આપણું કોઈપણ ભોજન હોય લગભગ મોટાભાગની રસોઈમાં ડુંગળીનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ તમે જાણો છો કે થોડા સમય પહેલા ડુંગળીના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયાં હતા. ડુંગળી ખરીદવું ગરીબ થી માંડીને પૈસાદાર માણસ માટે પણ મોઘું થઇ ગયું હતું. પણ આવનાર દિવસોમાં સરકાર આ ડુંગળીની અછત ન સર્જાય તેમજ ડુંગળીના ભાવ વધે નહિ તે માટે એક ચોક્કસ પ્લાન બનાવી રહી છે. જો તમે પણ આ પ્લાન જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાચી જુઓ.
સરકારે ડુંગળીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. તેનું કારણ છે ઓગસ્ટ થી ડિસેમ્બર સુધી ડુંગળીના વધતાં ભાવ. આ દરમિયાન ડુંગળી પોતાની વધતી કિંમતોથી સામાન્ય લોકોની સાથે સાથે સરકારને પણ રોવડાવે છે. તેના રેટ અતિશય ન વધે તે માટે સરકારે ડુંગળી માટે આખો પ્લાન તૈયાર કરી લીધો છે. પહેલાથી જ ડુંગળીની ખરીદી અને સ્ટોક વધવાનો ચાલુ છે.સરકારે વર્ષ 2022-23માં બફર સ્ટોક બનાવવા માટે ખેડૂતો પાસેથી 2.5 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે અને ડુંગળીની કિંમત વધશે ત્યારે તે બજારમાં આવશે. સરકારી આંકડાઓ મુજબ, વીતેલ વર્ષ 2021-22માં ડુંગળીનું ઉત્પાદન ત્રણ કરોડ 17 લાખ ટન હોવાનું અનુમાન છે જ્યારે એક વર્ષ પહેલા તે 2 કરોડ 66.4 લાખ ટન હતું.
ડુંગળીનો બફર સ્ટોક વધ્યો:- ખાદ્ય તેમજ ઉપભોક્તા બાબતોના મંત્રાલયે એક બયાનમાં કહ્યું કે, પાછલા રેકોર્ડને તોડતા કેન્દ્રએ વર્ષ 2022-23 માં બફર સ્ટોક માટે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ચાલુ વર્ષમાં ડુંગળીના બફર સ્ટોકનો આકાર 2021-22 દરમિયાન બનાવવામાં આવેલ 2 લાખ ટનથી 50 હજાર ટન વધારે છે.વર્તમાનમાં રવિ પાક ડુંગળીની ખરીદી ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા ડુંગળીના ઉત્પાદક રાજ્યોમાં ખેડૂતોના કિસાન ઉત્પાદક સંગઠનોના માધ્યમથી કરવામાં આવેલ છે.
કિંમત વધવા પર સરકાર આપશે ડુંગળી:- મંત્રાલયે કહ્યું કે, સ્ટોકને લક્ષિત ખુલા બજારમાં વેચાણના માધ્યમથી બહાર પાડવામાં આવશે અને રાજ્યો તેમજ કેન્દ્ર્શાષિત પ્રદેશો અને સરકારી એજન્સીઓને દુકાનોના માધ્યમથી ઓછી આપૂર્તિ વાળા દિવસો (ઓગસ્ટ-ડિસેમ્બર) દરમિયાન કિંમત ઘટાડવા માટે આપવામાં આવશે. ખુલા બજારમાં વેચાણ તે રાજ્યો તેમજ શહેરો તરફ લક્ષિત કરવામાં આવશે જ્યાં કિંમતો પાછલા મહિનાની તુલનાએ વધી રહી હોય.
દર વર્ષે એવું થાય છે કે, ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે. લગ્નની પણ સિઝન હોય છે તેના કારણે ડિમાન્ડ સતત વધતી રહે છે અને સપ્લાઈ ઓછી થતી જાય છે. માટે જ રેટ પણ વધી જાય છે. આમ ડુંગળીની અછત ન દેખાય તેમજ ડુંગળીના ભાવ વધે નહિ તે માટે સરકાર અત્યારથી જ સાવચેત બનીને પોતાની યોજના બનાવી રહી છે. ડુંગળી થી સામાન્ય લોકો પણ પરેશાન ન થાય તે માટે સરકારે આ યોજના બનાવી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી