આ ટીપ્સથી ગણતરીના દિવસોમાં જ ઘટાડો પેટ અને કમરની તમામ ચરબી, બરફની જેમ વજન ઓગાળી શરીરને રાખશે આજીવન ફિટ…

આજના સમયમાં દરેક લોકો વધતા જતા વજનથી પરેશાન રહે છે. તેઓ વજન ઓછો કરવા અથવા તો પેટની ચરબી ઓછી કરવા માટે અનેક ઉપાયો કરે છે. પરંતુ દિવસેને દિવસે વજન ઘટવાને બદલે વધતો જાય છે. આથી જો તમે પણ ઈચ્છો છો કે, તમારું વજન બરફની જેમ ઓગળી જાય તો આ લેખ સંપૂર્ણ વાંચી લો.

કમરની સાઈઝ ઓછી કરવા માટે અમુક લોકો ઘણી મહેનત કરતાં હોય છે, પરંતુ છતાં પણ તેમની કમરની સાઈઝ ઓછી થતી નથી. જો તમે પણ એવા લોકોમાંથી હોય તો આર્ટિકલમાં જણાવેલ રીત અજમાવીને સરળતાથી કમરની સાઈઝ ઘટાડી શકાય છે.

સ્લીમ બોડી અને પાતળી કમર દરેક મહિલા-પુરુષની ચાહત હોય છે. તે માટે કલાકો જિમમાં મહેનત કરવાની સાથે સ્ટ્રિક્ટ ડાયટ પણ ફોલો કરતા હોય છે. બેલી ફૈટ અને કમરની ચારે બાજુ જમા થયેલ ફૈટને કારણે ઘણા લોકોનું પાતળી કમરનું સપનું સપનું જ રહી જાય છે. અનહેલ્થી લાઈફસ્ટાઈલ, ખોટી ખાણી-પીણી અને સુસ્ત લાઈફસ્ટાઈલના કારણે દરેકનું વજન વધી જાય છે અને તે કારણે કમરની આસપાસ ફૈટ જમા થઈ જાય છે.

આ ફૈટ તે જ એકસ્ટ્રા કેલેરી હોય છે, જે ઓવર ઈટિંગ અને ઓછી એક્ટિવિટીના કારણે બર્ન થઈ શકતી નથી અને તે એકસ્ટ્રા કેલેરી ચરબી અથવા ફૈટના રૂપમાં શરીરમાં જમા થઈ જાય છે. આ ફૈટને ઘટાડવા માટે લોકો લાખો પ્રયત્ન કરે છે, પરંતુ છતાં પણ કમરની સાઈઝ ઘટાડી શકતા નથી. જો તમે પણ તમારી કમર પાતળી કરવા માંગતા હોય તો, આર્ટિકલમાં જણાવેલી રીત અજમાવી શકો છો, જેનાથી કમરની ચરબી બરફની જેમ ઓગળી જશે.

કેલેરી ડેફેસિટમાં રહો : સાયન્સ મુજબ, શરીરના એક ભાગથી ફૈટ ઘટાડવી પોસિબલ નથી. કમરની ચરબી ઘટાડવા માટે આખા શરીરની ચરબી ઘટાડવી પડશે અને શરીરની ફૈટ ઘટાડવા માટે કેલેરી ડેફેસિટમાં રહેવું પડશે. જો તમે કમરની સાઈઝ ઘટાડવા માંગતા હોય તો, મેન્ટેનન્સ કેલેરીથી 200 થી 300 કેલેરી ઓછી ખાવી. જો તમારા શરીરને 2000 કેલેરીની જરૂર હોય તો 1700 થી 1800 કેલેરી ખાવી.

એક્ટિવ રહેવું : જ્યારે કોઈ એક્ટિવ રહેતું નથી ત્યારે તેમના શરીરમાં એકસ્ટ્રા કેલેરી ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. જો તમારી કમરની આસપાસ પણ ફૈટ જમા થઈ જતી હોય તો તેનું કારણ છે કે, તમારી એક્ટિવિટી ઓછી છે. માટે તમારી એક્ટિવિટીને વધારો. તે માટે જિમમાં એકસરસાઈઝ કરી શકો છો, વોકિંગ, સાઈકલિંગ, સ્વિમિંગ વગેરે પણ કરી શકો છો.

નાનું-નાનું જમી લેવું : ભારતમાં સામાન્ય રીતે લોકો ઘણું બધુ એકસાથે જ જમી લેતા હોય છે. તેના બદલે થોડું થોડું જમવું જોઈએ. એટલે કે બપોરના લાંચ અને રાતના ડિનરના બદલે દિવસમાં 5 થી 6 વખત થોડું થોડું ભોજન કરવું જોઈએ. વધારે જમવાથી શરીર એકસાથે એટલી કેલેરી બર્ન કરી શકતું નથી અને તેને ચરબીના રૂપમાં જમા કરી લે છે.

લાઈફસ્ટાઈલ હેલ્થી રાખવી : કમરની સાઈઝ ઘટાડવા માટે અને શરીરની ફૈટ ઘટાડવા માટે હેલ્થી લાઈફસ્ટાઈલ રાખવી. તે માટે ડેઈલી રૂટિનમાં ગ્રીન ટી લેવી. જેનાથી મેટબોલીઝ્મ વધાવામાં મદદ મળે છે. તે સિવાય વિટામિન ડી યુક્ત ફૂડ્સનું સેવન કરવું જોઈએ.

જંક ફૂડ : જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ શરીરમાં એકસ્ટ્રા કેલોરી આપે છે. આ ફૂડ્સમાં કોઈ ન્યૂટ્રીશન હોતું નથી અને માત્ર શરીરમાં ફૈટ વધારે છે. આ જ ફૈટ શરીરમાં ચરબીના રૂપમાં જામી જાય છે અને કમરની આસપાસ સ્ટોર થઈ જાય છે. માટે આ ફૂડ્સનું સેવન ન કરવું.

પૂરતી ઊંઘ : ચરબી અથવા ફૈટ ઘટાડવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ લેવાથી સ્ટ્રેસ હાર્મોન ઘટે છે અને બોડી રિકવરી મોડમાં જાય છે. આમ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને તમે હંમેશા ખુશ રહો છો. માટે હંમેશા ઓછામા ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment