આ કાળા દાણા શરીરનું વજન અને ચરબી ઘટાડવામાં છે જાદુગર સમાન, જીમ કે કસરત વગર જ બની જશો એકદમ પાતળા… મળશે ચોંકાવનારું પરિણામ…

દરેક લોકો પોતાની વધારાની ચરબી ઓછી કરવા માંગતા હોય છે. આથી તેઓ એક નિશ્ચિત પ્રકારની ડાયટ ફોલો કરતા હોય છે. ખાસ કરીને લોકો ઓછી કેલેરી યુક્ત ખોરાક લેવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ જો તમે સાચે જ ચરબી ઓછી કરવા માંગતા હો, તો એક ખાસ ફળનું સેવન કરીને આ વધારાની ચરબી ઘટાડી શકો છો.

શરીરમાં જામેલ સ્ટબર્ન ફેટ એટલે કે ચરબી ઘટાડવી ખુબ જ મુશ્કેલ છે. સ્ટબર્ન ફેટમાં ફેટ સેલ્સ આલ્ફા-2 રિસેપ્ટર્સ સાથે જોડાયેલ હોય છે. જેનાથી ખુબ વધારે માત્રામાં ફેટ જામે છે. અન્ય ફેટની તુલનાએ તે ફેટ ખુબ જ મુશ્કેલીથી ઓછી થાય છે. આ ફેટને ઘટાડવા માટે લોકો ઘણી રીત અજમાવતા હોય છે. જેમાં હેલ્થી ડાયટ, હેવી વર્કઆઉટ, સારી લાઈફસ્ટાઈલ વગેરે રીત સમાવિષ્ટ હોય છે. આટલી મહેનત પછી પણ ઘણા લોકોના શરીર, પેટ, છાતીની ચરબી અથવા ફેટ ઘટતી નથી.

હાલમાં જ થયેલ એક સ્ટડીસ અનુસાર, એક ફળ એવું પણ છે, જેના સેવનથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે. સૌથી સારી વાત એ છે કે, તે માટે જિમ જવાની પણ જરૂર નથી. બસ અઠવાડિયામાં માત્ર 5 દિવસ અડધો કલાક ચાલવું પણ ઘણું મદદરૂપ થઈ શકે છે. જે લોકોના શરીરમાં વધારે ફેટ જામી હોય આ રીત એવા લોકો માટે વધારે ફાયદાકારક છે. જો તમે પણ એવા લોકોમાંથી હોય જે શરીરની ચરબી ઘટાડવા માંગતા હોય તો આર્ટીકલ છેલ્લે સુધી વાંચો.

શરીરની ચરબી ઘટાડનાર આ રિસર્ચ ચિચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરી છે, જેમાં દરરોજ 30 મિનિટ ઝડપથી ચાલનારી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ 7 દિવસ સુધી મહિલાઓને 600mg ન્યુઝીલેન્ડ બ્લેકકરંટ અર્ક આપ્યો હતો. ન્યુઝીલેન્ડ બ્લેકકરંટ અર્ક આપવાનું કારણ એ હતું કે, તેને સુપરફુડ ગણવામાં આવે છે. તેમાં એંથોસાયનીનનું લેવલ ઘણું હાઈ હોય છે. બ્લેકકરંટમાં એંથોસાયનીન બ્લડ ફ્લો અને ફેટ વધારનારા ગુણ જોવા મળે છે.

વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, આ સપ્લીમેન્ટે ફેટ બર્ન કરવામાં 25 ટકા મદદ કરી હતી. જે મહિલાઓના શરીરે સારું રિઝલ્ટ આપ્યું હતું, તેમણે 66 ટકા વધારે ફેટ બર્ન કર્યું હતું. જે લોકોના પગમાં વધારે ફેટ હતી તે લોકોએ હાથમાં વધારે ફેટ વાળા લોકોની તુલનાએ વધારે સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું.

રિસર્ચર્સનું માનવું છે કે, આવું એડિપોસાઇટ્સ ફેટ કેશિકાઓને કારણે થાય છે, જેનાથી પગની ફેટ બર્ન થવામાં વધારે મદદ મળે છે. આ રિસર્ચથી ખબર પડે છે કે, સમાન એક્ટિવિટી પછી પુરુષોની તુલનાએ મહિલાઓમાં ફેટ બર્ન થવાનો રેટ ડબલથી વધારે હોય છે.

બ્લેકકરંટ શું હોય છે ? : કરંટ શબ્દ આમળા ફેમિલી સાથે લગાડવામાં આવે છે. બ્લેકકરંટ સૂકી અને બીજ વગરની કાલી દ્રાક્ષ માંથી બને છે. જેમને બ્લેક કોરિંથ અને કેરીના કહેવામાં આવે છે. તેના નાના આકારને કારણે તેનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. કિશમિશ, સુલ્તાના અને બ્લેકકરંટના ન્યૂટ્રીશન પણ લગભગ સમાન હોય છે. બસ દેખાવમાં ત્રણેયના રંગ અલગ અલગ હોય છે. બ્લેકકરંટ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે, સ્કિનને સરખી રાખે છે, આંખોના સ્વાસ્થ્યને સરખું રાખે છે.

જિમ જવાની જરૂરિયાત રહેતી નથી : આપણે આ વિશે ગંભીરતા પૂર્વક વિચારી શકીએ કે એકસરસાઈઝ અને ડાયટની સાથે સાથે બ્લેકકરંટનો ઉપયોગ કરવામાં આવે તો, બોડીના વેઈટ મેનેજમેન્ટ માટે ખુબ સારું સપ્લીમેન્ટ સાબિત થઈ શકે છે. રિસર્ચથી મળેલ રિઝલ્ટ એ પણ સાબિત કરે છે કે, બ્લેકકરંટ એવા લોકોને  વધારે લાભ પહોંચાડે છે. તે માટે બસ તમારે દરરોજ જિમ જવાની પણ જરૂર નથી, બસ 30 મિનિટના વોકિંગથી પણ ફાયદો મળી શકે છે. આમ તમે આ સુપર ફૂડનું સેવન કરીને તમારી વધારાની ચરબી ઓછી કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment