દુધમાં આ 5 વસ્તુઓ નાખીને પીવો. વાયરલ ઇન્ફેકશનથી લઈ લોહી, પેટ અને કિડનીના રોગોમાંથી કાયમી મળી જશે છૂટકરો.

આજે આપણે જોઈએ છીએ કે, લોકો પોતાની ઇમ્યુનિટી વધારવી ખુબ જરૂરી બની ગયું છે. તેમજ આ ઉનાળાના સમયમાં શરીરમાં એનર્જી બની તે માટે આપણે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. તેવામાં જો તમે પણ પોતાને વાયરલ ઇન્ફેકશનથી બચાવવા માંગતા હો, તો જરૂરી છે કે તમે આ પાવરફુલ ડ્રીંક વિશે જાણી લો. તમને જણાવી દઈએ કે, આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધ વિશે વાત કરવામાં આવી છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

એક ખાસ વાત એ કે, આ દૂધનું સેવન તમારે સવારે કરવાનું છે અને તેનાથી તમારી ઇમ્યુનિટી વધે છે અને તમે પોતાને ઘણા પ્રકારના વાયરસ અને રોગોથી શરીરને બચાવી શકો છો. આમ જો તમારી ઇમ્યુનિટી મજબુત હશે તો તમને થાક પણ ઓછો લાગે છે. જ્યારે દૂધ પીવાથી શરીરમાં એનર્જી બની રહે છે. ચાલો તો અમે તમને આ દૂધ પીવાના ફાયદાઓ અને તેને બનાવવાની રીત વિશે જાણકારી આપી દઈએ. તેમાં આ દૂધ તમારા ચહેરાની ચમક પણ વધારે છે.આયુર્વેદિક દુધથી થતા ફાયદાઓ : આ દૂધ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ તમારા મગજને સ્ટ્રોંગ બનાવે છે અને તેના કારણે તમારી કંઈ પણ શીખવાની શક્તિમાં વધારો થાય છે. આ દૂધ પુરુષોમાં યૌન ક્ષમતાને વધારે છે, તેમજ તે સ્પર્મ કાઉન્ટ પણ વધારે છે જેના કારણે ઈંફર્ટીલીટી દુર થાય છે.

મહિલાઓમાં હાડકાઓમાં થતી નબળાઈ અને પીરીયડસના સમયે થતી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આ સિવાય તે તમારી બેજાન ત્વચામાં ચમક અને નિખાર લાવે છે. આમ ચહેરાની રોનક વધારવામાં તે મદદ કરે છે. તે સ્કીનને ટાઈટ કરે છે જેના કારણે તમારા શરીરમાં વૃદ્ધાવસ્થાના લક્ષણો જલ્દી નથી દેખાતા.તે શરીરમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, બ્લડની pH વેલ્યુ, કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. જેનાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોક, લોહીની બીમારીઓ, પેટની સમસ્યાઓ, કિડનીની સમસ્યાઓ, લીવરની સમસ્યાઓ દુર રહે છે.

આયુર્વેદિક દૂધ બનાવવા માટેની સામગ્રી : 10 – બદામ, 3 – ખજૂર, 1 ગ્લાસ – ગાયનું દૂધ, 4 ચપટી – હળદર,  2 ચપટી – તજ,  1 ચપટી – એલચીનો પાવડર, 1 ચમચી – દેશી ઘી, 1 ચમચી – મધ.આયુર્વેદિક દૂધ કેવી રીતે બનાવવું જોઈએ ? : આ દૂધને બનાવવા માટે તમારે પહેલા તો રાત્રે 10 બદામ અને 3 ખજૂર અથવા ખારેક પાણીમાં પલાળીને રાખી મુકવાના છે. પણ યાદ રાખો કે ખજુર છે તો તેને પલાળવા નહિ.  તેને તરત જ ઉપયોગ કરી શકાય છે. સવારે બદામમાંથી તેની છાલ કાઢી નાખો અને ખારેકના ઠળિયા કાઢીને તેને પીસી લો. પછી આ પેસ્ટને થોડા ગરમ દૂધમાં મિક્સ કરીને તેમાં હળદર, તજ અને એલચીનો પાવડર મિક્સ કરી લો. હવે તેમાં એક ચમચી ઘી નાખો અને તેને સારી રીતે મિક્સ કરીને ખાલી પેટ પીય જાવ.

આ વાતનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ : આ દૂધનું સેવન તમારે સવારે ખાલી પેટ કરવાનું છે. તમે ઈચ્છો તો તમે રાત્રે સૂતા પહેલા પણ પી શકો છો. પણ આ માટે તમારે રાત્રીના ભોજન અને દૂધ પીવા વચ્ચે 2 કલાકનું અંતર રાખવું પડશે. સવારે ખાલી પેટ દૂધ પીધા પછી 40 મિનીટ સુધી કંઈ પણ ખાવું નહિ. તજની તાસીર ગરમ હોય છે આથી 2 ચપટીથી વધુ તજ ન નાખવા જોઈએ.જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આ દુધને પીધા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. તેમાં બીજા બધા લોકો માટે આ દૂધ લાભદાયક, સુરક્ષિત અને ખુબ જ ફાયદાકારક છે. તેને દરેક ઉંમરના લોકો પીય શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “દુધમાં આ 5 વસ્તુઓ નાખીને પીવો. વાયરલ ઇન્ફેકશનથી લઈ લોહી, પેટ અને કિડનીના રોગોમાંથી કાયમી મળી જશે છૂટકરો.”

  1. Good article.
    But the idea is not printable hence cannot give to many people for their health benefit.
    May be after 35.6 years you may allow to print. By the time all those will be demenised.?!?!

    Reply

Leave a Comment