ફક્ત 500 રૂપિયામાં ઘરે લઇ આવો આ ગીઝર, મફતના ભાવે પાણીને કરી દેશે એકદમ ગરમ અને ફળફળતું… જાણો ફાયદા અને ક્યાં મળે છે તેની સંપૂર્ણ જાણકારી…

મિત્રો હાલ શિયાળાનો સમય ચાલે છે એટલે સ્વાભાવિક છે કે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આ ગરમ પાણી આપણે ગેસ પર અથવા સોલાર હીટર પર અથવા તો ગીઝરમાં કરીએ છીએ. પણ આજના સમયમાં ગીઝરનો ઉપયોગ કરવો ઘણો મોઘો થઇ શકે છે. પણ તમે ઈચ્છો તો માત્ર 500 રૂપિયામાં ગીઝરનો ઉપયોગ કરી શકો છો.  

ઠંડીમાં દરેકને ગરમ પાણીની જરૂરિયાત હોય છે. લોકો દરેક કામ ગરમ પાણીથી જ કરવાનું પસંદ કરતાં હોય છે. ભલે તે નહાવાનું હોય કે, વાસણ કે કપડાં સાફ કરવાના. એવામાં ગરમ પાણીનો વપરાશ વધારે થઈ જાય છે, ત્યારે દરેકને ગીઝરની જરૂર પડે છે, જો તમને ગીઝરની કિંમત વધારે લાગતી હી તો, માર્કેટમાં સસ્તા ઓપ્શન પણ ઉપલબ્ધ છે. 

ઘણા લોકો ગીઝરની વધારે કિંમતને કારણે ગેસમાં પાણી ગરમ કરીને ગેસનો દુરુપયોગ કરે છે, અથવા તો પાણી ગરમ કરનાર હીટરનો ઉપયોગ કરીને વીજળીનો વપરાશ કરે છે. આજે અમે તમને એવા પ્રોડક્ટ વિશે જણાવીશું જેમાં ન તો વધારે ગેસ જશે કે ન તો વીજળી વપરાશે.500 રૂપિયામાં ઉપલબ્ધ છે ગીઝર:- માત્ર 500 રૂપિયા લગાડીને તમે થોડી જ વારમાં પાણી ગરમ કરી શકો છો. બજારમાં અલગ-અલગ પ્રકારના ગીઝર રહેલા છે. પરંતુ તેની કિંમત પણ વધારે હોય છે અને તે વીજળી પણ ખૂબ જ વધારે ખર્ચ કરે છે. એવામાં તેને લેવું બધા માટે પોસાય તેમ નથી હોતું. સામાન્ય માણસને જોતાં હવે માર્કેટમાં એવું ગીઝર આવી ગયું છે. જેની કિંમત લગભગ 500 રૂપિયા છે. અને તેને દરેક વ્યક્તિ ખરીદી શકે છે. જણાવી દઈએ કે ગીઝરની સાઇઝ લગભગ 20 સેંટીમીટર છે. 

તે ઇન્સ્ટેંટ ગીઝર છે જે, થોડી જ વારમાં પાણી ગરમ કરી દે છે. તમે તેને ગમે ત્યાં લગાવી શકો છો. પરંતુ તેનાથી એક વારમાં પાણીની થોડી માત્રા જ ગરમ કરી શકાય છે. પરંતુ તે પાણી ગરમ કરવામાં વધારે સમય લગાડતું નથી. જો તમારે વધારે પાણીની જરૂરિયાત હોય તો તમે 2-3 વખત કરીને તેમાં પાણી ગરમ કરી શકો છો.આ નાના એવા ગીઝરના ઘણા ફાયદા છે. આ ગીઝરને આખો મહિનો ચલાવવાનો ખર્ચ એટલો ઓછો છે કે, જે મોટા ગીઝરમાં જોવા મળતો નથી. આ ગીઝરને તમે ઘરના કિચન, બાથરૂમ, વોશબેસીનમાં પણ લગાવી શકો છો. આ ગીઝરને યુઝ કરવું ખૂબ જ સરળ છે. તમે તેને ઓફલાઇન માર્કેટથી 500 રૂપિયાથી લઈને એક હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે, તે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. આમ તમે આ ગીઝરનો ઉપયોગ કરીને ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. જે ખુબ જ સસ્તું અને સહેલું પણ પડે છે. તેમાં તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર નથી પડતી. આમ બજારમાં મળતું આ ગીઝરનો ઉપયોગ કરીને ગરમ પાણી મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment