પીએમ મોદી પહોંચ્યા અચાનક જ લેહ, તણાવ ભરેલી ગતિવિધિઓ પર કરી વાતચીત.

હાલ ચીન અને ભારતના સૈન્ય વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તો આવા સમય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ સવારે લેહ પહોંચ્યા હતા. પીએમ મોદી દ્વારા આ પ્રવાસ અચાનક જ નક્કી કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના આ દૌરાથી દરેક લોકો ચોંકી ગયા છે. તો લેહમાં પીએમ મોદીની સાથે ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત પણ હાજર હતા. તો સેના અને વાયુસેના દ્વારા ત્યાંની સ્થિતિ વિશે પ્રધાનમંત્રીને આખી હકીકત જણાવી હતી. મેં મહિનાથી જ ભારત અને ચીનની બોર્ડર પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. 

પ્રધાનમંત્રી મોદી શુક્રવારના રોજ નીમુની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા હતા. ત્યાં હાજર સિનીયર અધિકારીઓએ પીએમ મોદીને બધી જાણકારી આપી હતી. સાથે સાથે પીએમ મોદીએ ત્યાં વાયુસેના અને સેનાના અધિકારીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. પહેલાં આ પ્રવાસ પર માત્ર CDS બિપીન રાવત જ આવવાના હતા, પરંતુ પીએમ મોદીએ ખુદ ત્યાં પહોંચીને લગભગ બધાને ચોંકાવી દીધા હતા. 

પીએમ મોદી, બિપીન રાવતની સાથે ત્યાં સેનાના પ્રમુખ એમ. એમ. નરવણે પણ લેહમાં હાજર હતા. છેલ્લા બે મહિનામાં ચીન સાથે સૈન્ય અને ડિપ્લોમેટિક સ્તર પર ઘણા લેવલની વાતચીત થઈ ગઈ છે, જેમાં ત્યાં તણાવના માહોલને શાંત કરવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે તેમાં કોઈ પણ ઠોસ નિણર્ય આવ્યો ન હતો. 

જ્યારે પ્રધાનમંત્રી મોદી સૈન્યના જવાનોની વચ્ચે પહોંચ્યા તો ત્યારે ત્યાં હાજર જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નીમુ પોસ્ટ સમુદ્રી તટથી 11 હજાર ફૂટની ઉંચાઈ પર છે. જેને દુનિયાની સૌથી ઉંચી અને ખતરનાક પોસ્ટ માંથી એક માનવામાં આવે છે. તો વધુ જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ સિવાય CDS બિપીન રાવતની સાથે મળીને હાલની સ્થિતિ પર તપાસ કરી હતી. તો તે દરમિયાન નોર્દન આર્મી કમાંડના લેફ્ટનન્ટ જનરલ વાઈકે જોશી, લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ ત્યાં હાજર હતા. 

મેં મહિનાથી ચીન સાથે બોર્ડર પર તણાવની સ્થિતિ જારી હતી અને બોર્ડર પર લગાતાર ગંભીર સ્થિતિ બનેલી હતી. તો ત્યાં અચાનક જ મોદી પહોંચ્યા અને લગભગ બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ પહેલા શુક્રવારના રોજ માત્ર રક્ષા મંત્રી રાજનાથસિંહ લેહ જવાના હતા, પરંતુ ગુરુવારના રોજ તેના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો અને નક્કી થયું કે માત્ર બિપીન રાવત જ લેહ જશે. પરંતુ તેની સાથે પીએમ મોદી પણ લેહ પહોંચ્યા. 

શુક્રવારના રોજ બિપીન રાવત ત્યાં નોર્થ કમાંડ અને 14 કોર્પ્સના અધિકારીઓ સાથે બેઠક કરવાની હતી. આ બેઠક દરમિયાન ચીન સાથેના હાલના તણાવ, બોર્ડરની સ્થિતિની તપાસ લેવાની હતી. આ પહેલા સેન પ્રમુખ એમ. એમ. નરવણે પણ લેહ ગયા હતા, જ્યાં તેમણે ગળવાન ઘાટીમાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત લીધી હતી. આ સિવાય સેના પ્રમુખે ઈસ્ટર્ન લદ્દાખના ફોરવર્ડ પોસ્ટ પર જાણીએ હાલાતની તપાસ કરી હતી. સેના પ્રમુખે જવાનોને કહ્યું હતું કે તમારું કામ શાનદાર છે પરંતુ હજુ એ કામ પૂરું નથી થયું. 

Leave a Comment