રાત્રે વારંવાર ઉઠીને ટોયલેટ જવું પડે તો હોય શકે છે આ ગંભીર બીમારીના અણસાર, સમય પહેલા જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે ન થવાનું…

આપણા શરીરમાંથી ખરાબ તત્વો બહાર નીકળવા ખુબ જરૂરી છે. અને આ ખરાબ તત્વો મળ-મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. પણ જયારે તમે રાતના સમયે વારંવાર પેશાબ જાવ છો તો તે તમારા કોઈ બીમારી નો સંકેત આપે છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ. 

સામાન્ય રીતે લોકોને રાત્રે સૂતા સમયે વારંવાર પેશાબ આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમારી સાથે પણ કઇંક આવું જ થઈ રહ્યું હોય તો તે કોઈ ગંભીર બીમારી તરફ ઈશારો કરે છે. રાતના સમયે વારંવાર પેશાબ લાગવો એ હાઇ બ્લડ પ્રેશરનો સંકેત પણ હોઇ શકે છે. 

શું કહે છે રિસર્ચ:- હાઇપરટેન્શન રિસર્ચ જર્નલ ના 2021ના એક રિવ્યુ મુજબ, હાઇ બ્લડ પ્રેશરને હાઇપરટેન્શન પણ કહેવામા આવે છે. તેનાથી તમને રાત્રે વારંવાર યુરીન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. રિસર્ચનું કહેવું છે કે, જ્યારે હાઇપરટેન્શનથી પીડિત લોકો ખૂબ વધારે માત્રામાં મીઠાનું સેવન કરે છે તો તેનું શરીર દિવસે મીઠાને સરખી રીતે બહાર કાઢી શકતું નથી જેના કારણે તેમણે રાત્રે યુરીન પાસ કરવા માટે જવું પડે છે.

અમેરિકન હાર્ટ આસોશિએશનનું કહેવું છે કે, જ્યારે તમે ખૂબ વધારે મીઠાનું સેવન કરો છો તો તમારું શરીર રક્ત વાહિકાઓથી પાણી ખેંચવા લાગે છે. તે સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે તમને રાતના સમયે વારંવાર યુરીન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જાણીએ તેના વિષે- 

બીજા લોકોની તુલનાએ તમારું શરીર વધારે યુરીન બનાવે છે:- ઘણી વખત નોકટર્નલ પોલિયુરિયા બીમારીને કારણે પણ તમને રાત્રે વારંવાર યુરીન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમેરિકન સોસાઇટી ઓફ નેફ્રોલોજીના મત મુજબ, નોકટર્નલ પોલિયુરિયા એક એવું સિન્ડ્રોમ છે જેમાં દિવસે અને રાત્રે યુરીન પ્રોડકશનમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. નોકટર્નલ પોલિયુરિયાના દર્દીઓએ રાતના સમયે 33 ટકાથી વધારે યુરીન બનવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.બ્લૈડરની કેપીસીટી ઓછી હોવી:- રાતના સમયે વારંવાર પેશાબ આવવાનો મતલબ, તમારા બ્લૈડરની કેપીસીટી ઓછી હોવી પણ હોઇ શકે છે. તેના ઘણા કારણો હોય શકે છે જેમકે, ઇન્ફેક્શન કે સોજો વગેરે. તેના કારણે જ તમને વારંવાર યુરીન પાસ કરવાની જરૂરિયાત અનુભવાય છે. તે સિવાય ઓવરએક્ટિવબ્લૈડર અને બ્લૈડરમાં અટકાવ પણ લો બ્લૈડર કેપીસીટીનું કારણ હોય શકે છે. BMJ જર્નલની એક રિપોર્ટ મુજબ, નોક્ટુરિયા બીમારીથી પીડિત દર્દીઓને સામાન્ય રીતે બંને સમસ્યાઓ નોકટર્નલ પોલિયુરિયા અને લો બ્લૈડર કેપીસીટીનો સામનો કરવો પડે છે.

રાત્રે વારંવાર ઊંઘ ખૂલવી:- અમુક લોકો રાતના સમયે વારંવાર પેશાબ કરે છે કારણ એક, તેઓ જરૂરિયાત કરતાં વધારે રાત્રે જાગતા હોય છે. વધુ વાર જાગવાને કારણે તેઓ બાથરૂમ પણ વધુ વાર જતાં હોય છે. પરંતુ તેનું તેમના બ્લૈડર હેલ્થથી કોઈ લેવા-દેવા નથી. રાત્રે વારંવાર પેશાબ આવે તો શું કરવું:- જો તમને રાત્રે વારંવાર પેશાબ લાગવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો, તે માટે ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ. તેનાથી શરીરમાં થતાં ઇન્ફેક્શન વિષે સમયસર જાણ થઈ શકે છે. ઘણી વખત લોકોને કોઈ બીમારી નથી હોતી તે છતાં પણ તેમને રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એવામાં જરૂરી છે કે તમે તમારી લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપો. 

એવી વસ્તુઓથી દૂર રહો જેનાથી યુરીન જલ્દી-જલ્દી બનતું હોય. સાથે તમે આખો દિવસ જેટલું પણ પાણી પીઓ પરંતુ રાતના સમયે તરસ લાગે તો જ પાણી પીવું જોઈએ. તેનાથી પણ તમને ઘણી મદદ મળી શકે છે. રાતના સમયે કોફીનું સેવન કરવાથી પણ બ્લૈડર ડિસ્ટર્બ થાય છે, એવામાં રાત્રે કોફીના સેવનથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment