કિન્નરોની તાળી પાડવા પાછળ છુપાયેલું છે આ ખાસ રહસ્ય, મોટાભાગના લોકોને નથી ખબર આ હકીકત.

સામાન્ય રીતે આપણે લોકો કિન્નરોને જે વસ્તુ માટે સૌથી વધુ ઓળખીએ છીએ તે હોય છે તેની ખાસ રીતે પાડવામાં આવતી તાળી, અને તેના હાવભાવ. તેની તાળી જેવી વાગે છે અને વગાડવામાં જે અવાજ આવે છે તે કંઈક અલગ જ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કિન્નરોની જેમ તાળી પાડે તો અવાજ એવો નથી આવતો. તો એ તાળી કેવી વાગે છે, તાળી અને આ તાળીથી તે પોતાની ભાવનાઓને પણ વ્યક્ત કેવી રીતે કરે છે તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. તો ચાલો જાણીએ કિન્નરોની તાળી પડવાની ખાસ રીતમાં અવાજ શા માટે આવે છે.

કિન્નરોની તાળી વગાડવાની એક અલગ જ રીત હોય છે. સામાન્ય તાળીમાં બંને હાથ ઉભા અથવા આડા હોય છે અને આંગળીઓ એકબીજામાં લગભગ જોડાયેલી હોય છે. જ્યારે કિન્નર તાળી વગાડે છે તો એક હાથ ઉભો અને બીજો હાથ આડો, એમ એકબીજા સાથે જોડાય છે અને આંગળીઓ એકદમ દુર દુર હોય છે. આ તાળીથી ખાસ પ્રકારનો અવાજ નીકળે છે જે ઘણો ઊંચો હોય છે.થોડા વર્ષો પહેલા સમાજવાદી પાર્ટીના નેતા વિશ્વંભર પ્રસાદ નિષાદની એક વાત ખુબ જ વિવાદમાં રહી હતી. તેમણે કહ્યું હતું કે, કિન્નર ક્યારેય બીમાર નથી પડતા. કારણ કે તે તાળી વગાડે છે, મેં ક્યારેય કોઈ કિન્નરને હોસ્પિટલમાં ઈલાજ કરાવતા નથી જોયા. તાળી તેમને માટે એક્યુપ્રેશર થેરેપી છે, જે બીજા લોકોએ પણ અપનાવવી જોઈએ.

કિન્નર સમુદાય વિશે ઘણી બધી વાતો છે, જે બીજાથી અલગ હોય છે. જેમ કે કોઈ નવા કિન્નરને સમાજમાં સામેલ કરવા માટે ઘણા રીત રીવાજ હોય છે. નવા કિન્નરની શારીરિક અને માનસિક અવસ્થા તપાસ કરવામાં આવે છે કે, તે કિન્નર સમુદાયથી જોડાવાથી પૂરી રીતે તૈયાર છે. ત્યાર પછી સામેલ થવા પર રીત રસમ સાથે ભોજન અને સંગીત પણ હોય છે.વધુ પડતા કિન્નર ઉત્સવોમાં જઈને અને દુવાઓ આપીને કમાઈ કરે છે. જો કે હવે સમાજની મુખ્ય ધારામાં સ્વીકાર્યતા વધી છે અને તે નોકરી પણ કરવા લાગ્યા છે. પણ આવા લોકો ખુબ ઓછા છે. કિન્નર હળીમળીને પરિવારની જેમ રહે છે અને પોતાના સૌથી અનુભવી કિન્નરને ગુરુ બનાવે છે. આ ગુરુ પરિવારની વ્યવસ્થા બનાવી રાખે છે. પૈસાની લેણદેણ અને ખર્ચ જેવા કામ પણ આ ગુરુના કહેવાથી થાય છે.

આવી જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment