નવા વાસણમાંથી સ્ટીકર કાઢવાની આ ટેકનીક જાણી લો, સ્ટીકર પણ સરળતાથી ઉખડી જશે અને દાગ કે લિસોટા પણ નહીં પડે..

લગભગ દરેક નવા વાસણમાં સ્ટીકર લાગેલા હોય જ છે. આ સ્ટીકરને દૂર કરવા માટે આપણે કેટલીક ટિપ્સ અજમાવતા હોઈએ છીએ. જેમ કે, વાસણને સ્કાર્ચ બ્રાઇટ સાથે ઘસવું, છરી અથવા તો ચમચી વડે સ્ટીકરને દૂર કરવું અથવા તો નખ વડે સ્ટીકરને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. પરંતુ આ સ્ટીકર એટલી મજબૂતાઈથી ચોંટેલા હોય છે કે, તેને દૂર કરવાના ચકકરમાં વાસણોમાં સ્ક્રેચ પડી જાય છે અને નવા વાસણ જૂના દેખાવા લાગે છે.

ખાસ કરીને, જ્યારે સ્ટેનલેસ સ્ટીલના વાસણોની વાત હોય છે, ત્યારે તેમાં ખુબ જ જલ્દી સ્ક્રેચ દેખાવા લાગે છે, જે તેની ચમકને ઓછી કરી દે છે. આ લેખમાં અમે તમને કેટલીક સરળ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ખુબ જ સહેલાઈથી વાસણમાં લાગેલ સ્ટીકરને દૂર કરી શકશો અને વાસણોની ચમક પણ એવીને એવી જ રહેશે.

ગરમ પાણીથી દૂર કરો : જો તમે સ્ટેનલેસ સ્ટીલ અથવા તો નવા પ્લાસ્ટિક વાસણોમાંથી સ્ટીકરોને રીમુવ કરવા જઈ રહ્યા છો, તો તમારે ફક્ત ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમારે સ્ટીકર વાળી જગ્યા પર ગરમ પાણી નાખવાનું છે, અને 1 મિનિટ સુધી તેને આમ, જ છોડી દો. 1 મિનિટ પછી તમે સ્ટીકરને કોઈ પણ કપડાંને તેના પર ઘસો અથવા તો તમે તમારા હાથ વડે પણ દૂર કરી શકો છો. આવું કરવાથી સહેલાઈથી સ્ટીકર દૂર થઈ જશે અને વાસણમાં સ્ક્રેચ પણ નહિ પડે. આ ટિપ્સને તમે પ્લાસ્ટિક અને સ્ટેનલેસના વાસણમાં પણ ટ્રાય કરી શકો છો. કાચના વાસણમાં આ પ્રયોગ કરતાં પહેલા તપાસ કરી લો કે પાણી જરૂરત કરતાં વધારે ગરમ તો નથી ને.સીધું ગેસ પર રાખવું : જો તમે સ્ટીલના કોઈ પણ નવા વાસણમાંથી સ્ટીકરને દૂર કરવા જઈ રહ્યા છો, તો આ વાસણને સીધું ગેસ પર જ રાખો. આ માટે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે, ગેસની આંચને થોડી ધીમી ફ્લેમ પર રાખવાની છે અને જે પણ જગ્યા પર સ્ટીકર લાગેલું છે ત્યાં વાસણ રાખો. ખુબ જ સહેલાઈથી સ્ટીકર બહાર નીકળી જશે અને વાસણની ચમક પણ રહેશે. ધ્યાન રાખો, કે આ પ્રયોગ પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં ન કરવો, નહિ તો વાસણ બળવાની સંભાવના રહે છે.

આલ્કોહોલનો ઉપયોગ કરો :

કોઈ પણ વાસણ પરથી સ્ટીકરને દૂર કરવા માટે આલ્કોહોલના થોડાં ટીપાં તેના પર નાખો અને 1 મિનિટ માટે તેને આમ, જ છોડી દો. 1 મિનિટ પછી એક કપડાંની મદદથી ઘસીને સ્ટીકરને કાઢી લો. આ ટ્રીકથી તમે ખુબ જ સહેલાઈથી સ્ટીકરને કાઢી શકશો અને વાસણની ચમક પણ એવીને એવી જ રહેશે. આ ટ્રીકને તમે કોઈ પણ પ્રકારના વાસણમાં કરી શકો છો.નેલ પેઈન્ટ રીમુવર અથવા સ્પ્રિટ : કોઈ પણ સ્ટેનલેસ સ્ટીલ અથવા તો પ્લાસ્ટિકના વાસણમાંથી સ્ટીકરને દૂર કરવા માટે નેલ પેઈન્ટ રીમુવર અથવા તો સ્પ્રિટનો ઉપયોગ ખુબ જ સરળ છે. તેથી જ તમે સ્ટીકર વાળી જગ્યા પર થોડું નેલ પેઈન્ટ રીમુવરને નાખો અને તેને એક કોટન વડે ઘસો. જો તમારી પાસે સ્પ્રિટ છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ ટ્રીપને તમે કોઈ પણ પ્રકારના વાસણમાં સ્ટીકરને દૂર કરવા માટે કરી શકો છો.તેનાથી વાસણમાં સ્ક્રેચ નહિ પડે.

ઓલિવ ઓઈલનો ઉપયોગ :

વાસણમાંથી સ્ટીકરને દૂર કરવા માટે મુલાયમ કપડાંના એક ભાગને ઓલિવ ઓઈલમાં ડૂબાડો. હવે આ કપડાંને સ્ટીકર વાળી જગ્યા પર ઘસો અને તેને દૂર કરવાની કોશિશ કરો. આવું કરવાથી 1 મિનિટમાં સ્ટીકર નીકળી જશે અને વાસણ પર કોઈ નિશાન પણ નહિ રહે. ઓલિવ ઓઈલનો ઉપયોગ તમે વાસણ પર પણ સીધો કરી શકો છો.આ બધી ટ્રીકથી તમે વાસણમાંથી સ્ટીકરને દૂર પણ કરી શકો છો અને તેનાથી વાસણની ચમક પણ રહે છે. આ ઉપાયથી વિના કારણે સ્ક્રેચ પણ નથી પડતા. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment