હવે પોસ્ટ ઓફિસ પણ આપી રહી છે ગ્રાહકોને ડેબિટ કાર્ડની સુવિધા, જાણો કેવી રીતે મળશે આ લાભ…

બદલાતા સમયની સાથે પોસ્ટ ઓફિસ પણ પોતાને અપગ્રેડ કરી છે. પરંતુ આજે પણ હજુ પણ પોસ્ટ ઓફિસની લોકોના દિમાગમાં જૂની છબી છે, પરંતુ તમને જણાવી દઈએ કે આજકાલ પોસ્ટ ઓફિસ પણ ખુબ જ આધુનિક સુવિધાથી સજ્જ છે. આજે પોસ્ટ ઓફિસ પણ બેંકની જેમ તેના ખાતાધારકોને ડેબિટ કાર્ડ ઓફર કરી રહી છે.

પોસ્ટ ઓફિસના ખાતાધારક Debit card ની મદદથી ઓનલાઈન ખરીદી તથા બીજી અન્ય જગ્યાઓ પણ ઉપયોગમાં લઈ શકે છે. આ Debit card ના ગ્રાહકો ભારતમાં ગમે તે જગ્યા પર કોઈ પણ બેંકમાંથી પૈસા કાઢી શકે છે અને ઓનલાઈન વ્યવહાર પણ કરી શકે છે, પરંતુ તમને જણાવી દઈએ કે, અમુક મર્યાદા પછી ATM થી પૈસા ઉપાડવા પર ચાર્જ લાગે છે.પ્રથમ તમારે પોસ્ટ ઓફિસ ના Debit card ને ચાલુ કરવા ઈ-મેઈલ અથવા સીલબંધ પત્રમાં  4 અંકનો પિન તમને મોકલશે. હવે તેમાં પોસ્ટ ઓફિસ પિન જનરેટ કરવા Green PIN નો વિકલ્પ આપે છે. જે આ Green PIN મદદથી Debit card પિન જનરેટ કરી શકો છો.

પોસ્ટ ઓફિસમાં ડેબિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી : પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું ખુલતાની સાથે જ debit card માટે અરજી કરી શકો છો. તથા તમે પોસ્ટ ઓફિસમાં જઈને પણ અરજી રૂબરૂ કરી શકો છો. તેમજ તમે તેની વેબસાઈટ પર જઈને પણ ATM કાર્ડ સર્વિસ માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો.SMS થી ગ્રીન પિન કેવી રીતે જનરેટ કરવું : ગ્રાહકો SMS થી, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ જાતે જ તેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને  ગ્રીન પિન જનરેટ કરી શકે છે. આ સિવાય તમે તમારો ગ્રીન પિન ઈન્ડિયા પોસ્ટની કસ્ટમર કેર સર્વિસ પર ફોન કરીને પણ જનરેટ કરી શકો છો અથવા તેને બદલી શકો છો. SMS થી ગ્રીન પિન જનરેટ કરવા તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પરથી મેસેજ કરી શકો છો.

પોસ્ટ ઓફિસ ATM માંથી પિન જનરેટ કરવો : સૌથી પહેલા નજીકના ATM પર જાવ અને ATM માં પોતાનું Debit card અંદર નાખો. ત્યાર બાદ પિન જનરેટ કરવાના વિકલ્પને પસંદ કરો અને 11 અંકનો ખાતા નંબર નાખો. ત્યારબાદ તેને ચકાસી લો અને રજીસ્ટર મોબાઈલ નંબર નાખીને તેની પુષ્ટિ કરી લ્યો.ત્યાર પછી તમારા મોબાઈલ પર ગ્રીન પિન મોકલવામાં આવશે. તે પછી, 2 દિવસની અંદર ફરીથી પોસ્ટ ઓફિસ ATM પર જાવ. ત્યારબાદ બેંકિંગનો વિકલ્પ પસંદ કરો અને પિન CHANGE  વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારા મોબાઇલ પર OTP આવશે. એ દાખલ કરો અને તમારો 4 અંકનો ડેબિટ કાર્ડ પિન બનાવો.

ઓનલાઈન આ રીતે debit card પિન જનરેટ કરાય : ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમારા ઇન્ટરનેટ બેન્કિંગને લોગીન  કરો અને મુખ્ય મેનુમાં આપેલા કાર્ડ પિન વિકલ્પને પસંદ કરો. ત્યાર બાદ પછી 16 અંકનો ડેબિટ કાર્ડ નંબર અને સીવીવી દાખલ કરો અને જનરેટ OTP નો વિકલ્પ પસંદ કરો. OTP  દાખલ કરો કે જે તમે તમારા મોબાઇલ પર આવ્યો છે અને નવો પિન બનાવો વિકલ્પ પસંદ કરીને તમારો પિન જનરેટ કરો.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment