જાણો PM નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે ? નથી કાર, નથી આલીશાન ઘર તો પણ આંકડો જાણીને રહી જશો દંગ…

આજે આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે. આપણા વડાપ્રધાન આજે 72 વર્ષના થઈ ગયા છે. મોટાભાગે લોકો જાણવા ઈચ્છે છે કે, પીએમ મોદીની પાસે શું શું છે ? તેમના ઘર એક છે કે વધારે અને તે ક્યાં છે ? તેમની સંપત્તિ કેટલી છે અને તે ક્યાં રોકાણ કરે છે ? પાછલા કેટલાક દિવસમાં પ્રધાનમંત્રી કાર્યાલય આ વાતની માહિતી પૂરી પાડવામાં આવી છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. આ જાણકારી પીએમઓ કાર્યાલય તરફથી જાણવા મળી છે. તેના પ્રમાણે નરેન્દ્ર મોદીની સંપત્તિમાં એક વર્ષની અંદર 26 લાખ રૂપિયાનો વધારો થયો છે.

દાનમાં આપી દીધી ગાંધીનગરની જમીન :- પીએમઓ પ્રમાણે 2.23 કરોડ રૂપિયા માંથી મોટાભાગના બેંક ખાતામાં મૂડી જમા છે. એમાં મોદીની સંપત્તિથી જોડાયેલી તત્કાળ જાણકારીમાં સામે આવ્યું છે કે તેમની પાસે કોઈપણ સ્થાવર સંપત્તિ નથી. વળી તેમને ગાંધીનગરમાં પોતાના ભાગની જમીન દાનમાં આપી દીધી હતી.બોન્ડ કે શેરમાં કોઈ રોકાણ નથી :- પીટીઆઈ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈપણ બોન્ડ શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈપણ પ્રકારનું રોકાણ કર્યું નથી. તેમની પાસે પોતાનું કોઈ જ વાહન નથી જો કે, તેમની પાસે 1.73 લાખ રૂપિયા કિંમતની 4 સોનાની વીંટી જરૂર છે. 31 માર્ચ 2022 સુધી  જાહેર કરેલી જાણકારી પીએમની પીએમઓની વેબસાઈટ પર શેર કરવામાં આવી છે.

26 લાખ વધીને આટલી થઈ ગઈ સંપત્તિ :- પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારીને જોઈએ તો 31 માર્ચ 2022 ની સ્થિતિ પ્રમાણે પીએમ મોદીની પાસે કુલ  2,23,82,504 સંપત્તિ છે. પાછલા વર્ષના સરખામણીએ તેમની સંપત્તિમાં કુલ 26.13 લાખ રૂપિયાની વધારો નોંધવામાં આવ્યો છે.2002માં ખરીદી હતી આવાસીય જમીન :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઓક્ટોબર 2022 માં એક આવાસીય જમીન ખરીદી હતી. તેમાં તેઓ ત્રીજા ભાગીદાર હતા. નવી જાણકારી પ્રમાણે સ્થાવર સંપત્તિની સર્વે સંખ્યા 401 /એ પર તેમનો ભાગ નો કોઈ માલિકી હક નથી. કારણ કે તેમણે તેમના ભાગની જમીન દાન કરી દીધી હતી.

માત્ર 35,250 રૂપિયા નાણા :- 31 માર્ચ 2022 ની સ્થિતિ પ્રમાણે પ્રધાનમંત્રી પાસે કુલ નાણા જોઈએ તો તે માત્ર 35,250 છે. તેના સિવાય પોસ્ટ ઓફિસમાં 9,05,105 રૂપિયા ના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)છે. તેમની 1,89,305 રૂપિયા જીવન વિમાની પોલીસી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment