શું મંદી આવી ગઈ છે કે બાકી છે ? જાણો સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે… તમે પણ તૈયાર રાખો આ પ્લાન….

વૈશ્વિક મંદીનું જોખમ વધી રહ્યું છે. છ મહિના પહેલાથી જ વૈશ્વિક મંદીની આહટ હતી. ધીરે ધીરે આ આહટ પ્રવાહમાં બદલાવવા લાગી. વિશ્વભરના આર્થિક જાણકારોનુ માનીએ તો આર્થિક મંદીની સૌથી વધારે અસર અમેરિકા પર થશે. ત્યારબાદ બ્રિટન અને યુરોપ ને મંદીના ઊંડા ઘાવ પડી શકે છે. ચીન પણ લપેટમાં આવી જશે. ભારતને વધારે ગભરાવવાની જરૂર નથી. તેને ખૂબ જ ઓછી અસર થશે 

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના હાલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજા દેશોની તુલના એ ભરત સારી સ્થિતિમાં છે અને આવનાર સમયમાં પણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે અને મંદી નો માર દુનિયાના મોટા મોટા દેશોને પોતાની ઝપટમાં લેશે. તેવા સમયે પણ ભારત મજબૂત સ્થિતિમાં નજર આવશે.ભારત સારી સ્થિતિમાં:- જોકે મંદીના જોખમની વચ્ચે IMF એ નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરના અનુમાનને ઘટાડીને 6.8% કરી દીધો છે. પરંતુ ચીન, અમેરિકા અને બ્રિટનની તુલના એ ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. IMF એ અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2023 માં ચીનની જીડીપી ગ્રોથ 4.4 ટકા રહી શકે છે. જ્યારે 2023 માં ભારતનો અનુમાનિત વૃદ્ધિ દર 6.1% રહેશે. મંદીના જોખમ ની વચ્ચે આ અનુમાન ભારત માટે રાહત આપવા વાળું છે.

IMF પણ માની રહ્યું છે કે ઇકોનોમીના ફ્રન્ટ પર સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે, જે વર્ષ 2023 સાબિત થઈ શકે છે. વીતેલા દિવસોમાં જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે વર્ષભરની અંદર દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓ મંદી ની ઝપટમાં આવી જશે. ખાસ કરીને ટેક કંપનીઓની માટે પાછલા પાંચ છ મહિના ખૂબ જ ખરાબ સાબિત થયા છે. અમેરિકાના શેર બજાર પર ઘટાડો હાવી થયો છે. અમેરિકી ટેક કંપનીઓ ગૂગલ, એપલ, ટેસ્લા પર સૌથી વધારે માર પડી રહ્યો છે.દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા અમેરિકાની છે. હવે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને માની લીધું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે, તો પછી દુનિયા પણ તેની શ્રેણીમાં આવી શકે છે. જોકે બાયડેન કહે છે કે ઇકોનોમી પર આની ખૂબ જ ઓછી અસર થશે, અને આ સંકટમાંથી ઉભરવા માટે અમારી પાસે પૂરતી ક્ષમતા છે.

શું છે મંદી?:- જ્યારે કોઈપણ દેશના સફળ ઘરેલુ ઉત્પાદનોમાં સતત છ મહિના એટલે કે 2 ક્વાર્ટર સુંધી ઘટાડો આવે છે, તો તેને અર્થશાસ્ત્રમાં મંદી કહેવામાં આવે છે. તેવી જ રીતે જો સતત 2 ક્વાર્ટર દરમિયાન કોઈપણ દેશની જીડીપીમાં 10% થી વધારે ઘટાડો આવે છે તો તેને ડિપ્રેશન કહેવાય છે. જે ભયાનક હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1930ના દશકમાં સૌથી ભયાનક મહામંદી આવી હતી જેને ધ ગ્રેટ ડિપ્રેશન કહેવામાં આવે છે.

મંદીના પરિણામ:- આર્થિક મંદી જ્યારે પણ આવે છે જનજીવન પર મોટી અસર છોડી જાય છે. આમાં જીડીપી ની સાઈઝ ઘટી જાય છે કારણકે રોજિંદી ચીજ વસ્તુઓ મોંઘી થઈ જાય છે. લોકોના ખર્ચા વધી જાય છે. તેવી જ રીતે આ બાજુ આવક પણ ઘટી જાય છે. જેનાથી લોકોને ખરીદવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેનાથી પણ ભયંકર દ્રશ્ય ત્યારે થાય છે જ્યારે પૈસા બચાવવા માટે કંપનીઓ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવા લાગે છે. જેનાથી બેરોજગારી વધી જાય છે. આની સૌથી વધારે ખરાબ અસર નાના વ્યવસાયો પર પડે છે અને મોટા પાયા પર, નાની કંપનીઓ મંદીનો સામનો કરીને પોતાનો દમ તોડી દે છે.તેના સિવાય આર્થિક મંદીના ડરથી રોકાણકાર શેર બજારમાંથી પૈસા કાઢવા લાગે છે. કંપનીઓની સામે કાચો માલ મોંઘો થઈ જવાનું અને વેચાણ ઓછું થવાનું જોખમ ઊભું થાય છે. એવામાં કંપનીઓ પોતાને બચાવવા માટે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા લાગે છે.

મંદી આવવાના મુખ્ય કારણો:-  

1) મોટા દેશોની સામે મોટી સમસ્યા:- અમેરિકા, યુરોપ અને ચીન જેવા અર્થવ્યવસ્થાઓ નું મંદીમાં ફસાવવું લગભગ નક્કી લાગી રહ્યું છે. ચીનની ‘જીરો કોવીડ’ પોલિસીની કારણે આર્થિક રીતે ભારે નુકસાન થયું છે. કારણ કે એક પણ કોરોના નો મામલો સામે આવતા  તે વિસ્તારમાં સખત નિયંત્રણો લાદવામાં આવે છે. તેની સૌથી વધારે અસર ઇન્ડસ્ટ્રીઝ પર પડે છે. અને કારોબાર અટકવા થવા લાગે છે.

2 ) રશિયા-યુક્રેન યુદ્ધ થી બગડી સ્થિતિ:- રુશ યુક્રેન યુદ્ધે પણ મંદી ને ઉમરા સુધી લાવવાનું કામ કર્યું છે. આ યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાય ચેન પર પ્રતિકૂળ અસર પડી છે. અચાનક થી કાચા તેલ ની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. આ યુદ્ધના કારણે વિશ્વભરમાં અનેક જરૂરી ચીજ વસ્તુઓની અછતનું સંકટ ઉભું થયું છે. કારણ કે રશિયા અને યુક્રેન ઘઉં અને જવ જેવા અનેક અનાજના મુખ્ય નિકાસકારોમાં સામેલ છે. યુદ્ધના કારણે તેમની નિકાસને અસર થઈ છે.3) મોંઘવારીથી સરકારો પરેશાન:- મોંઘવારી સરકારોને પરેશાન કરી રહી છે. બ્રિટનમાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉપર છે. અમેરિકા પણ સતત મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજદરોમાં વધારો કરી રહ્યુ છે. ભારતની પણ વાત કરીએ તો રિટેલ મોંઘવારી દર 7 ટકાથી ઉપર છે.

4) મોંઘી થતી લોન:- મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં સેન્ટ્રલ બેન્ક સતત વ્યાજ દર વધારી રહી છે. પાછલા કેટલાક મહિનાથી કાચા તેલના ભાવ માં ખૂબ જ વધારો થયો છે. આ સતત 90 થી 100 ડોલર પ્રતિ બેરલ થી ઉપર બનેલો છે.

ક્યારે ક્યારે આવી મંદી:- આમ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મંદી ની ભારત પર ક્યારે અસર થશે. ભારતના સંદર્ભમાં જોઈએ તો આઝાદી બાદ આપણા દેશમાં બે વાર મંદી આવી ચુકી છે. પહેલીવાર વર્ષ 1991 માં ભયંકર મંદી આવી હતી. તે સમયે ભારતની પાસે એટલી વિદેશી મુદ્રા બચી હતી કે સામાન્ય ત્રણ સપ્તાહના આયાત ના ખર્ચા ભરી શકતા હતા. ભારત લોનના હપ્તાઓ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું હતું. દેશનું સોનુ ગીરવે રાખવું પડ્યું હતું. એક તરફથી અત્યારે જે શ્રીલંકામાં સ્થિતિ છે તેને ઉદાહરણ સ્વરૂપે જોઈ શકાય છે. બીજી વાર વર્ષ 2008માં મંદી આવી હતી જેનું વિદેશી કારણ હતું. તો આવો જાણીએ કે મંદીનો પ્રભાવ કેવી રીતે ઓછો કરી શકાય.1) ઈમરજન્સી ફંડ:- મંદીનો સૌથી મોટો આધાર તમારું ઇમર્જન્સી ફંડ હોઈ શકે છે. તેથી ઓછામાં ઓછું છ મહિનાના ખર્ચ લાયક ઈમરજન્સી ફંડ તમારી પાસે રાખો. ઉદાહરણ માટે તમારા જરૂરી ખર્ચ જેવા કે ભાડું અથવા EMI, ખાદ્યપદાર્થો સહિત દર મહિને 40 હજાર રૂપિયાની જરૂર હોય, તો તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ઇમરજન્સી ફંડ તરીકે રાખવા જોઈએ.

2) ફાલતુ ખર્ચા પર નિયંત્રણ:- મંદીના જોખમથી બચવા માટે સૌથી પહેલા લોકોએ ફાલતુ ખર્ચ પર નિયંત્રણ કરવું જોઈએ. ઉદાહરણ માટે રેસ્ટોરન્ટમાં ખાવું, બહાર ફરવું, અને મલ્ટિપ્લેક્સ માં મુવી જોવું ઓછું કરી દેવું. તેના સિવાય એવી વસ્તુઓ ખરીદવાથી બચવું જેના વગર પણ આપણું કામ ચાલી શકે છે.3) ક્રેડિટ કાર્ડ અને લોન થી દૂર રહેવું:- અત્યારે ભારતમાં પણ ક્રેડિટ કાર્ડનું ચલણ વધી ગયું છે ‘બાય નાઉ પે લેટર’ જેવી સુવિધાઓ પણ આવી ગઈ છે પરંતુ મંદીમાં તેનો આડેધડ ઉપયોગ કરવાથી સંકટ વધારે વધી શકે છે. સાથે જ કોઈ પણ પ્રકારની લોન લેવાથી બચવું જોઈએ. વિશેષ રૂપે પર્સનલ લોન વિશે તો વિચારવું જ નહીં. કારણકે મંદીમાં એક્સ્ટ્રા ઈએમઆઈ નો બોજ બની શકે છે.

4) શેર બજારમાં રોકાણ કરવાથી બચવું:- મંદીના સમયમાં બચત ની રકમને શેર બજારમાં રોકાણ કરવાથી બચવું. કારણકે મંદીનો સૌથી વધારે પ્રભાવ શેર બજારમાં જ જોવા મળે છે. જોકે જો તમે ઇમર્જન્સી ફંડ સિવાય પૈસા વધતા હોય તો અમુક શેર માં થોડું થોડું રોકાણ કરી શકો છો. રોકાણ ત્યારે જ કરવું જો લાંબા સમયના મુદત ની રાહ જોઈ શકતા હોવ. કહેવાય છે કે કેટલાક લોકો મંદીમાં કમાવાના મોકા શોધતા હોય છે. અને ઘટતા બજારમાં દાવ લગાવીને મોટું ફંડ બનાવી લે છે. પરંતુ આવા કામમાં નાણાકીય સલાહકારની મદદ જરૂર લેવી. મંદીના સમયમાં હંમેશા સોનુ સહારો બને છે અને લોકોને સોનામાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment