વાનગી બનાવવામાં તજ પાવડર, હળદર પાવડર, જીરું પાવડર વગેરે મસાલા પાવડરનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એવી જ રીતે લસણનો પાવડર પણ એક વાનગી બનાવવા માટે મુખ્ય મસાલો ગણવામાં આવે છે. લસણ વાનગીનો સ્વાદ વધારવાની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. લસણ એક એન્ટી બાયોટિક રીતે પણ આપણા શરીરની તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે.
પરંતુ વાનગી બનાવવા માટે અને સ્વાસ્થ્યના લાભ સિવાય તમે શું બીજા અન્ય કામોમાં પણ લસણનો ઉપયોગ ક્યારેય કર્યો છે ? અને જો નહિ, તો અમે તમને આજે આ લેખના માધ્યમથી લસણના પાવડર વિશે કેટલીક અકલ્પનીય ટિપ્સ વિશે જણાવશું. લસણના પાવડરથી બગીચાથી લઈને રસોડામાં થવા વાળા જીવજંતુઓ આસાનીથી દૂર થઈ જાય છે, તો ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે.
બગીચા માંથી જીવજંતુઓને દૂર કરો : છોડમાંથી જીવજંતુઓને દૂર કરવા માટે આજે બજારમાં અનેક પ્રકારના જંતુનાશક સ્પ્રે મળે છે. ક્યારેક-ક્યારેક આ જંતુનાશક સ્પ્રેથી જીવજંતુઓ તો દૂર થાય છે, પરંતુ ફૂલ અને છોડ જરૂરથી કરમાઈ જાય છે. તેવામાં તમે ખુબ જ સહેલાઈથી જંતુનાશક સ્પ્રે લસણના પાવડર દ્વારા બનાવી શકો છો, તો પછી તમારે મોંઘા સ્પ્રે ખરીદવાની શું જરૂર છે. લસણ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પ્રે દ્વારા તમે કીડા-મકોડાને સહેલાઈથી દૂર કરી શકો છો અને તેના ઉપયોગથી છોડ-પાન મુરઝાઈ પણ જતાં નથી.
આ રીતે તૈયાર કરો લસણ પાવડરથી સ્પ્રે :
આ સ્પ્રેનો ઉપયોગ તમે ચોમાસામાં કીડા-મકોડાને દૂર કરવા માટે પણ કરી શકો છો. લિવિંગ રૂમ, બાથરૂમ, રસોડું, બાલકની અને બેડરૂમ જેવી જગ્યાઓ પર પણ આ લસણ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી માખી-મચ્છર ઘરની અંદર આવતા નથી.સ્પ્રે બનાવવા માટે સામગ્રીની જરૂર : લસણ પાવડર – 3 ચમચી, સ્પ્રે બોટલ – 1, સિરકા – 2 ચમચી, લીમડાનું તેલ – 2 ચમચી, પાણી – 1 થી 2 કપ.
બનાવવાની રીત : સૌથી પહેલા તમે 1 વાસણમાં લસણનો પાવડર અને 1 થી 2 કપ પાણી નાખીને મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં નાખી દો. આ પછી બોટલની અંદર સિરકા અને લીમડાના તેલને પણ ઉમેરો. સિરકા અને લીમડાનું તેલ નાખ્યા પછી લગભગ 4 થી 5 મિનિટ સુધી આ મિશ્રણને હલાવો, તેથી દરેક સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય.
આ કામોમાં પણ ઉપયોગ કરી શકો છો : આ તૈયાર નેચરલ સ્પ્રેથી તમે છોડ અને પાંદડા પર તેનો છંટકાવ કરી શકો છો. તેની ખુબ જ તેજ સુગંધથી કીડા-મકોડા દૂર થશે. જો ઘરમાં કૂંડું છે, તો તેના ઉપર પણ આ સ્પ્રેનો છંટકાવ કરો.બગીચા સિવાય આ સ્પ્રેનો છંટકાવ રસોડા અને બાથરૂમ વગેરેમાં કરવાથી આ જગ્યાઓ પરથી પણ કીડા-મકોડા દૂર થશે. આ સિવાય બારી-બારણાં વગેરે પર પણ તેનો છંટકાવ તમે કરી શકો છો. આ સ્પ્રેનો ઉપયોગ તમે સ્ટોર રૂમમાં પણ કરી શકો છો. આ સ્પ્રેનો રસોડામાં ઉપયોગ કરતાં પહેલા ખોરાકને જરૂરથી ઢાંકી લો.
આના ઉપયોગથી બાળકોને અને મોટાઓને પણ નુકશાન નહિ થાય. આ લિક્વિડ રૂમ ક્લીનરના રૂપમાં પણ કામ કરે છે. આમ તમે લસણના સ્પ્રેની મદદથી ઘરની સાફ-સફાઈ રાખીને ઘરને કીડા-મકોડાથી મુક્ત કરી શકો છો. જેને કારણે તમને બીમારી થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. તો આજે જ આ સ્પ્રેને ઘરે બનાવો અને ઘરને સ્વચ્છ રાખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી