પાણીપુરી ખાતા પહેલા ખાસ ચેક કરી લો આ બાબત…. દરેક સ્ત્રીઓએ અને છોકરીએ ખાસ રાખવું ધ્યાન…
મિત્રો જમાનો ભલેને ગમે તેટલો આગળ વધી ગયો હોય પરંતુ પિઝ્ઝા, બર્ગરનું ચલણ તો ખુબ જ વધી ગયું છે. પરંતુ છતાં હજુ લારીઓમાં મળતા અમુક એવા ખોરાક છે તેનું ચલણ લોકોમાં ઓછું નથી થયું. તો આજે અમે તમને લારીમાં મળતી પાણીપુરી વિશે અમુક એવી વાતો જણાવશું જાણીને તમે ચોંકી જશો. કેમ કે બાળકો, છોકરીઓ, ગૃહિણીઓ તેમજ અન્ય લોકોને પાણી પૂરી ખુબ જ ભાવતી હોય છે અને બધાને પ્રિય પણ હોય છે. જેના કારણે તેના ચટપટા સ્વાદને લેવા લોકોની લારીઓ પર પણ ભીડ જામેલી હોય છે.
પરંતુ મિત્રો આજે અમે પાણીપુરીના અમુક એવા રાઝ તમને જણાવશું કે તમે પાણીપુરી ખાવાનું છોડી દેશો. આજે અમે પાણીપુરીની અમુક સત્ય હકીકતો વિશે જણાવશું. માટે આ લેખ દરેક લોકો વાંચે એટલા માટે આ લેખને શેર કરજો. તો ચાલો જાણીએ પાણીપુરીની સાચી હકીકત શું હોય છે.
મિત્રો ગુજરાતના અમદાવાદ જીલ્લામાં લાલ દરવાજા પાસે એક પાણીપુરીનો વેન્ડર, પાણીપુરીના પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે પાણીમાં ટોઇલેટ ક્લીનર બનાવવામાં જે એસીડનો ઉપયોગ કરવામાં આવે તે ઉપયોગમાં લેતો હતો. જેનાથી પાણીપુરીનું પાણી એકદમ સ્વાદિષ્ટ થઇ જાય. આ લીક્વીડ એટલું ભયાનક હોય છે કે તેનાથી માણસ લાંબા સમયે રોગ ગ્રસ્ત પણ થઇ શકે છે. મિત્રો ત્યાં પાણીપુરી ખાતા લોકોને એવો સંદેહ ગયો કે તે વેન્ડરના પાણીમાં કંઈક અલગ જ ઉમેરવામાં આવે છે.અ પાણીપુરી વાળો વ્યક્તિ જ્યાં ઉભો રહેતો હતો ત્યાં આજુબાજુમાં એ એસિડના કારણે રસ્તો પણ ખરાબ થઇ ગયો હતો. પરંતુ લોકોનો સંદેહ સાચો પડ્યો અને તેણે નિગમને ફરિયાદ કરી. ત્યાર બાદ નિગમ દ્વારા એ પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું અને તપાસ હાથ લેવામાં આવી હતી અને તે પાણીને લેબમાં પણ મોકલવામાં આવ્યું હતું.
પરંતુ મિત્રો લેબમાં ગયા બાદ જે સામે આવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. લેબના રીપોર્ટમાં એવું સામે આવ્યું કે આ પાણીપુરીના પાણીમાં એવું એસીડ ઉમેરવામાં આવ્યું છે જેનો ઉપયોગ ટોઇલેટ ક્લીનરમાં કરવામાં આવે છે. ત્યાર બાદ કોર્ટે તે પાણીપુરીના વેન્ડરને 6 મહિનાની જેલની સજા પણ ફટકારી હતી. પરંતુ મિત્રો આ કિસ્સો અહીં જ ખતમ નથી થતો. આ વેન્ડર તો પકડાય ગયો, પરંતુ પાણીપુરીના પાણીમાં અને મસાલાઓમાં એટલી ભેળસેળ કરવામાં આવે છે કે જેના વિશે આપણે વિચારી પણ ન શકીએ. તે પાણીથી આપણને કેટલું નુકશાન થાય છે તેની કોઈ કલ્પના પણ ન કરી શકીએ. તો મિત્રો તે જાણવા માટે આ લેખને અંત સુધીનો વાંચો. કદાચ તમે બચી પણ જાવ.
મિત્રો આપણે જે પાણીપુરીને ચાવ સાથે ચટપટા અંદાજમાં ખાતા હોઈએ છીએ તે પાણીપુરીને બનાવવામાં અમુક પાણીપુરી વાળા પોતાની સરળતા માટે અને વધારે નફો મેળવવા માટે આપણા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા હોય છે. તેઓ તેમાં સડેલા બટેટાનો ઉપયોગ કરતા હોય છે અને તો સાફસફાઈનું કોઈ ખાસ ધ્યાન નથી રાખતા.
આ તો સામાન્ય વાત છે પરંતુ મિત્રો, આપણે જે પાણીપુરીનું પાણી ચાવ સાથે પીતા હોઈએ છીએ. તે પાણીનો સ્વાદ વધારવા માટે તેમાં ફુદીનાનું એસેન્સ, ટારટેરિક એસીડ અને ટોઇલેટ ક્લીનરમાં વપરાતા એસીડનો ઉપયોગ કરતા હોય છે. તે પૂરી બનાવા માટે જે તેલ અને લોટનો ઉપયોગ કરતા હોય તે પણ ક્યારેક સ્વાસ્થ્યવર્ધક નથી હોતા.
તમને જણાવી દઈએ કે આવી પાણીપુરી ખાવાથી ડાયેરિયા, ડીહાઈડ્રેશન જેવી સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત જો નિયમિત તેનું સેવન કરવામાં આવે તો લીવર પણ ખરાબ થઇ શકે છે. એટલું જ નહિ તેની અસર આપણા પાચનતંત્ર પર પણ પડે છે, જેથી પેટની સમસ્યા થઇ શકે છે તેમજ જાડા ઉલટી પણ થઇ શકે છે, તો વધુ સેવનથી ક્યારેક આંતરડામાં સોજો પણ આવી જાય છે, એટલું જ નહિ આંતરડામાં ચાંદા પણ પડી શકે છે, તો લાંબા સમયે એસીડીટી કે પેટમાં અલ્સર જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
માટે મિત્રો પાણીપુરી ખાતા કે ખવડાવતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની ટીપ્સ પણ અમે આ લેખમાં જણાવશું. તમે જ્યાં પણ પાણીપુરી ખાવા માટે જાવ તો હવે આટલી બાબત જરૂર ચકાસી લેજો અને જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો એ પાણીપુરી ખાવાનું અવશ્ય ટાળજો.
તે લોકો પાણીને તીખું અને જાયકેદાર બનાવવા માટે હાનીકારક એસીડ ઉમેરતા હોય છે. તે જાણવા માટે સ્ટીલની પ્લેટ જેમાં પાણીપુરી અપાય છે તેના રંગ પરિવર્તન પર ધ્યાન આપવું. જો તેમાં કોઈ રંગ પરિવર્તન દેખાય તો સમજવું તેમાં કોઈ ભેળસેળ અવશ્ય થયેલી છે.
આ ઉપરાંત પાણી પર પણ નજર રાખવી. તે જ્યારે પાણીમાં ચમચો ચલાવતો હોય ત્યારે નજર નાખીને જોઈ લેવું કે પાણીની ટાંકીનો રંગ ઉડેલો તો નથી ને !, તમે ખાવ ત્યારે દાંતમાં કંઈક જામી ગયું હોય તેવો અહેસાસ લાગે તો પણ તેમાં ભેળસેળ કરેલી છે તેવું સમજવું. આ ઉપરાંત જો તમારા પાણીમાં એસેન્સ કે એસીડ મિક્સ કરેલું હશે તો તો પાણી પીતા જ પેટમાં તમને જલન મહેસુસ થશે.
મિત્રો દેશના જાગૃત નાગરિક બની આ લેખને શેર કરી શકો છો અને લોકોના સ્વાસ્થ્ય માટેની પહેલ કરી શકો છો. આ ઉપરાંત તમને પાણીપુરી ભાવે છે કે નહિ તે કોમેન્ટમાં જરૂર જણાવજો.. સાચું બોલજો હો..
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
India have the habit of NO Hygine, cleanliness and or purity. Even around them they just ignore all sorts of dirty habite. If the people insist or not buy any food items from the dirty shabby stalls then there may be some improvements observed. Even the local authority encourage these kind of habits. Hence India have that poor, dirty and slave looks.