આ છે ફળોની મહારાણી | 1000 ની એક નંગ. ફાલ બેસતાની સાથે કેરીના રસિયા કરાવી લે છે બુકિંગ. જાણો તેની ખાસિયત..

મિત્રો તેમ અને કેરીઓ તો ખાધી જ હશે. જેમ કે કેસર, હાફૂસ, જમાદાર, તોતાપૂરી વગેરે કેરીઓ ખાધી હશે. જો કે દરેક કેરીનો સ્વાદ અલગ અલગ હોય છે. તમે કદાચ કેરીઓ નાની મોટી સાઈઝ જોઈ હશે. પણ આજે આ લેખમાં અમે તમને એક ખાસ કેરી વિશે જણાવશું. આ કેરીને ફળોની મહારાણી પણ કહેવામાં આવે છે. કારણ કે તેનું નામ ‘નૂરજહાં’ છે, આ ખાસ પ્રકારની કેરીની કિંમત 1000 રૂપિયા સુધીની હોય છે. તો ચાલો જાણીએ કે આ કેરીમાં એવું તો ખાસ શું હોય છે કે તેના આટલા ભાવ હોય છે.

આમ જોઈએ તો કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે. પણ ફળોની મહારાણી કોણ છે ? મધ્યપ્રદેશના કથ્થીવાડા સ્થાનમાં થતી એક ખાસ પ્રકારની કેરીને ફળોની મહારાણી કહે છે. કારણ કે તેનું નામ ‘નુરજહાં’ છે. આ પ્રકારની કેરીની કિંમત 1000 રૂપિયા છે.આ કેરીનું ઉત્પાદન મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કથ્થીવાડા સ્થાનમાં થાય છે. જે ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં થાય છે. તે ઇન્દોરથી લગભગ 250 કિલોમીટર દુર છે.

સારું ઉત્પાદન : એક ખેડૂતે કહ્યું કે ‘નુરજહાં’ ની એક કેરીનો ભાવ 500 રૂપિયાથી 1000 રૂપિયા છે. આ વર્ષે આ કેરનો પાક ખુબ જ સારો થયો છે, ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર કથ્થીવાડાના એક સામાન્ય ખેડૂત શિવરાજ સિંહ જાધવ કહે છે કે, ‘મારા બગીચામાં નુરજહાં કેરીના ત્રણ વૃક્ષ છે, જેમાં લગભગ 250 કેરીનું ઉત્પાદન થયું છે. જેમાં એક કેરીનો ભાવ 500 થી 1000 રૂપિયા મળી રહ્યો છે. આ માટે પહેલાથી જ બુકિંગ થઈ ગયું છે.કેટલું વજન છે ? : તેમણે જણાવ્યું કે. આ માટે મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા કેરીના દીવાનાઓએ બુકિંગ કરાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નુરજહાં કેરીનું વજન 2 થી 3.5 કિલો સુધીનું છે.

કથ્થીવાડા સ્થાનમાં નુરજહાં કેરીના ઉત્પાદનના એક એક્સપર્ટ ઇશાક મન્સૂરી કહે છે કે, ‘આ વર્ષે ઉત્પાદન સારું થયું છે. પણ કોવિd મહામારીના કારણે અમારા કારોબારમાં ખુબ જ માઠી અસર થઈ છે. આ પહેલા વર્ષ 2020 માં જળવાયું સારું ન હોવાથી નુરજહાં કેરીનું ઉત્પાદન સારું નથી થયું.’આ પહેલા વર્ષ 2019 માં એક કેરીનું વજન લગભગ 2.75 કિલોગ્રામ હતું અને ખરીદનાર 1200 રૂપિયા સુધીના ભાવમાં પણ લેવા તૈયાર હતા. નુરજહાં કેરીના વૃક્ષમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બીજ આવી જાય છે. જુનની શરૂઆતમાં કેરી પાકીને તૈયાર થઈ જાય છે. ઘણા સ્થાનીય ઉત્પાદકનો દાવો છે કે ઘણી વખત નુરજહાં કેરી એક-એક ફૂટ લાંબી હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment