લોટના ડબ્બામાં મૂકી દો આ 1 વસ્તુ, આખું ચોમાસું લોટ ખરાબ પણ નહિ થાય અને જીવાત પણ નહિ પડે… લોટમાં ભેજ પણ નહિ લાગે અને રહેશે એકદમ કોરો ને તાજો…

મિત્રો તમે જાણો છો તેમ હાલ ચોમાસું શરુ છે એટલે તમારે ખાવાપીવાની વસ્તુઓનો વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેમજ તેમાં જો ભેજ લાગી જાય છે તો તે વસ્તુ ઝડપથી બગડી જાય છે. આવું જ કઈક તમારે લોટ સાથે થાય છે તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચાલો તો અહી આપેલ કેટલીક સરળ ટીપ્સ વિશે જાણી લઈએ. 

વરસાદ આવવાથી ઘણો બદલાવ થાય છે. ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. પરંતુ તે સાથે જ મૌસમી જીવાત, કીચડ અને ગંદકી ખરાબ લાગે છે. વરસાદમાં એક અન્ય વસ્તુ પણ છે જે સૌથી વધુ અસર થાય છે અને તે તમારા રસોડામાં રહેલ ફૂડ આઇટમ્સ છે. અનાજ અને મસાલામાં જીવાત પડવા લાગે છે અને તમારે ખરાબ વસ્તુઓ બહાર ફેંકવી પડે છે. નમકીન અને બિસ્કિટ ભેજના કારણે હવાઈ જાય છે.ચોખા અને લોટમાં જીણી-જીણી જીવાત જોવા મળે છે. તેને ઘણી વખત કાઢવા પણ મુશ્કેલ થઈ જાય છે. આ જીવાત માટે ચોમાસુ સૌથી સારી રૂતુ ગણાય છે કારણ કે તે ભેજ અને હ્યુમિડ કન્ડિશનમાં બને છે. એવામાં જરૂરી છે કે તમે તમારા રસોડામાં રાખેલ શાકભાજી, મસાલા અને અનાજને સરખી રીતે સ્ટોર કરો. 

જો તમે પણ તમારા લોટના પેકેટમાં નાની-નાની જીવાત જોતાં હોય તો, થઈ શકે છે કે તમારો લોટ જલ્દી જ ખરાબ થઈ જાય. જો તમે ચાહતા હોય કે લોટ ખરાબ ન થાય અને જીવાત ન પડે તો તમારે આ કામ જરૂરથી કરવા જોઈએ. તેનાથી ન તો લોટમાં જીવાત પડશે કે ન તો તે ખરાબ થશે.

ટાઈટ કન્ટેનરમાં રાખવો લોટ:- આપણામાંથી ઘણા લોકોની ટેવ હોય છે કે આપણે લોટ પેકેટમાં જ રહેવા દઈએ છીએ અને સામાન્ય રીતે તેને જરૂરિયાત મુજબ કાઢતા હોઈએ છીએ. જો તમે પણ લોટને એવી રીતે જ રાખ્યો હોય તો તરત જ પેકેટ દૂર કરીને કોઈ મેટલના કન્ટેનરમાં રાખો. તેનાથી લોટમાં કોઈ પ્રકારનો ભેજ આવશે નહીં અને લોટમાં કોઈ પણ પ્રકારની જીવાત પણ નહીં પડે. સાથે જ લોટને નીચે ભેજ વાળી જગ્યા પર રાખવાથી પણ બચવું જોઈએ. તેને કોઈ ઊંચા સ્લેબ પર રાખવો વધુ સારું રહેશે.

લોટમાં રાખો તમાલપત્ર:- જો તમે કોઈ પ્રકારના મેટલના કન્ટેનરમાં લોટ ન પણ રાખ્યો હોય તો, તમારા પેકેટ અથવા જે કન્ટેનરમાં લોટ હોય તેમાં 3-4 તમાલપત્ર રાખીને મૂકો. તમાલપત્રની સુગંધ એવી હોય છે કે, કોઈ પણ જીવાત તમારા લોટને ખરાબ કરી શકશે નહીં. જો તમારા લોટમાં થોડી જીવાત થઈ પણ ગયી હોય તો, તેમાં તમાલપત્ર નાખી દો. જ્યારે જીવાત મરી જાય તો તેને દૂર કરી લેવી. તમે તેની સાથે 7-8 મીઠા લીમડાના પાન પણ નાખી શકો છો. સાથે જ લોટના પેકેટને હંમેશા સરખી રીતે બંધ રાખવું.લોટમાં લવિંગ રાખો:- આ આખા ગરમ મસાલા તો તમે રસોડામાં રાખતા જ હશો. આ ગરમ મસાલાઓ માત્ર રસોઈમાં જ નહીં પરંતુ રસોડાના ઘણા કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. હવે લવિંગને જ જોઈ લો. તે તમારા લોટને ખરાબ થતો અટકાવે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે, લોટના કન્ટેનર કે પેકેટમાં 4-5 લવિંગ નાખી તેને ટાઈટ બંધ કરીઓ લેવું. લવિંગની સુગંધને કારણે જીવાત તમારા લોટની આસપાસ પણ નહીં આવે. 

ભેજમા લોટને ખાસ કરીને ખુલ્લો ન રાખવો જોઈએ, એવામાં તેની ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. તમે આ રીતને અજમાવીને તમારા લોટને બચાવી શકો છો. આમ આ રીત અપનાવીને તમે ચોમાસામાં વસ્તુને બગડતા રોકી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment