ઘરે જ ઉગાડો ફક્ત 30 રૂપિયામાં 10 કિલો શક્કરિયાં. કેમિકલ વગર જ ઓરિજિનલ સ્વાદ સાથે ફટાફટ ઉગશે… અજમાવો આ સરળ ટીપ્સ

મિત્રો તમે શક્કરીયા ખાધા હશે, તે સ્વાદમાં ખુબ જ સ્વીટ હોય છે. તેમજ તેનું શાક પણ ખુબ જ ટેસ્ટી બને છે. પણ તમે ઘરે તમારા બગીચાની અંદર શક્કરીયાંને ઉગાવી શકો છો. જ્યારે તમે ઘર પર જ શક્કરીયાંને ઉગાવી શકો છો, તો પછી તેને બજારમાંથી લાવવાની શી જરૂર છે. 

સારું, તમને કોઈ પ્રશ્ન કરે કે ત્રણ થી ચાર કિલો શક્કરીયાં ખરીદવા હોય તો કેટલા પૈસાનો ખર્ચ થાય છે. તો કદાચ તમારો જવાબ હશે કે ચારથી ત્રણ કિલો શક્કરીયાં ખરીદવા માટે 200 થી 300 રૂપિયાની જરૂર પડે છે. પરંતુ તમને એ જાણવા મળે કે માત્ર 30 થી 40 રૂપિયાની અંદર તમે ત્રણ નહીં, પરંતુ 10 કિલો શક્કરીયાં તમારા ઘર પર જ ઉગાવી શકો છો, તો પછી તમારો જવાબ શું થશે ? જી હા, આજે અમે આ લેખમાં ઘર પર શક્કરીયાંને કેવી રીતે ઉગાવી શકાય છે, તે વિશે વાત કરીશું, તો આવો જાણીએ આ વિષય પર.

જરુરી સામગ્રી : બીજ, ખાતર, માટી, પાણી, કૂંડું.

બીજ સારું હોવું જોઇએ : જો બીજ સારૂ ન હોય તો કોઈ પણ પાક સારો થતો નથી. કોઈપણ પાકને સારો ઉગાવવા માટે સૌથી જરૂરી એ છે કે બીજનું સારું હોવું. તેથી જ શક્કરીયાંને ઉગાવવા માટે સારા બીજ હોવા એ ખુબજ જરૂરી છે. બીજને ખરીદવા માટે તમે ભંડારમાં જઈ શકો છો અને ભંડારમાં ઓછા પૈસામાં સારા બીજ મળી જાય છે.

માટીને કેવી રીતે તૈયાર કરી શકાય છે : હવે બીજ પછી માટી કેવી વાપરવી તે આવે છે, આ માટે તમારે માટી પણ સારી લાવવી પડશે. હવે જે ભાગમાં તમારે શક્કરીયાં ઉગાવવા છે, તે માટીને તમે 2 વાર સારી રીતે મસળી લો. આમ, કરવાથી માટી સોફ્ટ થઈ જાય છે અને પાક પણ સારો થાય છે. આ પછી માટીની અંદર 2 કપ ખાતર નાખીને મિક્સ કરી લો. ખાતરને મિક્સ કર્યા પછી લગભગ 2 થી 3 ઈચ ઊંડા બીજને નાખો અને ઉપરથી માટી નાખી દો.

ખાતર કેવું હોવું જોઇએ : પાકને તૈયાર કર્યા પછી ખાતરનું પણ મહત્વ હોય છે. આ માટે તમારે ખાતરને કેમિકલ ફ્રી વાપરવું જોઇ. તેથી તમારે જૈવિક ખાતરનો જ પ્રયોગ કરવો જોઇ. આ માટે તમે ઘરમાં વઘેલ ભોજનને પણ ખાતરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ગાય, ભેંસ વગેરેના ગોબરનો પણ યુ કરી શકો છો.

સિંચાઇનું ધ્યાન રાખો : બીજને નાખ્યા પછી અને ખાતરને નાખ્યા પછી તમારે સિંચાઇનું પણ ધ્યાન રાખવું એ ખુબજ જરૂરી છે. આ માટે તમારે સમય-સમય પર આમાં પાણીનું સિંચન કરવું જોઇ. આ પછી તમારે ઘર પર બનાવેલ જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરવો જોઇ, પરતું બહારથી લાવેલ કેમિકલ વાળા સ્પ્રેનો ઉપયોગ ન કરવો જોઇ. જેમકે તમે લીબુ, ફૂદીનો, લીમડાનું તેલ વગેરેનો ઉપયોગ કરી શકો છો. લગભગ 70 થી 90 દિવસમાં શક્કરીયાં તૈયાર થઈ જશે. પરંતુ આ સાથે તમારે પાણી, ખાતર અને ઋતુનું પણ ધ્યાન રાખવું પડશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment