લોકો હવે દિવાળીની તૈયારીઓ જોર શોર થી કરવા લાગ્યા છે. સાથે જ ધનતેરસની ખરીદી માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. ધનતેરસ પર સોનુ ખરીદવું શુભ ગણાય છે. જોકે તહેવારની ઋતુમાં અત્યારથી જ બજારોમાં રોનક જોવા મળી રહી છે.
ધનતેરસના દિવસે અનેક લોકો સોનુ ખરીદીને રોકાણની શરૂઆત પણ કરે છે. સોનાની કિંમતમાં આ દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કરવા ચોથ પર લોકોએ જબરજસ્ત સોનાની ખરીદી કરી. હવે વેપારીઓ આશા કરી રહ્યા છે કે ધનતેરસના દિવસે પણ સોનાની જબરજસ્ત ખરીદી થાય. જો તમે ધન તેરસના દિવસે સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો કેટલીક વાતોનું જરૂરથી ધ્યાન રાખો.સોનાને હંમેશા સંકટની સાંકળ કહેવાય છે. તેથી તમે જ્યારે પણ સોનું ખરીદો તો તેની શુદ્ધતાની તપાસ સારી રીતે કરવી. કારણ કે જો ક્યારેય તમારે તેને વેચવું હોય કે ગીરવે મુકવાની જરૂરત પડે અને સોનામાં મીલાવટ હોય તો ઓછી કિંમત મળશે તેથી સોનું ખરીદી વખતે સતર્કતા રાખવી.
1) સર્ટિફાઇડ સોનુ જ ખરીદવું:- હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલ માર્ક લાગેલુ સર્ટિફાઇડ સોનુ જ ખરીદવું. સરકારે હવે આને અનિવાર્ય કરી દીધું છે તેના સિવાય સોનુ કે જ્વેલરી ખરીદતા સમયે પ્યુરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્ક, જ્વેલરનો માર્ક અને માર્કિંગની તારીખ પણ જરૂર જોઈ લેવી.2) ક્રોસ ચેક કરી લો રેટ:- સોનાના સાચા વજન અનુસાર, ખરીદીના દિવસે અન્ય ઘણા સ્રોતોમાંથી તેની કિંમત શોધો. જેવી રીતે, તમે ઓનલાઇન ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) વેબસાઈટ પર જઈને તે દિવસની સોનાની કિંમતની તપાસ કરી શકો છો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે હોય છે.
3) બિલ લેવાનું ન ભૂલવું:- સોનુ ખરીદી વખતે કેશ પેમેન્ટ કરવું ભૂલભર્યું સાબિત થઈ શકે છે. યુપીઆઈ અને નેટબેન્કિંગ દ્વારા પેમેન્ટ કરવું યોગ્ય રહેશે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે. ત્યારબાદ બિલ લીધા વગર દુકાનથી બહાર ન નીકળવું. જો ઓનલાઇન ઓર્ડર કર્યો હોય તો પેકિંગની તપાસ સારી રીતે કરી લેવી.4) ભરોસાકારક જ્વેલર્સ પાસેથી સોનુ ખરીદવું:- કોઈપણ પ્રકારની ઠગાઈથી બચવા માટે હંમેશા સોનુ ભરોસાકારક જ્વેલર્સ પાસેથી જ ખરીદવું.તેઓ દરેક પ્રકારની દિશા નિર્દેશોનું યોગ્ય રીતે પાલન કરતા હોય છે. કારણકે તેમની એક ભૂલ તેના સમગ્ર મૂલ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તે ગ્રાહકો સાથે ખેતરપિંડી કરતા બચે છે.
5) મેકિંગ ચાર્જનું ધ્યાન રાખવું:- સોનાના ઘરેણા ખરીદતી વખતે મેકિંગ ચાર્જનું ધ્યાન જરૂરથી રાખવું. મશીનથી તૈયાર થયેલા ઘરેણાના મેકિંગ ચાર્જ 3-25 ટકા હોય છે. શુદ્ધ સોનાનો મેકિંગ ચાર્જ સૌથી ઓછો હોય છે. કેટલાક કારીગર બારીક ડિઝાઇન વાળા ઘરેણા પણ બનાવે છે. તેવા ઘરેણાનો મેકિંગ ચાર્જ 30 ટકા સુધી હોઈ શકે છે. જોકે તેમાં હંમેશા ડિસ્કાઉન્ટની સંભાવના રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી