આટલી સંપત્તિના માલિક છે બોલીવુડના આ સ્ટાર, 4 નંબરનો સ્ટાર તો છે સૌથી વધુ પૈસા વાળો.

મિત્રો બોલીવુડ ખુબ જ મોટી ઈન્ડસ્ટ્રી છે. જેમાં અનેક સિતારાઓ આવે છે અને જાય છે. કોઈને કિસ્મત સાથ આપે છે તો કોઈને નથી આપતી. પણ જે સિતારાઓ આ ફિલ્મી દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લે છે તેઓ એટલી સંપત્તિની માલિક બની જાય છે કે, લોકો વિચારી પણ નથી શકતા. આજે અમે તમને એવા સ્ટાર વિશે જણાવશું જેઓ કરોડોની સંપત્તિના આસામી છે. અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, બોલીવુડના ત્રણેય ખાન સહિત ઘણા એવા કલાકાર છે જેમની પાસે નામ અને પૈસો અખૂટ છે. ચાલો તેના વિશે વધુ જાણી લઈએ.

પ્રતિભાવાન કલાકારોએ પોતાના મનોરંજન દ્વારા પોતાની એક ઓળખ બનાવી છે. એક પછી એક મળતી ફિલ્મ, એડ્સ દ્વારા ઘણા સિતારામાં ફોર્બ્સની મશહુર હસ્તીઓની સૂચિમાં નામના મળી છે. અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, બોલીવુડના ત્રણેય ખાન, સહિત ઘણા એવા કલાકાર છે જેની પાસે પૈસો અને નામના બંને અખૂટ છે. તો ચાલો જાણીએ કોની પાસે કેટલી સંપત્તિ છે.

અક્ષય કુમાર : બોલીવુડના હીટ મશીન, અક્ષય કુમાર એક માત્ર ભારતીય એક્ટર છે, જેને ફોર્બ્સ યુએસની સૂચિમાં ટોપ 10 માં સામેલ રહ્યા છે. બોલીવુડ એક્ટર એક વર્ષમાં એક પછી એક ફિલ્મ કરવા માટે જાણીતા છે. જેના કારણે એન્ડોર્સમેન્ટના મામલે અક્ષય કુમાર જેવું કોઈ નથી. હાઈએસ્ટ પેડ એક્ટર્સ લીસ્ટમાં અક્ષય કુમારે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. તેની કુલ કમાણી 1 જુન 2019 થી 1 જુન 2020 ની વચ્ચે 48.5 મિલિયન ડોલર (362 કરોડ) જાણવા મળી છે. તેની કુલ સંપત્તિ 273 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં તેની કિંમત 1935 કરોડ થાય છે.સલમાન ખાન : સૌથી અમીર એક્ટર્સની સૂચિમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાને વર્ષ 2019 માં કુલ 229.25 રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2020 માં તેની કમાણી વિશે જાણકારી સામે નથી આવી. તેની અત્યાર સુધીની કુલ કમાણી લગભગ 310 મિલિયન ડોલર અને જેની ભારતીય કિંમત 2198 કરોડ રૂપિયા થાય છે.

અમિતાભ બચ્ચન : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે પણ લોકો નાના અને મોટા પરદે ભૂલ્યા નથી. આજે પણ લોકોની તેના પ્રત્યેની દીવાનગી ઓછી નથી થઈ. વર્ષ 2019 માં તેની કુલ કમાણી 239.25 કરોડ રૂપિયા હતી. વર્ષ 2020 ની આવક હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. તેની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલર જેની ભારતીય કિંમત 2837 કરોડ રૂપિયા છે.શાહરૂખ ખાન : ફિલ્મ ઝીરો પછી મોટા પડદાથી શાહરૂખ ખાન એક વખત ફરી વાપસી કરી હતી. ત્રણ વર્ષ પછી હવે એક વખત ફરી તે ફિલ્મ પઠાણમાં નજર આવશે. તેને વર્ષ 2019 માં 124.38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેની નવીનતમ કમાણીનો ખલાસો નથી થયો. તેની કુલ સંપત્તિ 750 મિલિયન ડોલર એટલે કે ભારતીય કિંમત 5320 કરોડ રૂપિયા છે.

આમીર ખાન : મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમીર ખાન જલ્દી જ લાલ સિંહ ચડ્ડા માં જોવા મળશે. તેને એક્ટિંગ દ્વારા વર્ષ 2019 માં 85 કરોડ રૂપિયા કમાવ્યા હતા. તેની કુલ સંપત્તિ 205 મિલિયન ડોલર છે જેની ભારતીય કિંમત 1453 કરોડ રૂપિયા થાય છે.ઋત્વિક રોશન : સુપર 30 અને વોર જેવી ફિલ્મો સાથે વર્ષ 2019 ઋત્વિક રોશન વર્ષે 85 કરોડ રૂપિયાની આવક છે. ઋત્વિકને બોલીવુડના મોંઘા કલાલારોમાંથી એક માનવામાં આવે છે. ઋત્વિક રોશનની કુલ સંપત્તિ લગભગ 2600 કરોડ રૂપિયા છે.રણબીર સિંહ : બોલીવુડમાં પોતાની સ્ટાઈલથી જાણીતા રણબીર સિંહ ઇન્ડસ્ટ્રીમાં આવતા જ છવાઈ ગયા હતા. છેલ્લા થોડાક વર્ષોમાં ઘણા વિજ્ઞાપનોમાં તેને જોવામાં આવે છે. એક્ટરને વર્ષ 2019 માં 118.2 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2020 ની આવકનો હજી સુધી ખુલાસો નથી થયો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment