જો તમે ઈચ્છો છો કે તમારી યાદશક્તિ સારી રહે અને મગજ પણ તેજ ચાલે તો આ લેખ તમારા માટે કામની છે. ડાયેટ એક્સપર્ટની માનીએ તો ઘણી વખત ડાયેટ ઠીક રીતે ન હોય તો પણ યાદશક્તિ કમજોર થવા લાગે છે. આથી આ લેખમાં અમે તમને એવી માહિતી આપીશું, જેના દ્વારા તમે નબળી યાદશક્તિથી રાહત મેળવી શકો છો. વિશેષ રૂપે લીલી શાકભાજી મસ્તિષ્કની સારી સુરક્ષા કરે છે. સુકો મેવો, બીજ અને સબ્જીઓ, સેમ અને મસુર પણ સારું બ્રેઈન ફ્રુડ છે.
ડાયટીશીયન કહેવા અનુસાર મસ્તિષ્કને વધારે એનર્જીની જરૂરત હોય છે, કારણ કે આ શરીરની કેલરીનો ઉપયોગ કરે છે. તમારા માનસીક સ્વાસ્થ્યને વધારવા માટે તમારે ભરપુર માત્રામાં ફળ અને લીલા શાકભજી ખાવાની સાથે ઓમેગા 3 ફેટી એસીડ જેવા લેસ્મન ફુડને ખાવા પર ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ એવા ક્યાં ફૂડ છે જે તમારી યાદશક્તિ વધારી દેશે.
કાજુનું સેવન : કાજુ એક સારું મેમોરી બુસ્ટર છે. પોલી સેચ્યુરેટેડ ફેટ્સ અને મોનો સેચ્યુરેટેડ ફેટ્સ અને મસ્તિષ્કની કોશીકાઓના ઉત્પાદન માટે ખુબ જરૂરી બનાવે છે અને આ રીતે આ મસ્તિષ્કની શક્તિ વધારે છે.
અખરોટનું સેવન : અખરોટ એક સારા પોષક તત્વોથી ભરપુર ભોજન છે, જે તમારા મસ્તિષ્કને ઘણી રીતે લાભ પહોંચાડે છે. અખરોટ અલ્ફા લીનોલેનીક એસીડ, પોલીફેનોલીક યોગીકોથી ભરપુર હોય છે. ઓમેગા 3 ફેટી એસીડ અને પોલીફીનોલ્સ બંનેને મહત્વ પુર્ણ બ્રઈન ફુડ માનવામાં આવે છે કારણ કે આ ઓક્સીડેટીવ તણાવ અને સોજા સામે લડે છે.
બદામનું સેવન : આ મસ્તિષ્ક એસીટાઈલકોલાઈનના સ્તરને વધારવા મદદ કરે છે. તેમાં મળી આવતા વીટામીન બી 6 , ઈ, ઝીંક, પ્રોટીનને કારણે તમને સારી રીતે સંજ્ઞાત્મક કાર્ય ઠીક કરેલી કોશીકાઓ, હાઈ ન્યુરોટ્રાન્સમીટર રાસાયણિક ઉત્પાદન મળે છે.
અળસી – કદ્દૂના બીજ : કદ્દુ અને અળસીના બીજ મગજના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા હોય છે. કારણ કે આ બીજમાં રહેલ ઝીંક, મેગ્નેશિયમ, વીટામીન બી જેવા ખનીજો હોય છે. જેનાથી વિચારવાની ક્ષમતા વિકસિત થાય છે અને આનાથી યાદશક્તિ પણ વધી શકે છે.
સીડ્સનું સેવન : સીડ્સના સેવનથી યાદશક્તિમાં સુધાર, મસ્તિષ્કની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આની સાથે એકાગ્રતા સતર્કતા શક્તિ સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે. સીડ્સ વીટામીન કે, એ, સી, બી-6, ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, આયરન, ઝીંક, તાંબા યુક્ત એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. જે તામારી યાદશક્તિને સુધારવાનું કામ કરે છે.
આમ તમે અહી આપેલ ફૂડસનું સેવન કરીને પોતાના મગજના વિકાસમાં વધારો કરી શકો છો. તેમાં તમારી યાદશક્તિ પણ વધારી શકો છો. જે તમને વધુ માનસિક રીતે પાવરફુલ બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી