ઓળા માટે રીંગણાં શેકતા સમયે ગેસ બર્નરના છેદ બ્લોક થઈ જાય, તો કરો 1 કામ… ફક્ત 2 મિનીટમાં બધા છેદ ખુલી જશે અને બર્નર થઈ જશે નવા જેવું સાફ…

મિત્રો તમને કદાચ રિંગણાનો ઓળો બહુ ભાવતો હશે. પણ આ ઓળો બનાવવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. રીંગણાને ગેસ પર શેકવા પડે છે. પછી તેમાંથી કચરો કાઢીને વઘારવામાં આવે છે. પણ આ રીંગણા શેકતી વખતે તેમાંથી જે તેલ નીકળે છે તે ગેસના બર્નર માં જતું રહે છે. જેને કારણે ગેસના કાણા ભરાઈ જાય છે અને ગેસ નીકળવામાં અવરોધ આવે છે. આ સમયે તમારે કાણાને સાફ કરવાની જરૂર પડે છે. તો આજે અમે તમને આ લેખમાં ગેસ બર્નરના કાણા સાફ કરવાની કેટલીક ટીપ્સ વિશે જણાવીશું. 

કિચનમાં ગેસ એવું અપ્લાયન્સ છે જેનો ઉપયોગ મહિલાઓ કઇંક ને કઇંક બનાવવા માટે કરતી હોય છે. માટે જ મહિલાઓ કિચનમાં બાકી ભાગોને સાફ કરવાની સાથે સાથે ગેસને ક્લીન કરવા પર પણ ધ્યાન આપે છે. કારણ કે રસોઈ બનાવટી વખતે સામાન્ય રીતે મસાલાઓ ગેસ પર ઢોળાતા હોય છે પરંતુ સૌથી વધારે બર્નર ત્યારે ખરાબ થાય છે જ્યારે મહિલાઓ રીંગણાં શેકે છે.કારણ કે, તેનાથી માત્ર ગેસ ગંદો જ નથી થતો પરંતુ ગેસ બર્નરના કાણાં પણ બંધ થઈ જાય છે. તેના કારણે ગેસ સરખી રીતે સળગી શકતો નથી. સાથે જ ગેસ બર્નર પર રીંગણની છાલ પણ ચોંટી જાય છે. તેને સાફ કરવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો, તમે તેને સાફ કરવા માટે ઇનોનો ઘણા પ્રકારે ઉપયોગ કરી શકો છો. 

બેકિંગ સોડા અને ઇનોનો કરવો ઉપયોગ:- તમે ગેસ બર્નરના કાણાં સાફ કરવા માટે બેકિંગ સોડા અને ઇનોનો ઉપયોગ કરી શકો છો. તેનાથી માત્ર બર્નર સાફ જ નથી થતાં પરંતુ તેના કાણાં પણ ખૂલી જાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમે એક વાટકી લો. પછી તેમાં ગરમ પાણી નાખો અને 1 પેકેટ ઇનો, 1 ચમચી બેકિંગ સોડા નાખો. હવે તેમાં બર્નર નાખો અને થોડી મિનિટ માટે બર્નરને તેમાં રહેવા દો. તમે તેને બાઉલ માંથી કાઢીને કોઈ સાફ કપડાં ની મદદથી ક્લીન કરી લો. બસ તમારા ગેસ બર્નર બિલકુલ સાફ થઈ જાય છે.ઇનો અને લીંબુ કામ લાગશે:- ગેસ બર્નરના કાણાં સાફ કરવા માટે તમે ઇનો અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા બર્નર સરખી રીતે સાફ થઈ જાય છે. તે માટે તમે એક વાટકીમાં ગરમ પાણી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને ઇનો મિક્સ કરી ગેસ બર્નર તેમાં રાખી લો. તમે જોશો કે, તમારા બર્નર 15 મિનિટ પછી બિલકુલ સાફ થઈ જાય છે. તમે બર્નર સાફ કરવા માટે આ નુસ્ખા ફોલો કરી શકો છો. 

ઇનો, સિરકા અને મીઠાનો કરો ઉપયોગ:- જો તમારા ગેસ પર લીંબુ કે ખાવાનું ચોંટી ગયું હોય તો, તમે તેને સાફ કરવા માટે ઇનોનો ઉપયોગ કરી શકો છો. તમે ગેસ બર્નર સાફ કરવા માટે એક બાઉલમાં અડધી ચમચી મીઠું, સિરકા અને એક પેકેટ ઇનો લો. પછી તેમાં ગરમ પાણી અને બર્નર નાખો. તમે બર્નરને 10 મિનિટ માટે એમ જ રાખો જેથી બર્નર સાફ થઈ જાય. ત્યાર બાદ તમે તેને મિશ્રણથી કાઢી લો અને કોઈ સાફ કરી લો. બસ તમારું બર્નર સરખી રીતે સાફ થઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment