અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, વગર ખર્ચે વાળ થઈ જશે એકદમ શાયની અને સ્ટ્રેટ… આડાઅવળા વાળ થઈ જશે એકદમ સીધા…

છોકરીઓ હોય કે મહિલાઓ હોય તેઓ પોતાના વાળને આભૂષણ થી સહેજ પણ ઓછા નથી ગણતી. અને વાળને સ્ટ્રેટ રાખવા છોકરીઓની ઓલટાઈમ ફેવરીટ હેર સ્ટાઈલ હોય છે. વાળ સ્ટ્રેટ કરવા માટે તેઓ ક્યારેક ઈસ્ત્રી તો ક્યારેક કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી વાળ કમજોર થઈ ને તૂટવા લાગે છે. આમ તો કોઈ પણ લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં વાળને સ્ટ્રેટ કરવા માટે પરમેનેન્ટ હેર સ્ટ્રેટનિંગ સારો ઓપ્શન છે. કેટલાક લોકો હંમેશા માટે વાળને સ્ટ્રેટ કરવા માટે ખુબ વધારે ખર્ચો કરે છે. આનાથી વાળ તો સ્ટ્રેટ થાય છે પરંતુ તેમાં વાળ વધું ડેમેજ થાય છે.

વાળને સ્ટ્રેટ કરવા માટે સ્ટાઇલિંગ ટૂલ્સ, કેમિકલ યુક્ત પ્રોડકટ્સ આ સિવાય અનેક કુદરતી રીતો પણ છે. જેનાથી વાળને હંમેશા માટે સ્ટ્રેટ બનાવી શકાય છે. સારી વાત એ છે કે તમારે વારંવાર સ્ટ્રેટનિંગ માટે બ્યુટી પાર્લર નહીં જવું પડે અને તમારો સમય પણ બચી જશે.

એક્સપર્ટનું કહેવું છે કે કોઈપણ પ્રકારના કેમિકલ હીટિંગ ટ્રીટમેન્ટથી વાળ ને ખૂબ જ નુકશાન થાય છે. જ્યારે તમે બહાર નીકળો છો તો સૂરજના યુવી કિરણો ના સંપર્કમાં આવવાથી તમારા વાળમાં હાજર કેમિકલ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દે છે. એવામાં અમે તમને પાંચ પ્રકારના ઘરેલુ હેર માસ્ક વિશે જણાવવા જઇ રહ્યા છે જે તમારા વાળને સ્ટ્રેટ અને શાઇની બનાવશે.

1) એરંડા અને ગરમ નાળિયેર તેલ હેર માસ્ક:- એરંડો અને નારિયેળ તેલના હોટ ટ્રીટમેન્ટ ને તૈયાર કરવા માટે એક કાચના વાટકામાં એરંડા અને નાળિયેર તેલ ને મેળવો. અને 10 સેકન્ડ માટે ગરમ કરો. હવે આને તમારા વાળ પર લગાવીને સ્કેલ્પ અને રૂટ્સ ની માલીશ કરો. તમારા વાળને 30 મિનિટ સુધી ગરમ રૂમાલ થી ઢાંકી ને રાખો. હવે તમારા વાળમાં શેમ્પૂ લગાવીને ઠંડા પાણીથી ધોઈ લો.

 2) નારિયેળ પાણી અને લીંબુનો રસ:- નારિયેળ પાણી અને લીંબુના રસના મિશ્રણને તૈયાર કરવા માટે બંનેને રાત્રે મેળવીને રાખી લો. આને સવારમાં વાળના મૂળ થી માથા સુધી લગાવો. સારા પરિણામ  માટે અઠવાડિયામાં એક વાર આ કુદરતી હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

3) ઈંડુ અને જૈતુન ના તેલનો હેર માસ્ક:- ઈંડુ અને જૈતુન ના તેલ થી બનેલો હેર માસ્ક સંપૂર્ણ રીતે કુદરતી છે. આ હેર માસ્ક ને બનાવવા માટે બંને સામગ્રીને સારી રીતે મેળવીને ફેટી લો. હવે આ માસ્ક ને તમારા વાળ પર ઓછામાં ઓછું 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. આ હેર માસ્ક ને વાળમાંથી હટાવવા માટે વિશેષરૂપે ક્લીન્ઝિંગ જેલ બેઝ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો પડશે.4) એલોવેરા હેર માસ્ક:- વાળને સ્ટ્રેટ કરવા માટે એક ગરમ કરેલા નારિયેળ કે જૈતુન ના તેલ સાથે એલોવેરા જેલ મેળવો. આ મિશ્રણને તમારા વાળ પર લગાવો અને લગભગ 40 મિનિટ સુધી આમ જ રહેવા દો. હવે વાળને ઠંડા પાણીથી ધોઈ લો. ત્યારબાદ સલ્ફેટ ફ્રી શેમ્પૂ થી વાળને ફરી થી ધોઈ લો.

5) કેળું અને પપૈયાનો હેર માસ્ક:- કેળું અને પપૈયાનો હેર માસ્ક બનાવવા માટે બંનેને સરખી માત્રામાં મેળવીને મેશ કરી લો અને ત્યાં સુધી મેશ કરો કે જ્યાં સુધી એક ચીકણી પેસ્ટ તૈયાર ન થઇ જાય. આ હેર માસ્ક ને તમારા વાળ પર લગાવવા માટે હાથનો ઉપયોગ કરો અને 45 મિનિટ સુધી સૂકાવા માટે છોડી દો. હવે વાળને માઈલ્ડ શેમ્પૂ અને ઠંડા પાણીથી ધોઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment