છોકરીઓ જો આવી હરકત કરે તો સમજી લો તમને કરે છે અનહદ પ્રેમ | જાણો કંઈ છે હરકત

છોકરીઓ જો આવી હરકત કરે તો સમજી લો તમને કરે છે અનહદ પ્રેમ… જાણો કંઈ છે હરકત….

મિત્રો યુવાની એક એવો સમય છે જે સમયે છોકરાઓ અને છોકરીઓ એવા પ્રેમની તલાશમાં હોય છે જે એકબીજાને સમજે. તેઓ તે સમયે એવું ઈચ્છતા હોય છે કે તેના જીવનમાં પણ કોઈ તેને હદથી વધારે પ્રેમ કરનારી વ્યક્તિ મળે. તેથી જ તો યુવાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓ જ્યારે એક બીજાને મળતા હોય તો તેમની અંદર એક આકર્ષણનો ભાવ પેદા થતો હોય છે. તો ઘણી જગ્યાએ એવું પણ બને કે છોકરો અથવા છોકરી દિલથી પણ ચાહવા લાગતા હોય છે.

પરંતુ મિત્રો આ સમયે છોકરાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે તેઓ સમજી નથી શકતા કે છોકરી તેને ખરેખર પ્રેમ કરે છે કે નહિ. કારણ કે છોકરીઓની એક ફિતરત હોય છે કે તે કોઈ છોકરાને પ્રેમ કરે છે ત્યારે સામે ચાલીને પોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી. તેને કારણે છોકરાઓ કન્ફયુઝ થઇ જાય છે કે છોકરીના મનમાં આખરે શું ચાલી રહ્યું છે.

એ વાત સત્ય છે કે છોકરીઓ સામે ચાલીને પોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી. પરંતુ જો તે કોઈ છોકરાને પસંદ કરતી હોય અથવા તેને પ્રેમ કરતી હોય તો તે નિશ્ચિત રૂપે સંકેત આપે છે અથવા તો એવી સ્થિતિનું નિર્માણ કરે છે જે દર્શાવે છે કે છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે. આ સંકેતો અને સ્થિતિને ઓળખવી અને તેને સમજીવી તે છોકરાનું કામ હોય છે. તો તે કામને સરળ કરવા માટે આજે અમે એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે જણાવે છે કે છોકરી તમને ખરેખર પ્રેમ કરે છે. તો ચાલો જણીએ કેવી રીતે ખબર પડે કે છોકરી સંકેત આપે છે.

છોકરી તમારી પાસે બેઠી હોય ત્યારે વારંવાર સમય જોવે અને સમય ખતમ થઇ જવા છતાં પણ છોકરીને તમારાથી દુર જવાની  હિંમત ન કરી શકે, તો તેનો મતલબ છે કે છોકરી તમને ખુબ ચાહે છે. પરંતુ તમને કહી નથી શકતી.

બીજું છે શરમાઈ જવું તે છોકરીઓનું એક આભુષણ હોય છે અને છોકરી તમને જોઈએ શરમાઈ જાય અને નજર જુકાવી દે, તમારી સામે નજર ન મેળવી શકે, તો પણ તે એક સંકેત છે કે છોકરી તમને પસંદ કરે છે. આ પરિસ્થિતિમાં બે પ્રકારની છોકરીઓ હોય શકે છે. અમુક છોકરીઓ શરમાઈને પસંદ કરે છે તેવું વ્યક્ત કરતી હોય છે. તો અમુક છોકરીઓ જો તમને પ્રેમ કરતી હોય તો તે તમારી આંખમાં આંખ પરોવીને પોતાની આંખોથી સાહસી બનીને તમને પ્રેરિત કરશે.

છોકરી તમારાથી દુર હોય અને તમે તેની સામું નજર કરો તો તમને એવું લાગે કે તે તમને જોઈ રહી હતી અને તમે જોવો ત્યારે અચાનક તે નજર ફેરવી લે અથવા જુકાવી લે તો સમજી જવું કે તેના મનમાં તમારા માટે કંઈક ચાલી રહ્યું છે.

છોકરી જ્યારે તમને મળવાના કે વાતો કરવાના બહાના શોધે, તમારી પાસે કંઈક માંગવાની કોશિશ કરે અથવા કોઈ બહાના દ્વારા તમને સ્પર્શ કરે તો સમજી લેવું કે તે છોકરી તમને પ્રેમ કરે છે.

જો તમે કોઈ છોકરીનો પહેલો પ્રેમ હોવ તો તે તમારી સામે નજર પણ નહિ મેળવી શકે અને તમને છુપાઈ છુપાઈને જોઈ લેશે. આ ઉપરાંત તે તમારી સાથે વાત કરશે ત્યારે નર્વસ થઇ જાય, તેનો વાત કરવાનો ક્રમ તૂટી જાય, વાત કરવામાં જે હડબડાટ થતી હોય છે, તે દર્શાવે છે કે છોકરી તમને પ્રેમ કરે છે.

તો મિત્રો જો કોઈ છોકરી તરફથી તમને આ સંકેત મળે તો સમજવું કે તે તમને પ્રેમ કરે છે. પરંતુ તેવું ઈચ્છે છે કે પ્રેમને વ્યક્ત કરવાની પહેલ તમારા દ્વારા કરવામાં આવે.

તો મિત્રો તમારી સાથે પણ કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment