આ છે દેશની સૌથી સસ્તી CNG કાર, ઓછા ખર્ચે ચાલશે વધુ કિલોમીટર. જાણો તેની કિંમત અને માઈલેજની સંપૂર્ણ માહિતી…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ ખુબ જ વધી રહ્યા છે. આવી મોંઘવારીમાં આપણે કાર શું બાઈક ચલાવવી પણ મોંઘી પડે છે. પરંતુ જરૂરિયાત મુજબ વ્હીકલ્સનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. તો આ મોંઘવારીમાં તમને ખુબ જ સસ્તી કિંમતે મળી રહે અને ઓછા ખર્ચે વધુ ચાલે એવી કાર વિશે જણાવશું. જે તમને ખુબ ફાયદાકારક રહેશે.

જો તમે પણ સસ્તી CNG કાર શોધી રહ્યા છો, જે સારી માઈલેજ પણ આપે છે. અહીં અમે તમને આવી કારો વિશે જણાવી રહ્યા છીએ જે ઓછી કિંમતે મળી રહે છે અને CNG માં પણ વધુ એવરેજ આપે છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે મોટાભાગના લોકો ઈંધણના સસ્તા વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં સીએનજી કાર એક સારો વિકલ્પ છે. ચાલો જાણીએ સસ્તી CNG કાર વિશે.

મારુતિ અલ્ટો (Maruti Alto) CNG : મારુતિ સુઝુકીની સૌથી સસ્તી હેચબેક નાની કારમાંની એક કાર છે અલ્ટો. જેમાં 800 સીસીની ક્ષમતાનું એન્જિન છે. આ કાર 40hp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. તેની શરૂઆતની કિંમત 4.66 લાખ રૂપિયા છે. તે 31.59 કિમી/ એક કિલો CNG ગેસમાં માઇલેજ આપે છે.

મારુતિ એસ. પ્રેસો (Maruti S-Presso) : મારુતિ સુઝુકીની મીની એસયુવી તરીકે ઓળખાતી આ કાર 67hp પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં 55 લિટરની ફ્યુઅલ ટાંકી છે. તેની શરૂઆતની કિંમત 5.06 લાખ રૂપિયા છે. તે 31.2 કિમી/એક કિલો CNG ગેસમાં માઇલેજ આપે છે.

મારુતિ વેગનઆર (Maruti Wagon R) CNG : મારુતિ સુઝુકીની વેગનઆર કાર પણ સીએનજી કીટ સાથે ઉપલબ્ધ છે. તે 58hp નો પાવર અને 78Nm નો ટોર્ક જનરેટ કરે છે. અને તેની ફ્યુઅલ ટાંકી 60 લિટર છે. તેની શરૂઆતની કિંમત 5.70 લાખ રૂપિયા છે અને તે 32.52 કિમી/એક કિલો CNG ગેસમાં માઇલેજ આપે છે.

તો મિત્રો આ છે દેશની સૌથી સસ્તી કાર, જે CNG ગેસમાં વધુ એવરેજ પણ આપે છે. આ કાર મધ્યમથી લઈને દરેક પરિવારને પરવડે છે. માટે આ કાર તમને ઓછી કિંમતમાં પણ મળી જશે અને ચલાવવામાં પણ સસ્તી પડશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment