વરસાદની સિઝનમાં આવતી માખીઓથી છુટકારો મેળવવા અપનાવો 10 માંથી કોઈ 1 ટીપ્સ, મફતમાં જ ઘરના ખૂણે ખૂણેથી જતી રહેશે માખીઓ…

વરસાદની સિઝનમાં કીડા-મકોડાની સાથે માખી પણ ઘરમાં ખુબ જ આવવા લાગે છે. તમે ભલેને કેટલીય સાફ જગ્યા પર રહેતા હો, તો પણ માખી ત્યાં આવી જાય છે, પરંતુ માખી દરેક જગ્યા પર નથી રહેતી. માખી જમવાથી લઈને લગભગ દરેક જગ્યાઓ પર ઊડતી જ રહે છે. કેટલીક વાર તે બાથરૂમમાંથી રસોડામાં આવે છે અને વાનગીને ખરાબ કરે છે. એટલું જ નહીં, પરંતુ માખી કેટલાક બેક્ટેરિયા અને જમ્સની વાહક હોય છે, જે રોગોનું કારણ બને છે.

ભલેને, માખી તમને વધારે ખતરનાક ન લાગે, પરંતુ તે કેટલાક પ્રકારના ચેપને ફેલાવે છે. તેથી જ, વરસાદની સિઝનમાં તેનાથી છુટકારો મેળવવો ખુબ જ જરૂરી છે. તમે કેટલીક ટિપ્સને અનુસરીને તેનાથી છુટકારો મેળવી શકો છો અને સાથે જ ઘરને પણ સાફ રાખી શકો છો.મરચાંનો સ્પ્રે : તમારા ઘર માંથી અને આસપાસની જગ્યાઓથી માખીને દૂર કરવા માટે મરચાંનો ઉપયોગ કરો. મરચાંની સુગંધથી માખી દૂર ભાગે છે અને માખી મરચાં યુક્ત પદાર્થની પાસે નથી આવતી. તમારી પસંદ મુજબ 2 થી 3 મરચાં લો અને તેને મીક્ષ્યરમાં બારીક પીસી લો. હવે 3 થી 4 કપ પાણી લો અને મરચાંના પાવડરની સાથે સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક એર ટાઈટ કન્ટેનરમાં નાખીને 3 દિવસ સુધી તડકામાં રાખી દો. 3 દિવસ પછી તેને ગાળી લો અને તેને એક સ્પ્રે બોટલની અંદર નાખી દો. આ સ્પ્રેને તમે તે જગ્યાઓ પર છાંટો કે જ્યાં વધારે માખી આવે છે.

તુલસીના પાંદડા : એવું માનવામાં આવે છે કે, તુલસીની સુગંધ માખીને પસંદ હોતી નથી. ઘરમાંથી  માખીથી છુટકારો મેળવવા માટે ઘરના બગીચામાં અથવા બાલ્કનીમાં તુલસી ઉગાવો. તમે તુલસીના પાંદડા દ્વારા માખી મારવાનો સ્પ્રે પણ બનાવી શકો છો. આ માટે તુલસીના 10 થી 12 પાંદડા લો અને તેને અડધી કલાક સુધી ગરમ પાણીમાં પલાળીને રાખો. પાંદડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો. તમે પાંદડાને પીસીને પણ પાણીમાં મિક્સ કરી શકો છો. હવે આ પાણીને ગાળી લો અને જ્યાં પણ માખી વધારે આવે છે ત્યાં સ્પ્રે કરો.આદુ સ્પ્રે : આદુ સ્પ્રે પૂરી રીતે કુદરતી અને શક્તિશાળી માખી નાશક છે, જેને બનાવવું ખુબ જ સહેલું છે. મરચાં અને તુલસીના પાનની તેજ સુગંધની જેમ જ, આદુની તેજ ગંધથી પણ માખીને દૂર કરી શકાય છે અને માખીને આદુ સ્પ્રે દૂર રાખે છે. આદુ ફ્લાઈ વિકર્ષક બનાવવા માટે એક કટોરીમાં સામાન્ય પાણી લો અને 2 કપ બારીક સુઠ પાવડર અથવા આદુની પેસ્ટ લો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો કે, જેથી આદુની એસેસ પાણીમાં સારી રીતે મળી જાય. હવે આ મિશ્રણને ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. ઘરમાં જ્યાં પણ માખી એકઠી થાય છે, તે જગ્યા પર આ સ્પ્રેને છાંટો.

લવિંગ ઓઈલ :

લવિંગનું તેલ બનાવવું એ, માખીને ઘર માંથી દૂર ભગાવવાની એક સારી રીત છે. આ સ્પ્રેને તૈયાર કરવા માટે તમારે ગંધ વાળા તેલની જરૂર પડશે જેમ કે, લવિંગનું તેલ, અજમાનું તેલ, પેપરમિંટ ઓઈલ, લેમનગ્રાસ ઓઈલ અને તજનું તેલ. આ સ્પ્રે બનાવવા માટે પ્રત્યેક તેલના 10 ટીપાંને નાખો. તેમાં 2 કપ પાણી અને 2 કપ વિનેગર નાખો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ સ્પ્રેનો ઉપયોગ તે જગ્યા પર કરો કે જ્યાં વધારે માખી એકઠી થતી હોય.એપલ સાઇડર વિનેગર અને નિલગિરિનું તેલ : આ જંતુનાશક મિશ્રણ ઘરેલું માખીની સામે વિશેષરૂપથી પ્રભાવશાલી છે. આ બનાવવા માટે તમારે ¼ કપ એપલ સાઇડર વિનેગર અને લગભગ 60 ટીપાં નિલગિરિના તેલના લેવાના છે. એક સ્પ્રે બોટલમાં નાખીને આ બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરવાની છે. ઘરેલું માખીને દૂર કરવા માટે આ મિશ્રણનો સ્પ્રે કરો અથવા તો માખીથી બચવા માટે ત્વચા પર તેને લગાવો.

કપૂરનું તેલ :

કપૂરની સુગંધ માખીને બિલકુલ પણ પસંદ હોતી નથી અને તેની સુગંધથી તે કોસો દૂર ભાગે છે. માખીને દૂર કરવા માટે તમે કપૂરનું સ્પ્રે તૈયાર કરો. આ માટે 8 થી 10 કપૂરના બોક્સને પીસીને પાવડર તૈયાર કરી લો. હવે આ પાવડરને એક ગ્લાસ પાણીમાં સારી રીતે મિક્સ કરી લો અને માખી વાળી જગ્યાઓ પર સ્પ્રે કરો. અથવા તો તમે માખી વાળી જગ્યા પર કપૂરને બાળી પણ શકો છો કે, જ્યાં વધારે માખી હોય છે.સંતરાની છાલનો કરો ઉપયોગ : સંતરાના છોતરાંને સૂકવીને બાળવાથી તેમાંથી નીકળવા વાળા ધુમાડાથી પણ માખીને દૂર કરી શકાય છે. આ માટે તમે 4 સંતરાના છોતરાંને તડકામાં સૂકવી લો. માખી વાળા આસપાસના સ્થાન પર આ છોતરાંને બાળો અને ધુમાડો થવા દો. આ ધુમાડાની સુગંધથી માખી દૂર ભાગવા લાગશે.

વિનેગર અને ડીટરજેંટ સ્પ્રે :

સફેદ વિનેગર અને ડીટરજેંટના સ્પ્રેથી પણ માખી દૂર ભાગે છે. આ માટે 1 કપ સફેદ વિનેગરને એક ચમચી ડીટરજેંટ પાવડરની સાથે મિક્સ કરો અને આ બંને સામગ્રીને અડધા લિટર પાણીમાં મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને સારી રીતે મિક્સ કરો અને માખીઓ વાળા સ્થાન પર સ્પ્રે કરો. આ મિશ્રણને તમે પોતા કરતાં સમયે ફ્લોર પર પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી માખી ઘરની અંદર નહીં આવે.તજ પાવડરનો ઉપયોગ કરો : માખીને તજની સુગંધ પસંદ હોતી નથી અને તે તેનાથી દૂર ભાગે છે. જે પણ સ્થાન પર વધારે માખી હોય ત્યાં તજ પાવડરનો છંટકારો કરો. તજ પાવડરના છંટકાવથી માખીથી છુટકારો મેળવી શકાય છે.

સફેદ વાઇન :

માખીને દૂર કરવા માટે સફેદ વાઇનનો ઉપયોગ પણ એક પ્રભાવી રીત છે. આ માટે તમે 1 લિટર પાણીની અંદર સફેદ વાઇનને મિક્સ કરો અને ડિસ વોશ લિક્વિડના થોડા ટીપાંને નાખો અને તેને એક રૂમમાં રાખી દો. માખી તેની તરફ આકર્ષિત થશે અને આમાં પડીને મરી જશે. તમે તેને એક સ્પ્રે બોટલમાં ભરીને પણ છંટકાવ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment