મિત્રો તમે જયારે પણ કોઈ વસ્તુને તેલમાં ફ્રાઈ કરો છો ત્યારે જે તે વાસણ ખુબ જ બળી જાય છે. જેને કારણે તેને ગમે એટલું ઘસવામાં આવે તોપણ બળેલા ડાઘ જતા નથી. પણ તમે કેટલીક ઘરેલું ટીપ્સ અપનાવીને બળેલા તવાને સાફ કરી શકો છો. આ ટીપ્સ માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી પણ તમારા રસોડામાં રહેલ આ એક વસ્તુની મદદથી તે ઝડપથી સાફ થઇ જાય છે.
રસોડામાં સૌથી વધુ ઉપયોગ વાસણોનો કરવામાં આવે છે. માટે જ મહિલાઓ હંમેશા પોતાના વાસણ મોતીની જેમ ચમકદાર રાખે છે, પરંતુ રેગ્યુલર ઉપયોગ કરનારા વાસણોને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને બળેલા તવાને. કારણ કે, તવાનો ઉપયોગ મહિલાઓ લગભગ આખો દિવસ કઇંક ને કઇંક બનાવવામાં કરતી હોય છે.ઘણી વખત ઉતાવળમાં રસોઈ વધારે બળી જાય છે અથવા તો તવી બળી જાય છે. એવામાં તવાને સાફ કરવામાં ખૂબ જ મહેનત લાગી જાય છે અને બળેલા તવામાં રસોઈ બનાવવાથી ડિશનો કલર કે સ્વાદ ખરાબ થઈ જાય છે. પરંતુ, જો અમે તમને કહીએ કે, બળેલ તવાને તમે માત્ર 5 થી 10 મિનિટમાં સાફ કરી શકો છો, તે પણ રસોડામાં રહેલ સિરકાની મદદથી. જી હા, તમે સાચું જ સાંભળ્યુ, કારણ કે આજે અમે તમને અમુક એવી ટિપ્સ અને હેક્સ બતાવવા જય રહ્યા છીએ જે તમને કામ આવી શકે છે. આવો જાણીએ, બળેલ તવાને ઇંસ્ટંટ સાફ કરવાની રીત.
સિરકા અને પાણીથી કરો સાફ:- બળેલ તવાને સાફ કરવા માટે સૌથી પહેલા તમે એક બાઉલ લો. પછી તેમાં અડધો કપ વિનેગર અને અડધો કપ પાણી નાખો. તેને સરખી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને તવામાં નાખો અને 10 મિનિટ માટે એમ જ છોડી દો. પછી તવાને ગેસ પર રાખો અને 2 મિનિટ સુધી પકાવી લો. તેને ગેસની નીચે ઉતારો અને પાણી કાઢીને તેને સાફ કરી લો. બસ તમારો તવો સાફ થઈ જશે.સિરકા અને ડુંગળીનો રસ ઉપયોગ કરો:- તેનો ઉપયોગ કરવા માટે તમે એક નાની વાટકીમાં ડુંગળીનો રસ કાઢી લો. પછી તેમાં એક કપ ગરમ પાણી નાખો અને 1-2 ચમચી બેકિંગ સોડા અને વિનેગર નાખીને મિક્સ કરી લો. થોડી મિનિટ માટે આ મિશ્રણને તવા માં રહેવા દો. પછી ધોયા પછી તેને સાફ કપડાંથી સાફ કરી લો.સિરકા અને ઇનો કામ આવશે:- આ હેક અજમાવવા માટે સૌથી પહેલા તમે તવાને ગેસ પર રાખી લો. હવે તેમાં પાણી, ઇનો અને પછી સિરકા મિક્સ કરી લો. તેને લગભગ 15મિનિટ સુધી પકવવા માટે છોડી દો. ત્યાર બાદ તવાને નાના પથ્થરથી ઘસી લો અને સાફ પાણીથી ધોઈ લો. જો તમે તવાને દરરોજ આ પ્રકારે સાફ કરશો તો તે કાળો નહીં પડે.
અન્ય હેક્સ:- બળેલ તવામાં એક ચમચી બેકિંગ સોડા લો. પછી 2 ચમચી સિરકા અને 2 કપ ગરમ્મ પાણી મિક્સ કરી. તેને સ્ટીલના સ્ક્રબથી ઘસીને સાફ કરી લો. બળેલ તવામાં મીઠું અને પાણી નાખીને 4 મિનીટ સુધી ઉકાળી લો. પછી તવાને બ્રશની મદદથી સાફ કરી લો. કાળા તવાને સાફ કરવા માટે ટામેટાંનો રસ અને સિરકા અસરકારક ગણવામાં આવે છે. આમ અહી આપેલ આ સરળ રીત વડે તમે વારંવાર ઉપયોગમાં લેવાતા તવાને 5 થી 10 મીનીટમાં સાફ કરી શકો છો. તેમજ તેના માટે તમારે ખાસ મહેનત કરવાની જરૂર પણ નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી