જાણો ભારતીય બેંકો ડૂબે તો પૈસાની જવાબદારી કોણ લેશે ? બેંક ડૂબે તો શું થાય અને કેટલા રૂપિયા મળે તેની સંપૂર્ણ માહિતી…

અમેરિકન બેંકિંગ સિસ્ટમ આ સમયે એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહી છે. 2 અઠવાડિયામાં જ અમેરિકામાં 3 મોટી બેંકો નિષ્ફળ ગઈ છે. એસવીબી ફાઇનાન્શિયલ ગ્રૂપ (SVB Financial Group) અને સિલ્વરગેટ કેપિટલ કોર્પ (Silvergate Capital Corp) પછી, હવે સિગ્નેચર બેંક (Signature Bank) ને પણ ન્યૂ યોર્ક સ્ટેટ ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવામાં આવી છે.  જો કે, ફેડરલ રિઝર્વે એસવીબી અને સિગ્નેચર બેંકના થાપણદારોને ખાતરી આપી છે કે તેમની થાપણો સંપૂર્ણ પણે સુરક્ષિત છે.  ફેડે કહ્યું કે બંને બેંકોના થાપણદારો તેમના પૈસા ઉપાડી શકશે.

પાછલા કેટલાક વર્ષોમાં નાણાકીય ગડબડને લીધે ભારતમાં અનેક બેંકોની હાલત ખરાબ થઈ ગઈ હતી અને પરિસ્થિતિ ત્યાં સુધી આવી ગઈ હતી કે રિઝર્વ બેંકે પૈસા ના લેણદેણ પર અટકાયત કરી દીધી હતી. આ ઘટનાઓના કારણે અનેક લોકોના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે જો બેંક ડૂબી જાય તો તેમના પૈસાનું શું થશે?👉 પાંચ લાખ સુધી ગેરંટી આપે છે સરકાર:- બેંક ડુબવા કે દેવાળિયું થવા પર થાપણકર્તા પાસે એકમાત્ર રાહત ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે DICGC (ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) દ્વારા પ્રદાન કરવામાં આવેલ વીમા કવચ હોય છે. હવે DICGC હેઠળ વીમા કવચ 1 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા વધારવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો, જે બેંક એકાઉન્ટમાં તમારા પૈસા જમા છે તે ડૂબી જાય છે, તો તમને 5 લાખ રૂપિયા પાછા મળશે, પછી ભલે તે ખાતામાં જમા રકમ 5 લાખ રૂપિયાથી વધારે કેમ ના હોય.

👉 ડિપોઝિટ વીમો કેવી રીતે કાર્ય કરે છે?:- DICGC કવર તમામ બેંકો માટે ઉપલબ્ધ છે. જો કે, તેઓએ આ સુવિધા માટે નોંધણી કરાવવી પડે છે અને વીમા નું પ્રિમીયમ ચૂકવવું પડે છે. DICGC માર્ગદર્શિકા મુજબ, બેંકના લાયસન્સ રદ થયાની તારીખે અથવા મર્જર અથવા પુનઃનિર્માણના દિવસે બેંકમાં દરેક થાપણદારને તેની પાસેની મુદ્દલ અને વ્યાજની રકમ માટે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે.આનો અર્થ એ છે કે એક જ બેંકમાં તમારા બધા ખાતાઓને જોડીને ગમે તેટલી રકમ જમા કરવામાં આવે તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે.  આ રકમમાં મૂળ રકમ અને વ્યાજની રકમ બંનેનો સમાવેશ થાય છે. જો બેંક નિષ્ફળ થવા પર તમારી મુળ રકમ 5 લાખ રૂપિયા છે, તો તમને માત્ર આ રકમ જ પરત મળશે અને વ્યાજ નહીં મળે.

👉 આ ખાતાઓ પર DICGC વીમા કવર ઉપલબ્ધ છે:- ડીઆઈસીજીસી દ્વારા આપવામાં આવતું વીમા કવર બચત ખાતા, એફડી, ચાલુ ખાતા, આરડી વગેરે જેવી થાપણો પર કામ કરે છે. DICGC ના ડિપોઝિટ ઇન્સ્યોરન્સમાં એલએબી, પીબી, એસએફબી, આરઆરબી અને સહકારી બેંકો સહિત તમામ વીમાકૃત વ્યાપારી બેંકોને આવરી લેવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment