ડીલેવરી દ્વારા જન્મેલ બાળકો વધારે તંદુરસ્ત હોય છે. સિઝેરિયન ડીલેવરી દ્વારા જન્મતા બાળકોમાં જાડાપણું, એલર્જી અને ટાઈપ વન ડાયાબીટીશ થવાનું જોખમ વધારે રહે છે.

મિત્રો એવું નથી કે દરેક પ્રાઈવેટ હોસ્પીટલમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય સાથે છેડા કરીને સિઝેરિયન ડીલેવરી કરાવવામાં આવે છે. પરંતુ ઘણા કેસોમાં એવું બની રહ્યું છે જ્યાં ડોક્ટર માતા અને બાળકને એવી દવાનો ડોઝ કે કોઈ અન્ય રીતે ગર્ભવતી માતા અને બાળક સાથે છેડા કરીને પોતાના સ્વાર્થ માટે સિઝેરિયન ડીલેવરી કરાવતા હોય છે. તો ખાસ તો દરેક લોકોને એ જણાવવાનું છે કે આવા કોઈ લાલચી ડોક્ટર કે હોસ્પીટલથી બચીને રહેવું.. દરેક ડોક્ટર લાલચી હોય એવું પણ નથી અમુક સારા ડોક્ટર પણ હોય છે..  વધુમાં વધુ આર્ટીકલ શેર જરૂર કરજો..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

2 thoughts on “સિઝેરિયન ડીલેવરીનું કાળું સત્ય, જે ડોકટરો પણ તમને નથી જણાવતા…. આ રીતે બનાવે છે લોકોને મુર્ખ…”

Leave a Comment