જાણી લો લાંબા સમય સુધી દહીંને ફ્રીજમાં સ્ટોર કરવાની આ સરળ ટીપ્સ, રહેશે એકદમ તાજુને કડક, બગડશે કે વાસ પણ નહિ આવે…

દહીંંનો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરોમાં થતો જ હોય છે અને દહીંં પ્રોબાયોટિકની જેમ કામ આવે છે. પરંતુ સાથે જ, દહીંંથી અનેક ફરર્મેંટેડ ડિશ પણ બનાવવામાં આવે છે. દહીંં અને ખાંડનું સેવન કરીને ઘરેથી બહાર જવાની આ ખુબ જ જૂની રીત છે. દહીંંનો ઉપયોગ ઘરમાં એટલો થતો હોય છે કે, દહીંને સ્ટોર કરવા માટેની સમસ્યા ઊભી થાય છે. દહીંંને જો સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો, તે ખુબ જ જલ્દી ખાટું થઈ જાય છે અને સાથે જ તેમાથી ગંધ પણ આવવા લાગે છે.

દહીંંને સ્ટોર કરવાની અનેક રીત હોય છે અને જો તમે તેને સારી રીતે સ્ટોર કરશો, તો પણ તેમાથી ગંધ નહિ આવે અને ઘણા લોકો તો દહીંને ઘણા દિવસો સુધી સ્ટોર કરીને પણ રાખી લે છે. જો કે, દહીંંને ફ્રીજમાં રાખવું જ સારું રહે છે.

જો તમે દહીંંને ફ્રીજમાં રખવાનું વિચારી રહ્યા છો, તો યાદ રાખો કે, દહીંનું ટેકચર તેનાથી ખરાબ થઈ શકે છે, પરંતુ તેમ છતાં પણ દહીંંથી અનેક ડિશ બનાવવામાં કામ આવી શકે છે. તો ચાલો આજે અમે તમને દહીંંને ફ્રીજ સ્ટોર કરવાની સાચી રીત વિશે જણાવશું.

બજારમાંથી લાવતા જ દહીંંને ફ્રીજમાં રાખો : જો તમે દહીંંને તમે બજારમાંથી લાવો છો તો દહીંંને જેટલી વાર સુધી બહાર રાખશો, એટલું જ જલ્દી તે ખાટું થવા લાગશે અને ગંધ આવવા લાગશે. દહીંંને બજારમાંથી લાવ્યા પછી તરત ફ્રીજમાં રાખવું એ એક સારી પ્રેક્ટિસ છે અને તમારે ધ્યાન એ રાખવાનું છે કે, જો તમે દહીંંનું પેકેટ ખોલી લીધું છે, તો તમે તેને એક એયર ટાઈપ કન્ટેનરમાં શિફ્ટ કરી લો અને પછી ફ્રીજમાં રાખો. આમ, કરવાથી દહીંંની સેલ્ફ લાઈફ વધે છે.

પ્લાસ્ટિક નહીં, કાચના વાસણમાં : તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, દહીંને સ્ટોર કરવા માટે કાચ અથવા માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. આ સૌથી સારી રીત છે. આમ, કરવાથી દહીંં ખાટું થતું નથી અને ખરેખર પ્લાસ્ટિકના વાસણમાં કોઈ પણ વસ્તુને સ્ટોર કરવી, તે શરીર માટે લાભકારી નથી. તેવામાં જો તમારે દહીંંને અઠવાડીયા સુધી સ્ટોર કરવું છે, તો કાચના વાસણનો ઉપયોગ કરો.

ખુલ્લા ડબ્બામાં : દહીંંની અંદર કોઈ પણ બીજી વસ્તુની ગંધ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે, તેને ઘણા લોકો ખુલ્લા ડબ્બામાં રાખી દે છે. આ રીત સાચી નથી અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે, આ રીતે તો તમે ફૂડ કંટેમિશનનું કારણ બની રહ્યા છો. દહીંંમાં લાઈવ બેક્ટેરિયા હોય છે, જે બીજી વસ્તુમાં પણ ગંધ પેદા કરી શકે છે અને સાથે જ, દહીંંને, ખરાબ પણ કરી શકે છે. તેની સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, દહીંંને સ્ટોર કરવા માટે પોલીથીનનો ઉપયોગ પણ ન કરો. આ પણ ફૂડ ક્ંટેમિશનનું કારણ બની શકે છે.

વગર ફ્રીજે દહીંંને સ્ટોર કરવાની રીત : દહીંંને તમે જો ફ્રીજ વગર જ સ્ટોર કરો છો, તો આ બાબતોનું ધ્યાન જરૂરથી રાખો. પહેલા તો દહીંંને ઢાંકીને જ રાખો. બીજું કે દહીંંનું પાણી બહાર કાઢતાં રહો, તેને બે દિવસ કરતાં વધારે બહાર ન રાખો, જામન માટે પણ દહીંનો ઉપયોગ ન કરો.

જો તમે ચાહો છો કે, દહીંં પહેલા કરતાં પણ વધારે ખાટું થઈ જાય, એટલે તમે તે દહીંંથી કઢી વગેરે બનાવી શકો, તો તમે રાત્રે જ તેને ફ્રીજમાંથી બહાર કાઢી લો. સવાર સુધીમાં દહીંં કઢીમાં ઉપયોગ લેવા માટે તૈયાર થઈ જશે, પરંતુ ભૂલથી પણ દહીંંમાં લીંબુનો રસ નાખીને ખાટું કરવાની કોશિશ ન કરો. આ ઘણા લોકોને સૂટ કરતું નથી અને આમ, કરવાથી સમસ્યા થઈ શકે છે. તો હવે પછી, જો તમારે દહીંને વધારે દિવસ સુધી સ્ટોર કરવું છે, તો આ ટિપ્સને તમે ફોલો કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment