આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ જ વ્યસ્ત છે. અત્યારે લગભગ દરેક લોકો નોકરી કરે છે પરંતુ જે લોકો નોકરી નથી કરતા તેઓ પાસે પણ સમય હોતો નથી કે, તેઓ પરિવારના સભ્યો તથા મિત્રો, સંબંધીઓને મળીને તેમની સાથે થોડો સમય વિતાવી શકાય. જો કે, કોરોના મહામારીમાં આ સંભંવ થઈ શકે છે. છેલ્લો થોડો સમય લોકોને મોટાભાગનો સમય પોતાના ઘર પરિવારની સાથે રહેવા મળ્યું છે. દિવાળી એક એવું પર્વ છે જે લોકોને નજીક લાવવા માટે તે સાથે સંબંધમાં પ્રેમભાવ વધારે છે.
દિવાળી પર દરેક વ્યક્તિ ખરીદી કરે છે અને પોતાના બજેટ અનુસાર એક બીજા માટે મિઠાઈ અને ગિફ્ટ્સ પણ લેતા હોય છે. જો આ અવસરે તમે યોગ્ય વ્યક્તિ માટે ભેટ લેશો, તો સંબંધ વધારે મજબુત બની શકે છે. એક બીજાની ભેટ લઈને સંબંધમાં પ્રેમ ભાવનો સંચાર થાય છે તથા સંબંધમાં મિઠાશ ભળે છે. તો આવો જાણીએ, કંઈ છે આ ખાસ ભેટ, જેને તમે દિવાળી પર તમારા નજીકના સંબંધીઓને આપી શકો છો. જેના કારણે તમારા નજીકના વ્યક્તિઓ ખુશ થશે.
ફ્રૂટ્સ અથવા ડ્રાય ફ્રૂટ્સ : ફ્રૂટ્સ અથવા ડ્રાય ફ્રૂટ્સ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ ખાય છે. આ દિવાળી પર પોતાના નજીકના વ્યક્તિઓને ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સને બાંટવા અથવા ટોપલીમાં સરસ રીતે પેક કરીને ભેટ રીતે આપી શકો છે. આ ગિફ્ટ 500 રૂપિયાથી 800 રૂપિયા સુધીમાં તમને મળી જશે. આ ભેટ સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે તથા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.શુગર-ફ્રી ગિફ્ટ : અત્યારે મોટાભાગના લોકો ડાયાબિટીસના શિકાર હોય છે, જેથી આ દિવાળી પોતાના નજીકના વ્યક્તિઓને શુગર ફ્રી મિઠાઈ કે ચોક્લેટ્સ ગિફ્ટમાં આપી શકો છો. દિવાળી પર મિઠાઈ આપવી શુભ માનવામાં આવે છે. પરંતુ જેને ગળપણ ખાવાનું ન હોય તેઓ શુગર-ફ્રી મિઠાઈ ખાય શકે છે. જે સ્વાદમાં ટેસ્ટી હોય છે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે.
બાળકો માટે નૂડલ્સ અને પાસ્તા : દિવાળી પર સૌથી વધારે ખુશ બાળકો હોય છે. તેમાં રંગબેરંગી અને ફટાકડા ફોડવાનો આનંદ તેમના ચહેરા પર દેખાય છે. આ દિવાળી તમારા બાળકોને ભાવતા મનપસંદ આટા નૂડલ્સ, પાસ્તા અને મસાલા નૂડલ્સને ગિફ્ટ કરી શકો છો. આ ઉપરાંત તેમણે ચોકલેટ્સ અને બિસ્કિટનું પેકેટ ભેટમાં આપી શકો છો. જે ખાવામાં તો ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, અને થોડું અલગ ગિફ્ટ લાગશે.ફ્લેવર્ડ કેન્ડલ્સ અને કેન્ડલ સ્ટેન્ડ : આ દિવાળી પર તમે નજીકના વ્યક્તિને સુંગધવાળી કેન્ડલ અને કેન્ડલ સ્ટેન્ડ પણ ગિફ્ટ આપી શકો છો. દિવાળી પ્રકાશનો તહેવાર છે, તેવામાં આ ભેટ આપવા માટે પરફેક્ટ છે. આ એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ દરેક લોકો કરે છે. સામાન્ય રીતે આ વસ્તુની ગણતરી ડેકોરેટિવ આઇટમ્સના રૂપમાં કરવામાં આવે છે પરંતુ આ વસ્તુ જો ભેટ સ્વરૂપે આપવામાં આવે તો દરેક વ્યક્તિ તેને યાદ કરે છે. તમે કેન્ડલ સ્ટેન્ડને ઓનલાઈન પણ મંગાવી શકો છો. આ ગિફ્ટ 250 થી 1000 રૂપિયા સુધી સરળતાથી મળી શકે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google