પિતાના મિત્રએ આ છોકરી સાથે કર્યું આવું કુત્ય… પછી છોડી નાખી દીધી સમુદ્રમાં…..પછી થયું આવું.. જાણો તેની હકીકત
મિત્રો આજે અમે 11 વર્ષની છોકરીની એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જે સત્ય ઘટના તમારા હોશ ઉડાવી દેશે. આ છોકરીએ તેની સાથે જે ઘટના બની હતી એ તેણે 1961 થી લઈને 50 વર્ષ સુધી છુપાવેલી હતી. તે કેવી રીતે સમુદ્રમાં પહોંચી, તે એકલી જ કેમ હતી અને શા માટે તે સમુદ્રમાં ગઈ હતી. તેની સાથે એવી શું દુર્ઘટના બની હતી કે તે એકલી જ સમુદ્રમાં જજુમી રહી હતી. પરંતુ આખરે વર્ષ 2010 માં તેણે પોતાની સાથે બનેલી ઘટના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. તો ચાલો જાણીએ 11 વર્ષની છોકરીની દાસ્તાન.
મિત્રો 1961 માં નવેમ્બર મહિનામાં બહમાસના સમુદ્ર વિસ્તારમાં ખુલા સમુદ્રમાં માત્ર 11 વર્ષની જ એક લાવારીસ છોકરી મળી આવી હતી. તે જીવિત મળી તો ગઈ પરંતુ તે સમુદ્રમાં કેવી રીતે પહોંચી તેનું સાચું સત્ય જાણીને તમે ચોંકી જશો.
અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ટેરી જો ડુપેરોલ્ટ. જે હાલ ટેરે તરીકે ઓળખાય છે. ટેરીના પિતા આર્થરે વર્ષ 1961 માં બોટ પર ફરવા જવાની યોજના બનાવી. જેમાં તેઓ બ્લુ બેલે નામની એક બોટ ભાડે લઈને ફરવા જવાના હતા. તે બોટમાં ટેરી તેના બે ભાઈ, બહેન અને તેના માતાપિતા બધા ફરવા જવા માટે રવાના થવાના હતા. ટેરીના પિતાએ તેના એક મિત્ર જુલીયન હાર્વેને પણ સાથે લીધો. કારણ કે તે કેપ્ટન રહી ચુક્યો હતો. પરંતુ જુલીયન પોતાની પત્નીને પણ સાથે લાવ્યો હતો.
ત્યાર બાદ ટેરીનું પરિવાર અને પિતાનો મિત્ર જુલીયન હાર્વે અને તેની પત્ની બધા સમુદ્રમાં ફરવા માટે નીકળ્યા. પરંતુ તે પ્રવાસની પંચમી રાત્રે જ્યારે ટેરીની આંખ ખુલી તો તે ગભરાઈ ગઈ અને દંગ રહી ગઈ. કારણ કે તેની આંખ સમુદ્રના લહેરોના અવાજથી નહિ પરંતુ લોકોની બુમોના કારણે ખુલી હતી. જ્યારે ટેરીની આંખ ખુલી ત્યારે તેની માતા અને ભાઈઓ ખૂનથી લથપથ બોટમાં પડેલા હતા અને ચારેય બાજુ લોહી જ લોહી ફેલાયેલું હતું. થોડી વાર પછી ટેરીને ખબર પડી કે તેના પિતાના મિત્ર જુલીયન હાર્વેએ પણ પોતાની પત્નીને પહેલા જ સમુદ્રમાં ડુબાડીને મારી નાખી હતી અને આ દુષકૃત્ય ટેરીના પિતા જોઈ ગયા હતા. તેથી હાર્વેએ તેના પિતા અને માતા તેમજ ભાઈ બહેનની પણ નિર્દયી રીતે હત્યા કરી નાખી.
પરંતુ મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે હાર્વેએ ટેરીને મારી નહિ અને એક બોટના કોર્કના ટુકડામાં તરતી મુકીને ખુલ્લા સમુદ્રમાં છોડી દીધી, પછી તે બીજી બોટમાં બેઠો અને તે બોટને સંપૂર્ણ રીતે ડુબાડી દીધી જેમાં તેઓ ફરવા માટે આવ્યા હતા. બીજા દિવસે હાર્વે મિયામી બીચ પર આવ્યો અને કહ્યું કે સમુદ્રમાં ભારે તોફાન આવ્યું જેમાં તેની પત્ની અને તેના મિત્રનો પરિવાર મૃત્યુ પામ્યો અને હું એકલો જ જીવિત રહ્યો છું.
પરંતુ મિત્રો આપણા મનમાં એવો સવાલ આવે કે આખરે હાર્વેએ તેની પત્ની અને ટેરીના પરિવારને શા માટે મૃત્યુને ઘાટ ઉતાર્યા. તો મિત્રો હાર્વે કર્જમાં એટલે કે દેણામાં ડૂબી ગયો હતો. તેથી તેના પત્નીના મૃત્યુ પર તેણે 20 હજાર ડોલરનો ઇન્સ્યોરન્સ કરાવેલો હતો. તેથી તેણે તેની પત્નીની હત્યા કરી જેથી તે ઇન્સ્યોરન્સ કલેઈમ કરી શકે અને પૈસા મેળવી શકે.
પરંતુ થોડા દિવસ બાદ એક ગ્રીક વેપારીએ જોયું કે એક છોકરી ખુલા સમુદ્રમાં બેસહારા પરિસ્થિતિમાં એકલી બોટમાં તરી રહી છે. બધા લોકો દંગ રહી ગયા કે કંઈ રીતે આ છોકરીએ સમુદ્રમાં 84 કલાક પસાર કાર્ય અને એ પણ એવી હાલતમાં કે તેણે પોતાના પરિવારને એક એક કરીને પોતાની આંખ સામે મારતા જોયા હોય અને તેની ઉપર કોઈ છત ન હતી, તેની પાસે કંઈ ખાવા માટે વસ્તુ કે પીવા માટે પાણી ન હતું, તડકામાં ખુલ્લા સમુદ્રમાં તેણે પુરા 84 કલાક કંઈ રીતે પસાર કર્યા. આ એક ચમત્કાર જ છે કહેવાય એવું માનવું હતું.
ત્યાર બાદ ટેરીને સમુદ્રમાંથી તરત જ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવી અને તેને પ્રાથમિક ઉપચાર માટે હોસ્પીટલમાં લાવવામાં આવી. તેના પછીના દિવસે શહેરમાં વાત ફેલાઈ ગઈ કે ટેરી ખુલ્લા સમુદ્રમાં જીવતી મળી આવી છે. તે વાતની જાણ હાર્વેને થતા જ તેણે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
આ બાજુ ટેરીની હાલત ખુબ જ ખરાબ હતી તેને 106 ડીગ્રી તાવ આવી ગયો હતો અને ભારે ડીહાઈડ્રેશનના કારણે તેની હાલત ખરાબ થઇ ગઈ હતી. થોડા મહિનાઓ બાદ તે ઠીક થઇ ગઈ. પરંતુ સમુદ્રમાંથી તેના પરિવારના કોઈ પણ અવશેષો મળ્યા ન હતા. પરંતુ મિત્રો ટેરીએ તેના પરિવારને કંઈ રીતે ગુમાવ્યું અને શા માટે તે એકલી સમુદ્રમાં લાવારીસ મળી આવી તેનું રહસ્ય 50 વર્ષ સુધી પોતાના દિલમાં દબાવી રાખ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેણે પોતાના જીવનમાં બનેલ આ ઘટના પર આધારિત એક પુસ્તક પણ બનાવ્યું છે. જેનું નામ છે Alone orphan in ocean. જેમાં તેણે પોતાની આપવીતી વિસ્તારથી જણાવેલી છે.
પરંતુ મિત્રો હાર્વેએ તે દિવસે ટેરીને મારી શા માટે નહિ અને એકલી બોટમાં સમુદ્રમાં શા માટે છોડી દીધી તે ઈચ્છે તો ખુબ જ સરળતાથી ટેરીને પણ અન્યને માર્યા તેમ મારી શકતો હતો. પરંતુ તેણે તેવું કર્યું નહિ. આ બાબત પર ઘણા લોકોનું એવું વિચારવું છે કે કદાચ હાર્વેને એવું લાગ્યું હોય કે આ એકલી 11 વર્ષની છોકરી સમુદ્રમાં કંઈ રીતે જીવતી રહેશે ! તે મૃત્યુ પામશે તેમ વિચારીને તેને એકલી છોડી દીધી હશે. પરંતુ હાર્વેને 11 વર્ષની છોકરીની અસલી તાકાતનો અંદાજો નહિ હોય.
પરંતુ મિત્રો હાર્વેએ ટેરીને સમુદ્રમાં એકલી કેમ છોડી મૂકી તેનું કોઈ પણ ઠોસ કારણ હજુ સુધી કોઈને ખબર નથી. આ છોકરી ખાધાપીધા વગર ૮૬ કલાક સમુદ્રમાં રહી ને બચી ગઈ તો તેના માટે thank you કોમેન્ટમાં લખજો ભગવાનને..
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google