ભારતની આ અભિનેત્રી ફિલ્મોમાં ટૂંકા કપડાં પહેરવાની પાડે છે ના…. તેનું કારણ બધી છોકરીઓએ જાણવા જેવું છે.

ભારતની આ અભિનેત્રી ફિલ્મોમાં ટૂંકા કપડાં પહેરવાની પાડે છે ના…. તેનું કારણ બધી છોકરીઓએ જાણવા જેવું છે.

મિત્રો આજકાલ મોર્ડન યુગમાં છોકરીઓને ટૂંકા કપડાં પહેરવાનો ખુબ જ શોખ હોય છે. પરંતુ જો સામાન્ય છોકરીઓને જ ખુબ જ શોખ હોય તો બોલીવુડની અભિનેત્રીઓની વાત તો ખુબ જ દુર રહી. આપણે બધા જોઈએ છીએ કે આજકાલની હિરોઈનો ફિલ્મોમાં કામ કરવા માટે પોતાના શરીરને જેટલું લોકો સામે પ્રદર્શિત કરી શકે એટલું કરે છે. લોકો પણ ટૂંકા કપડાં પહેરતી હિરોઈનોને જોવા માટે પાગલ હોય છે. પરંતુ મિત્રો એવું નથી હોતું કે ટૂંકા કપડાં પહેરીને જ કોઈ હિરોઈન પોતાનું કરિયર બનાવી શકે.

તો આજે અમે તમને ભારતની એક એવી જ હિરોઈન વિશે જણાવશું જેમણે પોતાના વ્યક્તિગત જીવનમાં પણ ટૂંકા કપડાં નથી પહેર્યા. પરંતુ આશ્વર્યની વાત તો મિત્રો એ છે કે આ અભિનેત્રીએ ફિલ્મોમાં પણ ટૂંકા કપડાં પહેરવાની નાં પાડી દીધી છે. અને તેમ છતાં પણ આજે તે ફિલ્મોમાં પોતાના લીડ રોલ તરીકે કામ કરી રહી છે. જે આજે ભારતની એક ખુબ જ સફળ એક્ટર અને અભિનેત્રી છે. તો જાણો આ લેખમાં કોણ છે એ અભિનેત્રી જેમણે ફિલ્મોમાં ટૂંકા કપડાં પહેરવાની ના પાડી દીધી.

અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે દેખાવમાં એટલી સરળ અને સુંદર છે કે કોઈ પણ વ્યક્તિ તેને જોઇને મોહિત થઇ જાય. ખુબ જ સુંદર અને સરળ દેખાતી અભિનેત્રીનું નામ છે સાઈ પલ્લવી. પરંતુ ચહેરા પર આ તલ ધરાવતી સુંદરી સાઈ પલ્લવીએ પોતાની પહેલી જ ફિલ્મથી દક્ષીણ ભારતીય રાજ્યોના દર્શકોના મનને મોહી લીધા હતા અને ખુબ જ ફેમસ બની ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ પોતાના ફિલ્મમાં ખુબ જ ઓછો, નહીવત પ્રમાણમાં મેકઅપ કર્યો હતો, પરંતુ તેની કુદરતી સૌંદર્યતા અને તેની એક્ટિંગમાં જોવા મળતી અદાઓથી ફિલ્મ જોનાર લોકો તેના દીવાના બની ગયા અને તેની નામના ખુબ જ વધવા લાગી. 

આ ફિલ્મનું નામ હતું “પ્રેમમ” અને તે એક મલયાલમ ફિલ્મ હતી. જે વર્ષ 2015 માં રીલીઝ થયું હતું. આ ફિલ્મ એટલી ફેમસ થઇ કે જે લોકો મલયાલમ ભાષાને જાણતા ન હતા છતાં પણ તે આ ફિલ્મ જોવાની રૂચી રાખતા હતા. તેનું એક માત્ર કારણ હતું પલ્લવીની સાદગી ભરી નજાકત અને અદાઓ. માત્ર પલ્લવીના અભિનયને જોઇને લોકો આ ફિલ્મને જોવા માટે આતુર બની ગયા હતા. તેની બીજી મલયાલમ ફિલ્મ હતી કાલી અને તે ફિલ્મને તેને મલયાલમ ભાષામાં ડબિંગ કરવાનું હતું અને તે પણ તેણે પુરા આત્મવિશ્વાસ સાથે કર્યું અને લોકો તેની આ ફિલ્મ જોવા માટે ખુબ જ આતુર હતા. તેનું કારણ હતું તેની પહેલી ફિલ્મ પ્રેમમ.

ત્યાર બાદ તેણે તેલુંગું ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કર્યું અને તે ફિલ્મ હતી “ફિદા.” જે તેલુંગુંમાં બની હતી અને તે પલ્લવીની પહેલી જ તેલુંગું ફિલ્મ હતી. ફિદા જ્યારે રીલીઝ થઇ ત્યારે તેને ખુબ જ વધારે TRP મળી હતી. તેનું એક કારણ હતું સાઈ પલ્લવીનો અભિનય. તેની સાથે તેણે બીજી તમિલ ફિલ્મ દિયામાં પણ ડેબ્યુ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એક એવી માંનો રોલ નિભાવ્યો હતો જેમાં તેનો પ્રેમ વિવાહમાં તબદીલ થતો ન હતો. તેથી તેણે આ ફિલ્મમાં ગર્ભપાત કરાવ્યો હતો અને આ રોલ એ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર હતું. આ ફિલ્મ પણ ખુબ જ સુપરહિટ રહી હતી. ત્યાર બાદ ઘણી ફિલ્મોમાં પલ્લવીએ કામ કર્યું અને દરેક ફિલ્મોમાં તે અલગ અલગ સ્વભાવના પાત્ર નિભાવતી અને તે પાત્રો દર્શકોનું દિલ પણ જીતતા ગયા.

સાઈ પલ્લવીએ એમસીએ નામની ફિલ્મમાં એક નાનો રોલ કરેલો છે. પરંતુ તેણે તે નાના રોલમાં પણ પોતાનું અભિનય કૌશલ્ય બખૂબી સાબિત કર્યું હતું. એટલું જ નહિ મિત્રો, પલ્લવી નૃત્ય પણ ખુબ સારું કરે છે. તેની પાસે નૃત્યુકળા પણ ખુબ જ અદ્દભુત છે અને તે અસીમિત ઉર્જાથી ભરેલું છે. પલ્લવીની અદ્દભુત નૃત્યકળાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પરંતુ મિત્રો આજે પણ સાઈ પલ્લવી જે કોઈ પણ ફિલ્મને સાઈન કરે ત્યારે પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને એટલું તો ખાસ જણાવી દે છે કે હું કોઈ બોલ્ડ સીન કે પછી ટૂંકા વસ્ત્ર નહિ પહેરું. હું મારા પરિધાનમાં જ રહીશ. પરંતુ તેમ છતાં આજે તે સાઉથના મૂવીની ખુબ જ ફેમસ અને ખુબ જ પૈસાદાર પણ છે. આજે તે એક સફળ એક્ટર તરીકે આખા ભારતમાં ઓળખાય છે. 

સાઈ પલ્લવી અભ્યાસની દ્રષ્ટીએ એક ફીઝીશીયન છે. તેણે MBBS નો અભ્યાસ કરેલો છે, પરંતુ તેની સાદગી અને અભિનયે તેને ખુબ જ સફળ અને સુંદર અભિનેત્રી બનાવી છે. મિત્રો તમને સાઈ

પલ્લવીની સાદગી અને સુંદરતા પસંદ આવી હોય તો લાઈક કરજો તેમજ કોમેન્ટ BEST HEROIN એમ જરૂર લખજો.

Leave a Comment