શું તમે પણ ઘરે બેઠા બેઠા જ સારી એવી કમાણી કરવા માટે વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા શાનદાર પ્લાન વિશે જણાવશું, જ્યાં તમે ઘરે બેઠા બેઠા દરરોજ કમાણી કરી શકશો. તમને જણાવી દઈએ કે, આજે નવા સુપર ફૂડ માઈક્રોગ્રીનની ખુબ જ માંગ છે.
કોરોનાકાળ દરમિયાન તેની માંગ ખુબ જ વિપુલ પ્રમાણમાં વધી છે. કારણ કે લોકો પોતાના પોષણ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફળ અને શાકભાજીની સરખામણીમાં તેમાં 40 ગણું વધુ પોષણ રહેલું છે. આથી અચાનક માર્કેટમાં તેની માંગ વધી ગઈ છે. ઘણા લોકો તો તેનો બિઝનેસ શરૂ કરીને દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. ચાલો આ વિશે વધુ જાણી લઈએ
શું છે માઈક્રોગ્રીન ? : કોઈ પણ છોડના શરૂઆતના પાન માઈક્રોગ્રીન કહેવાય છે. તેને તમે માઈક્રોગ્રીન્સ યુવા શાકભાજીના રૂપમાં પણ સમજી શકો છો. જેમ કે મૂળો, સરસવ, મગ તેમજ અન્ય વસ્તુઓના બીજના જે શરૂઆતનાં પાન આવે છે તેને માઈક્રોગ્રીન કહેવાય છે. જે લગભગ 2 થી 3 ઇંચ લાંબા હોય છે.
તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં જ્યારે આ પાન આવે છે તેવા જ જમીન અથવા સપાટીથી થોડે ઉપરથી તેને કાપી લેવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે આ સ્વાસ્થ્ય માટે એટલા ફાયદાકારક છે કે જો તમે દરરોજ માત્ર 50 ગ્રામ માઈક્રોગ્રીનનું સેવન કરો છો તો તમારામાં પોષણની બધી જ કમી દૂર થઈ જશે.
માઈક્રોગ્રીનની ખેતી કેવી રીતે કરવી ? : માઈક્રોગ્રીનની ખેતી કરવી ખુબ જ સરળ છે. તેને કોઈ પણ ગમે ત્યાં શરૂ કરી શકે છે. તેને તમે બાલકનીથી લઈને બેડરૂમમાં પણ ઉગાવી શકો છો. આ માટે માટી અથવા કોકોપીટ, જૈવિક ખાતર અથવા ઘરમાં બનેલ ઉર્વરક, ટ્રે અને બીજની જરૂર પડે છે. આ ફસલને પણ સૂર્યના સખ્ત તડકાથી બચાવવી જરૂરી છે. દરરોજ પાણીનો થોડો છંટકાવ કરવો પડે છે અને તેમાં થોડા જ દિવસોમાં છોડ ઉગવા લાગે છે.
કંઈ રીતે થાય છે કમાણી ? : તમને જણાવી દઈએ કે, માઈક્રોગ્રીનની ખેતી વ્યવસ્થા કરવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે. આ ઓછી ખેતીમાં વધુ કમાણીનો માર્ગ છે. તમે બે થવા ત્રણ અઠવાડિયામાં સારી એવી કમાણી કરી શકો છો.
કમાણી માટે આ છોડને તમે 5 સ્ટાર હોટલ, કેફે, સુપરમાર્કેટમાં વેંચી શકો છો. જ્યાંથી તમને લાખોની આવક થઈ શકે છે. તેને તમે B2B બિઝનેસના રૂપે પણ કરી શકો છો. જ્યાં તમારે માત્ર હોટલ અને કેફેમાં માઈક્રોગ્રીનની સપ્લાઈ કરવાની છે. તમે ઈચ્છો તો દુકાન ખોલીને તમારો બિઝનેસ વધારી પણ શકો છો.
આમ તમે માઈક્રોગ્રીન ખેતી કરીને સારી એવી આવક કરી શકો છો. તેમજ તે માટે ખાસ કોઈ જગ્યાની પણ જરૂર નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી