શિયાળામાં ગેસ ગીઝરનો કરો છો ઉપયોગ? તમને થઈ શકે છે આ ગંભીર નુકસાન 

મિત્રો આપણે જાણીએ છીએ તેમ હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ગરમ પાણી સિવાય પાણી પણ ભાવતું નથી. ત્યારે સ્નાન કરવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાના છીએ. અને મોટાભાગના લોકો ગરમ પાણી કરવા માટે ગેસ ગીઝરનો ઉપયોગ કરે છે. પણ શિયાળામાં ગેસ ગીઝરનો ઉપયોગ કરવો પણ ગંભીર સાબિત થઇ શકે છે. તેના કેટલાક કારણો છે જેની ચર્ચા આજે આપણે આ લેખમાં કરીશું. 

શિયાળાની ઋતુમાં પાણી ગરમ કરવા માટે લોકો ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. પાણી ગરમ કરનારા ગીઝર બે પ્રકારના હોય છે, એક ઇલેક્ટ્રીક ગીઝર અને બીજું ગેસ ગીઝર. ગેસ ગીઝરનો ઉપયોગ કરનાર લોકો માટે એક મોટી ખબર સામે આવી છે. હાલમાં જ બેંગલોરમાં રહેનાર એક વ્યક્તિએ ટ્વિટ કરીને લોકોને જણાવ્યુ કે ગેસ ગીઝરને કારણે તેની પત્ની અને દીકરીનું મૃત્યુ થયું છે.દિવ્યાંશું નામના એક ટ્વિટર યુઝરે ટ્વિટમાં જણાવ્યુ કે, ગેસ ગીઝરમાંથી નીકળતા હાનિકારક કાર્બન મોનોક્સાઈડ ગેસના કારણે 35 વર્ષીય મહિલા અને 7 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. જાણ થાય કે આ પહેલા પણ ગીઝર લીક થવાને કારણે એવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. ગેસ ગીઝરનો ઉપયોગ કરનારાઓની નાની અમથી બેદરકારી તેમના જીવ પર ભારે પડી શકે છે. આવો આ લેખમાં વિસ્તારથી જાણીએ ગેસ ગીઝરના નુકસાન અને તેનો ઉપયોગ કરવાથી જોડાયેલી સાવધાનીઓ. 

ગેસ ગીઝરના નુકસાન:- આ ગીઝર વાસ્તવમાં ઇલેક્ટ્રીક ગીઝરથી અલગ હોય છે. ગેસ ગીઝરને કામ કરવા માટે એલપીજી ગેસની જરૂરિયાત રહે છે. ઇલેક્ટ્રીક ગીઝરની તુલનાએ તે સસ્તું હોય છે અને તે જ કારણ છે કે ગેસ ગીઝર મોટા ભાગના લોકો ઉપયોગમાં લે છે. ગેસ ગીઝર ઓન કર્યા પછી તેમાં થતી લીકેજને કારણે કાર્બન મોનોક્સાઈડ ગેસનો સ્ત્રાવ થાય છે. જો બંધ રૂમમાં તેનો સ્ત્રાવ વધી જાય તો, તે રૂમમાં રહેલ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. ગીઝર બંધ જગ્યામાં રહેલ ઑક્સીજનને ઘટાડવાનું કામ કરે છે અને તેના કારણે વ્યક્તિને કાર્ડિયલ અરેસ્ટ, બ્રેનને નુકસાન અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં સમયે ધ્યાનમાં રાખવી આ સાવધાનીઓ:- ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં સમયે તમારે અમુક જરૂરી સાવધાનીઓનું ધ્યાન રાખવું જોઈએ. તેના ઉપયોગમાં જરાક અમથી ભૂલ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં સમયે તેના લીકેજની વધારે ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય જો તમે પણ ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં હોય તો, આ વાતોનુ ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. 

બંધ જગ્યાએ ગેસ ગીઝર ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ. જો તમારું વોશરૂમ નાનું કે બંધ જગ્યાએ હોય તો, એગ્જોસ્ટ જરૂરથી લગાડવું. ગેસ ગીઝરને રૂમની બહાર ઇન્સ્ટોલ કરાવવું. ગેસ ગીઝર ઓન કર્યા પછી તેને બંધ કરવાનું ન ભૂલવું. ગેસ ગીઝર નહાવાનું શરૂ કરતાં પહેલા બંધ કરી દેવું જોઈએ.જો ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં સમયે શ્વાસ લેવામાં સમસ્યા થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેનો ઉપયોગ કરતાં સમયે બેદરકારી તમારા જીવ પર ભારે પડી શકે છે. ગેસ ગીઝર ઇન્સ્ટોલ કરાવતા સમયે તે ધ્યાન રાખવું કે, બાળકો ત્યાં સુધી ન પહોંછી શકે. આમ જયારે પણ તમે ગેસ ગીઝરનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે ખુલી જગ્યામાં ગીઝરને ફીટ કરવું જોઈએ. જેથી તમને નુકશાન ન થાય. તેમજ ગેસ ગીઝરથી થોડી સાવધાની રાખવાની જરૂર પડે છે. જેથી કરીને તમે તેનો ઉપયોગ સેફટી રીત કરી શકો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment