ચીનની 59 એપ પર પ્રતિબંધ બાદ ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સુવર્ણ અવસર.- રવિ શંકર પ્રસાદ.

ભારત સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ સુચના ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બુધવારના રોજ એક મહત્વની વાત જણાવી હતી. જેમાં કહ્યું હતું કે, ભારતે પોતાની ખુદની એપ વિકસાવવી જોઈએ અને વિદેશી એપ પર જે ભારતની નિર્ભરતા છે તેને ખતમ કરવી જોઈએ. સુચના ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ અને ટેકનોલોજીના કુશળ લોકો પાસેથી લાભ લઈને સારી એવી ‘મેક ઇન ઇન્ડિયા’ એપને વિકસિત કરવા માટે જણાવ્યું હતું.

તો રવિશંકર પ્રસાદ ઈલેક્ટ્રોનિક અને સુચના પ્રસારણ મંત્રાલયની ડિઝીટલ ઇન્ડિયાની પાંચમી વર્ષગાંઠ પર આયોજન કરવામાં આવ્યું હતું અને તે સંવાદદાતા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “આ વિદેશી એપ પર નિર્ભરતા બંધ થવી જોઈએ, તેના પોતાના એજન્ડા હોય છે.” આ પ્રતિબંધે યુવાનો, ટેકનોલોજીમાં કુશળ એવા લોકો અને ભારતીય સ્ટાર્ટઅપ  માટે એક સવાસર પેશ કર્યો છે, આ સમય લાભ લેવાનો સમય છે.  પોતાની બૌદ્ધિક ક્ષમતા અને નવા વિચારોનો ઉપયોગ કરીને તમે સારી ‘મેક ઇન ઇન્ડિયા’ એપ બનાવી શકો છો, જેને ભારત નિર્મિત કહી શકાય.

રવિશંકર પ્રસાદે એ પણ જણાવ્યું કે, જે પ્રતિબંધો અમે ભારતમાં લગાવ્યા છે, એ વ્યાખ્યામાં નથી જવા ઈચ્છતા પરંતુ તેના માટે આકસ્મિક પ્રાવધાનો અને પૂરી કાનુન પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. પરંતુ તેનું માનવું છે કે, આ એક ખુબ જ સારો અવસર પણ છે, શું આપણે ભારતીય લોકો સ્વદેશમાં બનેલી સારી એપ લાવી શકીએ છીએ, સમયનો લાભ ઉઠાવી શકીએ.

રવિશંકરે ઇન્ફોસિસના ચેરમેન નંદન નીલેકણી અને નાસકોમના અધ્યક્ષ દેબજાની ઘોષ અને અન્ય લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે, તેમને સારી એપ બનાવવા માટે મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ, તેનાથી વધુ લાભ મળી શકે અને નવી સ્વદેશી એપ બની શકે.

ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, અખંડતા અને ડેટા સુરક્ષાનો હવાલો આપતા ટીકટોક, વિચેટ, કેમસ્કેનર જેવી ચાઈનાની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ સરકારના આ નિર્ણયને ચીન સાથે થયેલા ઘર્ષણમાં આપણા 20 જવાનો શહીદ થયા તેની સાથે જોડવામાં આવે છે. ચીન સામે પગલા લેવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Comment