ઘરમાં હવન કરવાથી વધી જશે તમારી શારીરિક અને માનસિક ક્ષમતાઓ, વિજ્ઞાન પણ માની ગયું હવનના આ ચોંકાવનારા ફાયદા…

દરેક ધર્મમાં હવનનું વિશેષ મહત્વ હોય છે, ઘરની પવિત્રા રાખવા માટે અથવા સકારાત્મક શક્તિના સંચાર માટે ઘણા લોકો પોતાના ઘરોમાં હવન કરાવે છે. ઋગવેદમાં હવન કરાવવાના અનેક લાભો કહ્યા છે.

તમે તમારા ઘરમાં ક્યારેક તો હવન કરાવ્યો જ હશે અથવા તમે કોઈ બીજાના ઘરે હવનમાં ગયા જ હશો. ત્યારે તમે અનુભવ કર્યો હશે કે, હવનથી તમારી અંદર સકારાત્મક શક્તિનો સંચાર થયો છે. હવન કરાવવાથી તમને માનસિક શાંતિ તો મળે છે, સાથે જ તમારી શારીરિક ક્ષમતા પણ વધે છે.

મિત્રો એક જ નહિ, પરંતુ અનેક શોધમાં જોવા મળ્યું છે કે, હવન કરાવવાથી વ્યક્તિને એક પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે છે. તેની સાથે જ તે એક સારા સ્વાસ્થ્યનો લાભાર્થી બને છે. સનાતન ધર્મના શાસ્ત્ર ઋગ્વેદમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે કે, હવન કરવવાથી વ્યક્તિ અનેક બીમારીથી મુક્ત થાય છે. તો ચાલો જાણીએ હવન કરાવવાથી આપણને ક્યાં ફાયદાઓ થાય છે.

હવનમાં ઉપયોગી સામગ્રીથી શું ફાયદો થાય છે ? : તમે જો કોઈ પણના ઘરે હવનમાં ગયા હશો, તો તમને અંદાજ હશે કે, હવનમાં લગભગ બીલી, લીમડો, કલિગંજ, આંબો, પીપળાની છાલ અને સ્ટેમ, પલાશનો પ્લાન્ટ, તલ, દિયોદર રુટ, અશ્વગંધા રુટ, કેરીના પાંદડા અને સ્ટેમ, સાયકોમોર છાલ, પાંદડા, જુજુબ, કપૂર, શેકર, જવ, ચોખા, ચંદન લાકડું, એલચી લવિંગ, જાંબુના પાંદડા, લિકરિસ રુટ, લોબાન, બહેરાનું ફળ, હરડે અને ઘીનો વ્યાપક ઉપયોગ થાય છે. નિષ્ણાંતો જણાવે છે કે, આ દરેક સામગ્રી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે.

એટલું જ નહિ, પરંતુ હવનમાં ગાયના છાણાંનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી વાતાવરણમાં રહેલ 94% જીવાણુઓનો નાશ થાય છે. હવન કરાવવાથી ઘરની શુદ્ધિ તો થાય છે. સાથે જ આત્માની શુદ્ધિ પણ થાય છે. હવન કરાવવાથી સંજીવની શક્તિનો સંચાર થાય છે અને ઘણી નુકશાનકારક બીમારીથી પણ છુટકારો મળે છે.

વિજ્ઞાન શું કહે છે ? : વિજ્ઞાનનું માનો તો, હવનમાં જે મંત્રોઉચાર થાય છે, તેનાથી ધ્વનિ તરંગિત થાય છે અથવા એ પ્રકારની ધ્વનિનો સંચાર થાય છે અને એ કારણથી સ્વભાવ સકારાત્મક થાય છે. આ ધ્વનિ વ્યક્તિના શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી ઘરમાં હવન કરાવવો એ ખુબ જ લાભકારી છે. આમ તમે હવન દ્વારા પોતાનું સ્વાસ્થ્ય સારું કરી શકો છો. પોતાનામાં એક શક્તિનો સંચાર કરી શકો છો.

હવનથી તમને એક ઉર્જાનો અનુભવ થાય છે. તેમજ શુદ્ધ વાતાવરણને કારણે તમે જીવનભર નીરોગી પણ રહી શકો છો. તેમજ તમને એક શક્તિનો અનુભવ થાય છે. તમારામાં એક સકારાત્મક શક્તિનો સંચાર થાય છે. આ સિવાય હવનની દરેક વિધિ તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. તમને માનસિક તેમજ આત્મિક શાંતિનો અનુભવ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment