મિત્રો દરેક લોકોને સફેદ વાળ થાય એ નથી ગમતું. આથી તમે હંમેશા વાળને કાળા કરતા હોવ છે. પણ જો તમે કુદરતી રીતે વાળને કાળા કરવા માંગતા હો તો તમે આ લેખને અંત સુધી જરૂરથી વાચી જુઓ. અહી તમને વાળને કુદરતી રીતે કાળા કરવા માટેની એક બેસ્ટ ટીપ્સ આપવામાં આવી છે.
સફેદ વાળની સમસ્યા લોકોમાં ખૂબ જ સામાન્ય છે. ખરાબ ખાણી-પીણી, પ્રદૂષણ, દવાઓનું વધારે સેવન અને વાળની સરખી સારસંભાળ ન કરવાથી આજકાલ મોટા ભાગના લોકો સફેદ વાળની સમસ્યાથી જજૂમી રહ્યા છે. વાળ સફેદ ત્યારે થાય છે જ્યારે તેને પર્યાપ્ત પોષણ મળી શકતું નથી, અથવા શરીરમાં પોષણની ઉણપ થાય છે. જોકે, ઘણી વખત વાળની સફેદ થવાની સમસ્યા કોઈ મેડિકલ કન્ડિશનના કારણે પણ હોઇ શકે છે. પરંતુ સફેદ વાળ જોવામાં બિલકુલ પણ સારા લાગતાં નથી, તે ન માત્ર તમને સમય પહેલા વૃદ્ધ દેખાડે છે પરંતુ સાથે સાથે તમારી સુંદરતાને પણ ખરાબ કરે છે. વર્તમાન સમયમાં તો ઘણા લોકો ઓછી ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરવા લાગ્યા છે.લોકો સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે અલગ-અલગ પ્રકારના ઘરેલુ નુસખા અજમાવે છે. સાથે જ મોંઘા મોંઘા હેર કેર પ્રોડક્ટસ, મહેંદી અને ડાઈ વગેરેથી વાળને કાળા કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કેમિકલથી ભરપૂર આ પ્રોડક્ટ ફાયદાને બદલે તમારા વાળને નુકસાન પહોંચાડે છે. પરંતુ શું તમે જાણો છો કે, સફેદ વાળને કાળા કરવા માટે આમળાનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આમળા એક સારું એવું ફળ છે, જે વાળની ઘણી સમસ્યા માટે રામબાણ છે. તેની મદદથી તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો.
1) વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે આમળા:- આમળા ઔષધીય ગુણોથી ભરપૂર એક સારું એવું ફળ છે. તે વિટામિન સી, પ્રોટીન, આયરન અને કેલ્શિયમ, ફૉસ્ફરસ જેવા જરૂરી પોષકતત્વોની સાથે જ એન્ટિઓક્સિડેંટથી ભરપૂર હોય છે. જેનાથી તે વાળનું ખરવું, ડેંડ્રફ, નબળા વાળ અને વાળનો વિકાસ ન થવા જેવી સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયી છે. તે વાળને નેચરલી કાળા કરવામાં પણ મદદ કરે છે. આમળાથી વાળ કઈ રીતે કાળા કરવા તે જાણીએ.2) સવારે ખાલી પેટ સેવન કરવું:- આમળાનું સીધું જ સેવન કરવું તેના લાભોને પ્રાપ્ત કરવાની સૌથી સરળ રીત છે. તે તમારા શરીર અને વાળને અંદરથી પોષણ પ્રદાન કરે છે અને મજબૂત બનાવે છે. નિયમિત રૂપથી સવારે ખાલી પેટ આમળાનું સેવન કરવાથી વાળ કાળા થાય છે.
3) આમળાનું હેર પેક બનાવો:- વાળમાં તમે આમળાને હેર પેકની જેમ ઉપયોગમાં લઈ શકો છો, તે માટે તમે માત્ર આમળા પાવડર કે આમળાને પીસીને તેને ઉપયોગમાં લઈ શકો છો. નારિયેળ, બદામ, સરસોનું તેલમાં આમળાનો પાવડર કે પેસ્ટ મિક્સ કરીને આ મિશ્રણને સરખી રીતે વાળમાં લગાડો.4) આમળા અને ડુંગળીનો રસ:- આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. બસ ડુંગળીના રસમાં આમળાનો પાવડર કે પેસ્ટ મિક્સ કરીને તેને વાળમાં લગાડો.
5) આમળા અને એલોવરા મિક્સ કરીને લગાડો:- આમળાની જેમ એલોવેરા પણ એંટીઓક્સિડેંટ અને ઘણા અન્ય જરૂરી પોષકતત્વોનો એક સારો એવો સ્ત્રોત છે અને વાળને હેલ્થી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે એલોવેરા જેલમાં આમળાનો પાવડર કે પેસ્ટ મિક્સ કરીને વાળમાં એપ્લાઈ કરી શકો છો.6) આમળા અને મહેંદી મિક્સ કરીને લગાડો:- મહેંદી વાળને નેચરલ કલર આપવામાં મદદ કરે છે. તમે નારિયેળ કે સરસોના તેલમાં મહેંદીના પાંદડા નાખીને તેને સરખી રીતે ગરમ કરો, તેમાં આમળા પેસ્ટ કે પાવડર નાખો અને કાળું થાય ત્યાં સુધી ગરમ કરો. ઠંડુ થયા પછી વાળમાં એપ્લાઈ કરો.
આ રીતે આમળાનો ઉપયોગ કરવાથી તમે વાળને સરળતાથી કાળા કરી શકો છો. પરંતુ તમારે અઠવાડિયામાં 2 થી 3 વખત ઓછામાં ઓછું 3 થી 4 કલાક માટે આ મિશ્રણને જરૂરથી લગાડવાનું છે. તમે આખી રાત પણ તેને લગાવીને છોડી શકો છો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લેવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી