શ્રીદેવીના મૃત્યુ બાદ એક સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો આ ખુલાસો…. જાણો હતા આ રહસ્ય શ્રીદેવીના….

બોલીવુડ વિશે આમ કહીએ તો ખુબ જ રહસ્યોથી ભરેલું છે. કેમ કે ફિલ્મ જગતમાં ઘણા બધા એવા બનાવ બની ગયા છે જેની જાણ ઘણા લોકોને નથી હોતી અને તે રહસ્ય જ બની ને રહી ગયું છે. તો આજે પણ અમે તમને એક એવી વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને એક વાતનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવી વિશે ખુબ જ મહત્વની જાણકારી આપશું.

મિત્રો એક સમયે બોની કપૂરની ફિલ્મો બોક્સઓફિસ પર ધૂમ મચાવી નાખે તેવી હતી. બોની કપૂરે પોતાના કરિયરની શરૂઆત ઘણા સમયથી કરી નાખી હતી, પરંતુ તેણે ફિલ્મ બનાવવાના કરિયરની શરૂઆત “હમ પાંચ” નામના ફિલ્મથી કરી હતી. ત્યાર બાદ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા પણ બોની કપૂરની ફિલ્મ હતી, જેમાં નાયક તરીકે અનીલ કપૂર હતો અને નાયિકા તરીકે શ્રીદેવી હતી. પરંતુ આ ફિલ્મથી શ્રી દેવી અને બોની કપૂર એક બીજાની નજીક આવ્યા હતા. ત્યાર બાદ તેમણે 1996 માં લગ્ન કરી લીધા. ત્યારથી તેમનો લગ્ન સંસાર ચાલતો હતો, પરંતુ વર્ષ 2018 માં ફેબ્રુઆરી મહિનામાં શ્રીદેવીનું મૃત્યુ થયું. પરંતુ શ્રી દેવીનું મૃત્યુ થયું તેના વિશે તેના ઘણા સંબંધીઓએ પ્રશ્નો કર્યા હતા. રીપોર્ટ અનુસાર એવું સામે આવ્યું હતું કે, શ્રીદેવી તેના ભત્રીજાના લગ્નમાં શામેલ થવા માટે દુબઈ પહોંચી હતી. પરંતુ તેના મૃત્યુ વિશે એવી ખબર સામે આવી કે 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવી બાથટબ ન્હાવા ગઈ અને તેમાં ડૂબી ગઈ અને તેનું નિધન થઇ ગયું. પરંતુ લોકોનું એવું માનવું છે અને એ સમયના હાલાત જોતા શ્રીદેવીનું મૃત્યુ એક રહસ્ય બની ગયું છે. પરંતુ શ્રીદેવીનું મૃત્યુ થયું તેના બાર જ દિવસ પછી તેના એક સંબંધી દ્વારા શ્રીદેવીને લઈને એક ખુલાસો સામે રાખ્યો હતો.

શ્રીદેવીના સંબંધીનું નામ છે વેણુગોપાલ રેડ્ડી. જે શ્રીદેવીના અંકલ છે. તેમણે શ્રીદેવીના જીવનને લઈને ખુબ આશ્વર્ય કરાવે તેવો એક ખુલાસો સામે રાખ્યો હતો. તો વેણુગોપાલ રેડ્ડીએ મીડિયાની સામે વાતચીત કરતા એવું જણાવ્યું હતું કે, શ્રીદેવી તેના જીવનમાં બિલકુલ પણ ખુશ ન હતી, તેના જીવનમાં ખુબ જ દુઃખ હતું, જેનું કારણ છે બોની કપૂર. બોની કપૂર શ્રીદેવીની માતાને પસંદ ન હતા.

શ્રીદેવીની માતા બોની કપૂર અને શ્રીદેવીના લગ્નથી બિલકુલ પણ ખુશ ન હતા. તેવો ઈચ્છતા ન હતા કે શ્રીદેવી બોની કપૂર સાથે લગ્ન સંબંધમાં જોડાય. પરંતુ એ સમયે શ્રીદેવી તેની માતા વિરુદ્ધ ગઈ અને બોની કપૂર સાથે લગ્ન કર્યા. જ્યારે જ્યારે બોની કપૂર શ્રીદેવીના માતાને ઘર પર જતા એ સમયે બોની કપૂર સાથે શ્રીદેવીની માતા ખરબ વર્તન કરતા.

વેણુગોપાલ વાત કરતા જણાવે છે કે, જ્યાં શ્રીદેવી જીવંત હતી, એ સમયે તેણે ખુબ જ દુઃખ સહન કરેલું છે. આજે શ્રીદેવી તેના મૃત્યુની સાથે જ તેના બધા જ દુઃખને અલવિદા કહી ગઈ. ત્યાર બાદ પણ જણાવ્યું હતું કે, બોની કપૂર જે ફિલ્મ બનાવવા પાછળ પૈસા ખુબ જ ખર્ચી નાખ્યા હતા. જેના કારણે પણ તે ખુબ જ દુઃખી રહેતી હતી. બોની કપૂરે એ ફિલ્મ માટે એટલા પૈસાનું રોકાણ કર્યું જે ફિલ્મ હજુ પણ રિલીઝ થઇ નથી. જેના માટે બોની કપૂરે ખુબ જ નુકશાન ભોગવ્યું છે. પરંતુ તે નુકશાનની ભરપાઈ કરવા માટે બોની કપૂરે શ્રીદેવી પાસે જે સંપત્તિ હતી તેને પણ વહેંચી દીધી. પરંતુ શ્રીદેવી જ્યારે મૃત્યુ પામી ત્યારે બધું દુઃખ ભેગું લેતી ગઈ.

વેણુગોપાલજીએ  શ્રીદેવી વિશે એવું પણ જણાવ્યું કે, શ્રીદેવી તેની દીકરીઓને લઈને ખુબ જ ચિંતિત રહેતી હતી. તેના વિશે શ્રીદેવીએ પણ જણાવ્યું હતું કે, બોની કપૂરની પણ તબિયત સારી ન હતી  જેના કારણે તેની પણ ચિંતામાં રહેતી હતી. ત્યાર બાદ શ્રીદેવીનું નિધન થયું તેના પહેલા તેમણે સર્જરી કરાવેલી હતી. આ વાત પર વેણુગોપાલી પણ જણાવ્યું હતું કે, શ્રીદેવીએ એ સમયે બે વાર નાકની સર્જરી કરાવેલી હતી.

વેણુગોપાલ સાથે શ્રીદેવી તેની સર્જરીને લઈને વાતચીત પણ કરતી રહેતી. શ્રીદેવીના સંબંધ તેની બહેન શ્રીલતા સાથે પણ વ્યવસ્થિત ન હતા. શ્રીદેવીની માતાને અમેરિકામાં મગજનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, જે ઓપરેશન સફળ ન થયું. જેના કારણે તેની માતાને હોશ આવ્યો ન હતો. પરંતુ આ ઘટનાને લઈને હોસ્પિટલ પર શ્રીદેવીએ કેસ કરેલો હતો, જેના કારણે તેની બહેન શ્રીલતા સાથે સંબંધ બગડી ગયા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment